ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની વાતની શરૂઆત મજાકના રૂપમાં થઇ હતી. ડિસેમ્બર 2024માં ડોનાલ્ડ ટ્રમ્પે તત્કાલિન વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને કહ્યું હતું કે, કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવી દેવું જોઈએ. જો કે, 3 મહિના બાદ, આ મજાક બીજા ટ્રમ્પ પ્રશાસન માટે અમેરિકન વિદેશ નીતિનું લક્ષ્ય બની ગયું છે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર વધારાનો ટેરિફ લગાવી દીધો છે, ત્યારબાદ બંને દેશો વચ્ચેનો વિવાદ હજી વધી ગયો.

King-Charles
parade.com

ટ્રમ્પની ધમકીને લઇને કેનેડાની સંસદે સર્વસંમતિથી કહ્યું કે, કેનેડા વેચાણ માટે નથી. જો કે કેનેડાના રાષ્ટ્રાધ્યક્ષ કિંગ ચાર્લ્સે આ મામલે અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યું નથી. છેલ્લા ઘણા અઠવાડિયાથી લોકો ટ્રમ્પના મામલે રાષ્ટ્રાધ્યક્ષના નિવેદનની રાહ જોઈ રહ્યા છે. જો કે કેનેડાના રાષ્ટ્રાધ્યક્ષ કિંગ ચાર્લ્સ આ મામલે ઈશારાના માધ્યમથી કેનેડાને મજબૂત કરી રહ્યા છે.

રાજા ચાર્લ્સે કેમ ન આપ્યું સ્પષ્ટ નિવેદન?

બ્રિટન વર્ષ 1689થી સંવૈધાનિક રાજતંત્ર રહ્યું છે. જેના બ્રિટિશ સામ્રાજ્યના રાજા તેના મુખિયા હોય છે, પરંતુ દેશની સત્તાની લગામ વડાપ્રધાનના હાથોમાં હોય છે. એવામાં, રાષ્ટ્રાધ્યક્ષ કોઈ પણ દેશની રાજનીતિમાં સીધા હસ્તક્ષેપ કે ટિપ્પણી કરી શકતા નથી, કારણ કે તેમણે તટસ્થ રહેવાનું હોય છે.

Mark-Carney1
hindustantimes.com

એવામાં સંવૈધાનિક રાજાતંત્રના મુખિયા કિંગ ચાર્લ્સ પોતાની સંસદીય મર્યાદાથી બંધાયેલા છે. આ અંતર્ગત તેઓ પોતાની રાજતાંત્રિક સત્તાની અંદર પોતાના તમામ વડાપ્રધાનો પાસેથી સલાહ લીધા વિના કોઈ પ્રતિક્રિયા આપી નહીં આપી શકે અને ન તો કોઈ કામ કરી શકે છે. તેનો સીધો અર્થ એ છે કે કેનેડાના રાષ્ટ્રાધ્યક્ષ અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ બાબતે ઓટાવાથી લીલી ઝંડી વિના કોઈ રાજનીતિક નિવેદન આપી શકતા નથી.

Related Posts

Top News

લાડકી બહેનોના મનમાં શિંદે અત્યારે પણ મુખ્યમંત્રી છે, શિવસેનાના નેતાના નિવેદનથી મચ્યો હાહાકાર

વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને મળેલી મોટી સફળતાનો સૌથી મોટો શ્રેય મુખ્યમંત્રી લાડકી બહેન યોજનાને આપવામાં આવી રહ્યો છે. જ્યારે મહાયુતિ સરકાર...
National  Politics 
લાડકી બહેનોના મનમાં શિંદે અત્યારે પણ મુખ્યમંત્રી છે, શિવસેનાના નેતાના નિવેદનથી મચ્યો હાહાકાર

બેંગકોકમાં ભૂકંપ: ગુજરાતી પરિવારોની સ્થિતિ શું છે?

મ્યાનમારમાં ભૂંકપની મોટી અસર પડી છે અને ભારે તબાહી મચી છે તેની સાથે થાઇલેન્ડ, બાંગ્લાદેશ,    દક્ષિણ પશ્ચિમ ચીન...
World 
બેંગકોકમાં ભૂકંપ: ગુજરાતી પરિવારોની સ્થિતિ શું છે?

ચૈત્રી નવરાત્રી: ભક્તિ અને શક્તિનો પવિત્ર સંગમ

આજે ચૈત્રી નવરાત્રીનો પવિત્ર પ્રારંભ થઈ રહ્યો છે. આ નવ દિવસોનો તહેવાર ભારતીય હિન્દુ સંસ્કૃતિનું એક અમૂલ્ય રત્ન છે જે...
Astro and Religion 
ચૈત્રી નવરાત્રી: ભક્તિ અને શક્તિનો પવિત્ર સંગમ

સુરક્ષા કારણોસર IPLનું શિડ્યુલ બદલાયું, KKR vs LSG મેચ 6 એપ્રિલને બદલે હવે યોજાશે આ દિવસે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL મેચના શેડ્યુલમાં ફેરફાર કર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે લીગની 19મી...
Sports 
સુરક્ષા કારણોસર IPLનું શિડ્યુલ બદલાયું, KKR vs LSG મેચ 6 એપ્રિલને બદલે હવે યોજાશે આ દિવસે
Copyright (c) Khabarchhe All Rights Reserved.