ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે, ચૂંટણીમાં મતદાન કરવા માટે હવે અમેરિકન નાગરિકતા ફરજિયાત બનશે. જે મુજબ, સંઘીય ચૂંટણીઓમાં મતદાન માટે નોંધણી કરાવવા માટે નાગરિકતાનું પ્રમાણપત્ર આપવું જરૂરી રહેશે. આ દરમિયાન ટ્રમ્પે ભારતનું ઉદાહરણ આપ્યું.

ભારત અને કેટલાક અન્ય દેશોનું ઉદાહરણ આપતા, અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકા હવે આધુનિક, વિકસિત અને વિકાસશીલ દેશો દ્વારા અપનાવવામાં આવેલી મૂળભૂત અને આવશ્યક ચૂંટણી સુરક્ષાને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે કહ્યું કે, 'ભારત અને બ્રાઝિલ મતદાર ઓળખને બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડી રહ્યા છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ મોટાભાગે નાગરિકતા માટે સ્વ-ચકાસણી પર આધાર રાખે છે.'

Donald-Trump1
economictimes.indiatimes.com

ટ્રમ્પે કહ્યું, 'જર્મની અને કેનેડામાં મત ગણતરી માટે કાગળના મતપત્રોની જરૂર પડે છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જેમાં ઘણીવાર મૂળભૂત સુરક્ષાનો અભાવ હોય છે.'

ડોનાલ્ડ ટ્રમ્પના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ડેનમાર્ક અને સ્વીડન જેવા દેશો સમજદારીપૂર્વક એવા લોકો માટે ટપાલ દ્વારા મતદાન મર્યાદિત કરે છે જેઓ રૂબરૂ મતદાન કરી શકતા નથી, તેઓ પોસ્ટેજ સ્ટેમ્પ તારીખને ધ્યાનમાં લીધા વિના, મોડા પહોંચેલા મતદાનપત્રની ગણતરી કરતા નથી. જ્યારે, ઘણી US ચૂંટણીઓમાં હવે મોટા પ્રમાણમાં ટપાલ દ્વારા મતદાનનો સમાવેશ થાય છે, જેમાં ઘણા અધિકારીઓ પોસ્ટ ન કરાયેલા મતપત્રો અથવા ચૂંટણીના દિવસ પછી ઘણા સમય પછી પ્રાપ્ત થયેલા મતપત્રો સ્વીકારે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના આદેશમાં ફેડરલ મતદાર નોંધણી ફોર્મમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી, જેથી સંભવિત મતદારોએ US પાસપોર્ટ અથવા જન્મ પ્રમાણપત્ર જેવા નાગરિકતાના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા જરૂરી બને. ટ્રમ્પે કમિશનને નવા ધોરણો હેઠળ મતદાન પ્રણાલીઓની સમીક્ષા કરવા માટે યોગ્ય પગલાં લેવા અને જો જરૂરી હોય તો, આદેશના છ મહિનાની અંદર તેમને ફરીથી પ્રમાણિત કરવાનો નિર્દેશ આપ્યો.

Donald-Trump2
loksatta.com

એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ ચૂંટણીના દિવસે મતદાન થાય તે પહેલાં ટપાલ દ્વારા મતપત્રો પ્રાપ્ત થવા જોઈએ અને રાજ્યોએ તે સમયમર્યાદાનું પાલન કરવું જોઈએ. આમાં માર્ગદર્શન શામેલ હશે કે, મતદાન પ્રણાલીઓએ ગણતરી પ્રક્રિયામાં બારકોડ અથવા QR કોડનો ઉપયોગ કરતા મતપત્રો પર આધાર રાખવો જોઈએ નહીં.

ડોનાલ્ડના આદેશથી વિદેશી નાગરિકોને US ચૂંટણીઓમાં દાન આપવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, 'વિદેશી નાગરિકો અને બિન-સરકારી સંસ્થાઓએ કાયદામાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કર્યો છે અને લાખો ડૉલરનું દાન કર્યું છે. આપણી ચૂંટણી પ્રક્રિયામાં આ પ્રકારની વિદેશી દખલગીરી અમેરિકન નાગરિકોના મતદાન કરવાના અને તેમના પ્રજાસત્તાકનું સંચાલન કરવાના અધિકારને નબળી પાડે છે.'

Donald-Trump3
pbs.org

ટ્રમ્પે કહ્યું, 'જર્મની અને કેનેડામાં મત ગણતરી માટે કાગળના મતપત્રોની જરૂર પડે છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમાં ઘણીવાર મૂળભૂત સુરક્ષાનો અભાવ હોય છે.' ડોનાલ્ડ ટ્રમ્પના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ડેનમાર્ક અને સ્વીડન જેવા દેશો સમજદારીપૂર્વક એવા લોકો માટે ટપાલ દ્વારા મતદાન મર્યાદિત કરે છે જેઓ રૂબરૂ મતદાન કરી શકતા નથી, તેઓ પોસ્ટેજ સ્ટેમ્પ તારીખને ધ્યાનમાં લીધા વિના, મોડા પહોંચેલા મતદાનપત્રની ગણતરી કરતા નથી. જ્યારે, ઘણી US ચૂંટણીઓમાં હવે મોટા પ્રમાણમાં ટપાલ દ્વારા મતદાનનો સમાવેશ થાય છે, જેમાં ઘણા અધિકારીઓ પોસ્ટ ન કરાયેલા મતપત્રો અથવા ચૂંટણીના દિવસ પછી ઘણા સમય પછી પ્રાપ્ત થયેલા મતપત્રો સ્વીકારે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, 'અમેરિકન નાગરિકોને તેમના મતોની ગણતરી યોગ્ય રીતે અને છેડછાડ વિના કરાવવાનો અધિકાર છે. ચૂંટણીઓ પ્રામાણિક અને જનતાના વિશ્વાસને લાયક હોવી જોઈએ.'

Related Posts

Top News

રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Entertainment 
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

SBI ધોનીને વર્ષે 6 કરોડ અને અભિષેકને મહિને 19 લાખ કેમ આપે છે

દેશની સૌથી મોટી સરકારી માલિકીની, અગ્રણી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના 50 કરોડથી વધુ ગ્રાહકો...
Business 
SBI ધોનીને વર્ષે 6 કરોડ અને અભિષેકને મહિને 19 લાખ કેમ આપે છે

રુતુરાજ તો નામનો કેપ્ટન, ધોની જ બધા નિર્ણયો લે છે... લાગેલા આરોપો પર માહીની સ્પષ્ટતા

મહેન્દ્ર સિંહ ધોનીએ એ આરોપોને ફગાવી દીધા કે, રુતુરાજ ગાયકવાડ ફક્ત નામનો કેપ્ટન છે, ચેન્નાઈ સુપર કિંગ્સના બધા...
Sports 
રુતુરાજ તો નામનો કેપ્ટન, ધોની જ બધા નિર્ણયો લે છે... લાગેલા આરોપો પર માહીની સ્પષ્ટતા

સલમાનની સિકંદર જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ, નહિતર પસ્તાશો

સલમાન ખાન લાંબા સમયથી ઈદ પર રિલીઝ થતી ફિલ્મોમાં પ્રભુત્વ ધરાવે છે. દર વર્ષે ઈદના અવસર પર, તે પોતાના...
Entertainment 
સલમાનની સિકંદર જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ, નહિતર પસ્તાશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.