- World
- 35 વર્ષીય પ્રોફેસરે બતાવ્યો પોતાની ડ્રીમ ગર્લફ્રેન્ડનો ક્રાઇટેરિયા, સોશિયલ મીડિયા પર યુઝર્સ ભરાયા ગુ...
35 વર્ષીય પ્રોફેસરે બતાવ્યો પોતાની ડ્રીમ ગર્લફ્રેન્ડનો ક્રાઇટેરિયા, સોશિયલ મીડિયા પર યુઝર્સ ભરાયા ગુસ્સે

ચીનની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસરની ગર્લફ્રેન્ડને લઇને કરવામાં આવેલી માગો ઇન્ટરનેટ પર જંગલની આગની જેમ ફેલાઇ રહી છે. ઝેજિયાંગ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ માર્ક્સિઝ્મના 35 વર્ષીય પ્રોફેસર 'લૂ'એ તાજેતરમાં જ એક મેટ્રિમોનિયલ ચેટ ગ્રૂપમાં પોતાની જીવનસાથી માટે કેટલાક ખૂબ જ કડક માપદંડો શેર કર્યા, જેનાથી લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. હોંગકોંગના એક પ્રોફેસર દ્વારા શેર કરવામાં આવેલી 'ગર્લફ્રેન્ડ ક્રાઇટેરિયા'ની લિસ્ટે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે. આ લિસ્ટમાં છોકરીઓ માટે એવા ઘણા માપદંડો આપવામાં આવ્યા છે, જેને લોકોએ ખોટા, સેક્સિસ્ટ અને અપમાનજનક ગણાવ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ પ્રોફેસરની ભારે ટીકા થઇ રહી છે અને લોકો યુનિવર્સિટી પાસે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
ગર્લફ્રેન્ડ માટે કડક શરતો (વાયરલ ગર્લફ્રેન્ડનો ક્રાઇટેરિયા)
પ્રોફેસર લૂએ પોતાને એક 175 સેમી લાંબો અને 70 કિલોગ્રામ વજનનો વ્યક્તિ ગણાવ્યો, જેની પાસે ચીનની ટોચની યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી છે અને વાર્ષિક 1.17 કરોડ રૂપિયા (1 મિલિયન યુઆન) કમાય છે. તેણે પોતાને રમત અને નાણાકીય રોકાણોમાં રૂચિ ધરાવનાર બતાવ્યો અને ઉલ્લેખ કર્યો કે તે એક સમૃદ્ધ પરિવારનો એકમાત્ર પુત્ર છે, પરંતુ લોકોને સૌથી વધુ ઝટકો તેની 'ગર્લફ્રેન્ડ માટેની માગણીઓથી લાગ્યો. પ્રોફેસરે કહ્યું કે, તે '2000 પછી જન્મેલી છોકરીઓ'ને ડેટ કરવા માગે છે, એટલે કે તે પોતાનાથી 10 વર્ષ નાની છોકરીની શોધ કરી રહ્યો છે. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે તેની પાર્ટનર 165-171 સેમી લાંબી, સ્લિમ અને સુંદર હોવી જોઇએ.

શું છે સમગ્ર મામલો?
ચીનના હોંગકોંગની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ભણાવતા એક ચાઇનીઝ પ્રોફેસરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લિસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે, તેની ગર્લફ્રેન્ડ માટે કઇ-કઇ વસ્તુઓની જરૂરિયાત હોવી જોઇએ. આ લિસ્ટમાં 'સારી દેખાનારી', 'વિનમ્ર', 'ઓછી ખર્ચાળ' અને 'ઘરના કામમાં સારી હોવા' જેવી વાતોનો સમાવેશ થાય છે. આ લિસ્ટ વાયરલ થતા જ લોકોએ તેને અયોગ્ય બતાવતા તેની ટીકા કરવાનું ચાલું કરી દીધું હતું. ઘણા લોકોએ કહ્યું કે આ વિચાર જૂના જમાનાનો છે અને મહિલાઓ પ્રત્યેની ખોટી માનસિકતા દર્શાવે છે.
આટલું જ નહીં, લૂએ એમ પણ કહ્યું કે તેને માત્ર એ જ છોકરીઓમાં રસ છે, જેણે વિશ્વની ટોચની 20 યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. જો કે, તેણે એમ પણ ઉમેર્યું કે જો કોઇ છોકરી અત્યંત સુંદર, આર્થિક રૂપે મજબૂત કે અત્યંત પ્રતિભાશાળી હોય, તો તેઓ તેને પણ તક આપી શકે છે. લૂની આ માગણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ અને લોકો તેના વિચારની ટીકા કરવા લાગ્યા. કેટલાકે કહ્યું કે તે શિક્ષણ માટે એક દુર્ઘટના છે, જ્યારે અન્ય લોકોએ પ્રેમને બિઝનેસ ડીલ બનાવવા માટે આડે હાથ લીધો. જો કે, કેટલાક લોકોએ તેનો બચાવ પણ કર્યો અને કહ્યું કે દરેકને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે.

જેવો જ સોશિયલ મીડિયા પર આ મામલો આવ્યો, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર આ પ્રોફેસર વિરુદ્ધ જ લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. કેટલાક યુઝર્સે કહ્યું કે આ લિસ્ટ મહિલાઓનું અપમાન છે અને આ માનસિકતા બદલવી જોઇએ. એક યુઝરે લખ્યું કે, આપણે 2025માં છીએ અને લોકો હજુ પણ મહિલાઓને આ રીતે જજ કરી રહ્યા છો? આ શરમજનક છે. તો, ઘણા લોકોએ યુનિવર્સિટી પ્રશાસનને આ બાબતની નોંધ લેવા અને પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી.
સોશિયલ મીડિયા પર વિવાદ વધ્યા બાદ, ઝેજિયાંગ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ માર્ક્સિઝ્મે 17 માર્ચે એક નિવેદન જાહેર કર્યું અને પોતાને પોસ્ટથી દૂર કરી દીધી. તેણે કહ્યું કે પોસ્ટમાં કેટલીક ખોટી માહિતી છે, પરંતુ તે સ્પષ્ટ ન કર્યું કે કઇ જાણકારી ખોટી છે.
Related Posts
Top News
બનવા જઈ રહ્યું છે ભારતનું પહેલું 'હિન્દુ ગામ', ધીરેન્દ્ર શાસ્ત્રીએ મૂકી આધારશિલા
‘હું રામજીનો વંશજ છું, મને...’ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોને લઇને શું બોલ્યા ઈમરાન મસૂદ?
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરના પાપે કેટલાક લોકોની દુકાન 2 વર્ષથી બંધ છે
Opinion
