- World
- હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ' પર માહિતી શેર કરી છે. ટ્રમ્પની આ પોસ્ટનો જવાબ પણ અલીનાએ આપ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે એલિના હુબ્બાને અગાઉ પ્રેસ સેક્રેટરીની ઓફર મળી હતી, જેને તેમણે નકારી કાઢી હતી.
એલિના હુબ્બાના નવા પદ વિશે માહિતી આપતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, 'મને એ જાહેરાત કરતા ખૂબ જ આનંદ થાય છે કે, અલીના હુબ્બા, જે હાલમાં રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે કાર્યરત છે અને જેમણે લાંબા સમયથી મારું પ્રતિનિધિત્વ કર્યું છે, તેમના ગૃહ રાજ્ય, ન્યુ જર્સી જિલ્લા માટે અમારા વચગાળાના US એટર્ની બનશે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે.'

તેમણે વધુમાં ઉમેર્યું કે, 'એલિના હુબ્બા એ જ મહેનત અને દૃઢ વિશ્વાસ સાથે નેતૃત્વ કરશે, જેણે તેની કારકિર્દીને વ્યાખ્યાયિત કરી છે. તે ન્યુ જર્સીના લોકો માટે નિષ્પક્ષ અને ન્યાયી બંને પ્રકારની કાનૂની વ્યવસ્થા સુરક્ષિત કરવા માટે પણ લડશે.'
https://twitter.com/AlinaHabba/status/1904183272185233565
રાષ્ટ્રપતિના અંગત સલાહકાર તરીકે કાર્યરત એલિના હુબ્બાએ 'X' પર તેમના નવા પદ અંગે પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે. ન્યુ જર્સી માટે વચગાળાના US એટર્ની તરીકે સેવા આપવા બદલ તેઓ પોતાને ખૂબ જ સન્માનિત મહેસુસ કરે છે.

એલિના હુબ્બાએ લખ્યું, 'હું સત્ય અને ન્યાય માટે લડતી રહીશ, જેમ મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પના અંગત વકીલ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન લડી રહી હતી.' અમે ન્યાયના શસ્ત્રીકરણનો કાયમ માટે અંત લાવીશું.'
https://twitter.com/AlinaHabba/status/1904186747589738497
અહીં તમને જણાવી દઈએ કે, અલીના સાદ હબ્બા એક અમેરિકન વકીલ છે, જે ટ્રમ્પના સલાહકાર અને MAGAના વરિષ્ઠ સલાહકાર છે. તે કાયદાકીય પેઢી હબ્બા, મદાયો અને એસોસિએટ્સની મેનેજિંગ પાર્ટનર પણ છે.

એલિના હુબ્બાએ અનેક હાઈ-પ્રોફાઇલ મુકદ્દમાઓમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રતિનિધિત્વ કર્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કામ કરતી વખતે, એલિના હુબ્બાની કાયદા પેઢીએ 2 વર્ષ (2022-2023)માં લગભગ 6 મિલિયન ડૉલરની કમાણી કરી હતી.
ટ્રમ્પની રાજકીય કાર્યવાહી સમિતિએ 'મેક અમેરિકા ગ્રેટ અગેન' ઝુંબેશ દરમિયાન એલિનાને 3.5 મિલિયન ડૉલર આપ્યા. વર્ષ 2024માં, એલિના હુબ્બાની કુલ સંપત્તિ 8 કરોડ ડૉલર હોવાનું બતાવવામાં આવ્યું હતું.
Related Posts
Top News
ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન અને બનેવી પણ મનરેગામાં મજૂર, જોબ કાર્ડ સામે આવતા જ મચ્યો હાહાકાર
અમદાવાદના આસારામ આશ્રમ પર કેમ કબજો કરવા માંગે છે ગુજરાત સરકાર? જાણો શું છે યોજના
AM/NS ઇન્ડિયાએ મહારાષ્ટ્રમાં ખોપોલી ખાતે પ્રથમ સ્ક્રેપ પ્રોસેસિંગ સુવિધા શરૂ કરી
Opinion
