- Kutchh
- ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતી 5 બેઠકો પર ભાજપની ચિંતા વધી, નેતાઓને મોકલ્યા
ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતી 5 બેઠકો પર ભાજપની ચિંતા વધી, નેતાઓને મોકલ્યા

પરષોત્તમ રૂપાલાએ રાજકોટની એક સભામાં 23 માર્ચ 2024ના દિવસે એક નિવેદન કરેલું જેને કારણે ક્ષત્રિય સમાજમાં નારાજગી છે એ વાતને આજે એક મહિનો પુરો થયો છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજની અનેક વખત માફી માંગી છે, ભાજપે પણ ડેમેજ કંટ્રોલ કરવાના અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત થતો નથી. હવે ભાજપને લાગી રહ્યું છે કે આ નારાજગીને કારણે ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતી રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્ર નગર અને કચ્છની બેઠકો પર અસર પડી શકે છે.
ભાજપે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે હર્ષ સંઘવી અને ભાજપના ગુજરાતનમા મહામંત્રી રત્નાકરને તાબડતોબ સૌરાષ્ટ્ર-કચ્છની આ 5 બેઠકો પર મોકલ્યા છે. હર્ષ સંઘવી અને રત્નાકર રાજકોટ, ભાવનનગર,જામનગર, ભૂજ ગયા હતા અને ભાજપના જે ક્ષત્રિય સમાજના નેતાઓ છે તેમની સાથે બેઠક કરી હતી. સંઘવી અને રત્નાકરે ક્ષત્રિય નેતાઓને કહ્યું હતું કે, સમાજથી દુર જવાને બદલે સમાજની વચ્ચે જઇને તેમને સમજાવો કે રૂપાલાએ માફી માંગી લીધી છે અને દેશના વિકાસ માટે ક્ષત્રિય સમાજ ભાજપને સહયોગ આપે.
Related Posts
Top News
ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ
ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ
Opinion
