- World
- યુક્રેન યુદ્ધ પર ભારતના વલણથી પુતિન મહેરબાન કે કંઇક બીજું? વિઝાના નિયમ..
યુક્રેન યુદ્ધ પર ભારતના વલણથી પુતિન મહેરબાન કે કંઇક બીજું? વિઝાના નિયમ..

રશિયા ભારત સહિત 6 દેશોના વિઝા નિયમોને સરળ બનાવવા જઇ રહ્યું છે. એક ન્યૂઝ એજન્સીએ ઉપવિદેશ મંત્રી યેવગેની ઇવાનોવના સંદર્ભે સોમવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, અમે અંતર સરકારી ડીલના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છીએ, જેમાં ભારત, અંગોલા, વિયતનામ, ઇન્ડોનેશિયા, સીરિયા અને ફિલિપિન્સ સાથે વિઝા વ્યવસ્થાની પારસ્પરિક સરળીકરણ સામેલ છે. તેનાથી પહેલા ઇવાનોવે કહ્યું હતું કે, રશિયા, બહરીન, ઓમાન, સાઉદી આરબ, બહામાસ, બાર્બાડોસ, હૈતી, જામ્બિયા, કુવૈત, મલેશિયા, મેક્સિકો અને ત્રિનિદાદ અને ટોબેગો સહિત 11 દેશો સાથે વિઝા મુક્ત યાત્રા ડીલ પર કામ કરી રહ્યું છે.
તો રશિયન વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે વૈશ્વિક એજન્ડાવાળા પ્રમુખ વિષયો પર ભારતના અત્યંત જવાબદાર અને મહાશક્તિ જેવા વલણના વખાણ કર્યા હતા. તેમણે ભારત સાથે પોતાના દેશના સંબંધોને વિશેષ રણનીતિ ભાગીદારી કરાર આપ્યો. તેમણે કહ્યું કે, તે ભારતની સ્વતંત્રતાથી લઇને આજ સુધી સંબંધોના વિશેષ ચરિત્રને પ્રદર્શિત કરે છે. લાવરોવે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20ના અધ્યક્ષના રૂપમાં સંતુલિત અને જવાબદાર સ્થિતિની રજૂઆત કરી. રશિયા-યુક્રેન સંઘર્ષ અને આ મુદ્દા પર ભારતના સતર્કતાપૂર્ણ કૂટનૈતિક વલણ વચ્ચે આ નિવેદન આવ્યા.
ભારતની રશિયા સાથે કાચા તેલની આયાત ફેબ્રુઆરીમાં વધારીને રેકોર્ડ 16 લાખ બેરલ પ્રતિદિન થઇ ગઇ છે, જે તેના પરંપરાગત પુરવઠાકર્તાઓ ઇરાક અને સાઉદી અરબના સંયુક્ત તેલ આયાતથી પણ વધારે છે. તેલના આયાત-નિકાસ પર નજર રાખનારી સંસ્થા વર્ટેક્સાએ જણાવ્યું કે, ભારત જેટલી માત્રામાં તેલ આયાત કરે છે, તેનો એક તૃતીયાંશ કરતા વધુ પુરવઠો માત્ર રશિયાએ કર્યો. મોસ્કો સતત પાંચમાં મહિને ભારતના કાચા તેલનો એકમાત્ર સૌથી મોટો પુરવઠો બન્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થવાથી પહેલા સુધી ભારતના તેલ આયાતમાં રશિયાની જવાબદારી એક ટકાથી પણ ઓછી રહેતી હતી. પરંતુ ગયા મહિને ફેબ્રુઆરીમાં તે 35 ટકા વધીને 16.20 લાખ બેરલ પ્રતિદિન થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશો તરફથી રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. રશિયા તેને પહોંચીવળવા માટે આ સમયે ભારતને રેકોર્ડ માત્રામાં કાચા તેલનું વેચાણ કરી રહ્યું છે. આ પ્રકારે આર્થિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહેલા રશિયા માટે ભારત એક મોટા મદદગાર તરીકે ઊભું થયું છે. જો કે, રશિયા પ્રત્યે ભારતના આ વલણની દેશની રાજનૈતિક પાર્ટીઓ તરફથી નિંદા પણ થઇ છે. કોંગ્રેસ નેતા શશી થરૂરે શનિવારે કહ્યું હતું કે, ભારત યુક્રેન યુદ્ધમાં રશિયા વિરુદ્ધ શત્રુતાપૂર્ણ વલણ અપનાવવા માગતુ નથી. તે તેના વલણમાં વ્યાવહારિક રાજનીતિ સામેલ છે, પરંતુ ભારત રશિયાએ એ બતાવી શકે છે કે તેનું શું વિચારવું છે.
Related Posts
Top News
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ
ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ
ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ
Opinion
