- Gujarat
- સુરતની શિવશક્તિ માર્કેટમાં આગને કાબુમાં લેવામાં 30 કલાક કેમ થયા?
સુરતની શિવશક્તિ માર્કેટમાં આગને કાબુમાં લેવામાં 30 કલાક કેમ થયા?

સુરતની શિવશક્તિ ટેક્સટાઇલમ માર્કેટમાં આગને કંટ્રોલ કરવામાં 30 કલાક થયા, ત્યારે લોકોના મનમા સવાલ છે કે એક માર્કેટમાં લાગેલી આગને ઠારવામાં આટલો બધો સમય કેમ ગયો? આ બાબતે અમે સુરત ફાયરના અધિકારી ક્રિષ્ણા મોડની સાથે વાત કરી હતી, તેમણે કહ્યું કે, શિવશક્તિ માર્કેટમાં કુલ 854 જેટલી દુકાનો છે અને તેમાંથી લગભગ 200 જેટલી દુકાનો સાવ બળીને ખાખ થઇ ગઇ છે. ફાયરના જવાનોએ એક એક દુકાનમાં જઇને ચેક કરવાનું હતુ કે, કોઇ માણસ અંદર ફસાયો તો નથી ને. ઉપરાંત દુકાનમાં માલ એટલો ભરેલો હતો શટલ જામ હતા જે તોડવામાં સમય ગયો. ઉપરાંત માર્કેટની સ્ટ્રકચર એટલું નબળું છે કે ફાયર બ્રિગેડના જવાનો માટે જીવનું જોખમ હતું. પોલીયેસ્ટર, યાર્ન જેવી પેટ્રોલિયમ પ્રોડક્ટ હોવાને કારણે આગ વધારે વિકરાળ બનતી હતી. આગની 1000 હીટની ડીગ્રી હતી અને રેડિયેશનનું પણ જોખમ હતું. આ બધા કારણોને લીધે આગને કાબુમાં લેતા સમય લાગ્યો.
Related Posts
Top News
કોકા-કોલાએ સોફ્ટ ડ્રીંકનું વેચાણ ઘટાડીને આ બિઝનેસ પર ફોકસ કર્યું
મોદી સરકાર સફળ રહી... વક્ફ સંશોધન બિલ લોકસભામાં મંજૂર
ટ્રમ્પના ટેરિફ પહેલા શેરબજાર જોરદાર તેજી સાથે બંધ, કેટલાક શેર 20 ટકા તો કેટલાક 10 ટકા વધ્યા
Opinion
-copy.jpg)