માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સની સૌથી મોટી ચિંતા-આગામી 25 વર્ષોમાં..

On

અબજપતિ અને દુનિયાના સૌથી મોટા દાતાઓમાં સામેલ બિલ ગેટ્સ જળવાયુ પરિવર્તનથી થનારા જોખમ અને સાઇબર હુમલા જેવા મુદ્દાઓ બાબતે લોકોને વારંવાર સાવચેત કરતા રહે છે. જો કે, હવે 2 સંકટ તેમને સૌથી વધુ ચિંતિત કરે છે તે યુદ્ધ અને મહામારી છે. માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું હતું કે, હાલના સમયમાં વૈશ્વિક અશાંતિ જલદી જ એક મોટા યુદ્ધમાં બદલાઈ શકે છે. એમ થવાથી આપણે પાછા પણ બચી જઈએ, પરંતુ આગામી 25 વર્ષોમાં સૌથી વધુ સંભાવના છે તે એક મહામારી હશે.

બિલ ગેટ્સના મતે ભવિષ્યની મહામારી દરમિયાન મુખ્ય પ્રશ્ન એ હશે કે શું દુનિયા કોરોના મહામારી જેવા જોખમ માટે પહેલાથી સારી રીતે તૈયાર છે? બિલ ગેટ્સે CNBCને અમેરિકાની પ્રતિક્રિયા પર વિચાર કરતા કહ્યું કે, જે દેશ પાસે દુનિયાને નેતૃત્વ કરવા અને મોડલ બનવાની આશા હતી, તે એ દિશામાં ખરો ઉતર્યો નથી. પોતાના 2022ના પુસ્તકમાં બિલ ગેટ્સે 2020 મહામારી સામે લડવાની તૈયારીઓની કમી માટે અલગ અલગ દેશોની સરકારોની નિંદા કરી હતી.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ રહી ચૂકેલા બિલ ગેટ્સે દુનિયાભરના દેશો માટે મહામારીને નિપટવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. તેમાં બીમારીની દેખરેખ અને વેક્સીન રિસર્ચમાં રોકાણનું પ્રોત્સાહન સામેલ છે. કોરોના મહામારી બાબતે બોલતા બિલ ગેટ્સે ટિપ્પણી કરી હતી કે, જો કે કોરોના વાયરસ મહામારીથી કેટલાક બોધ લેવામાં આવ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે એ અપેક્ષાથી ખૂબ ઓછો છે. આપણે અત્યારે પણ પૂરી રીતે એ વાત પર વિચાર કરી રહ્યા નથી કે આપણે શું સારું કર્યું અને ક્યાં કમી રહી ગઈ. આશા છે કે આગામી 5 વર્ષોમાં તેમાં સુધાર થશે.

આ અગાઉ બિલ ગેટ્સે કહ્યું હતું કે કુત્રિમ બુદ્ધિમતા (AI) આગામી 5 વર્ષોમાં લોકો માટે પરિવર્તનકારી હશે. નેવી ટેક્નિકથી ડરવાની કોઈ જરૂરિયાત નથી કેમ કે એ નવા અવસર ઉત્પન્ન કરશે. આ ટિપ્પણી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જિવાના એ નિવેદનના થોડા દિવસ બાદ આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, AI વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં 60 ટકા નોકરીઓ અને આખા વિશ્વમાં 40 ટકા નોકરીઓને પ્રભાવિત કરશે.

Related Posts

Top News

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati