- Business
- દિલ્હીની વડા પાવ ગર્લ ચંદ્રિકા મહિને 12 લાખ રૂપિયાની કમાણી કરે છે
દિલ્હીની વડા પાવ ગર્લ ચંદ્રિકા મહિને 12 લાખ રૂપિયાની કમાણી કરે છે

બિગબોસ OTT સિઝન-3માં સામેલ થયેલી દિલ્હીની વડા પાવ ગર્લ નામથી જાણીતી ચંદ્રિકા દિક્ષીતે શોમાં સ્પષ્ટતા કરી કે તે વડા પાવના બિઝનેસમાં રોજના 40,000 રૂપિયાની કમાણી કરે છે. મતલબ કે મહિને તે 12 લાખ રૂપિયાની કમાણી કરે છે.
દિલ્હીના સૈનિક વિહાર વિસ્તારમાં વર્ષ 2022માં વડા પાવની લારી શરૂ કરનાર ચંદ્રિકા દિક્ષીતની જિંદગીમાં અનેક સંઘર્ષો આવ્યા. ઇંદોરમાં રહેતી ચંદ્રિકાએ નાનપણમાં જ તેણીએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવી દીધી હતી અને નાનીના ઘરમાં રહીને મોટી થઇ.
આજીવિકા માટે દિલ્હી આવી હતી અને હલ્દીરામમાં નોકરી કરતી હતી એ પછી યુગમ નામના યુવાન સાથે તેના લગ્ન થયા. એક વર્ષનો દીકરા રૂદ્રાક્ષને જ્યારે ડેંગ્યું થયો ત્યારે પતિ-પત્ની બંનેએ નોકરી છોડીને દિલ્હીમાં વડા પાવની લારી શરૂ કરી હતી. એક બ્લોગરના વીડિયોને કારણે ચંદ્રિકા રાતોરાત ફેમસ થઇ ગઇ અને તેની લારી પર લાઇનો લાગવા માંડી. એ પછી ચંદ્રિકાએ 70 લાખ રૂપિયાની કાર ખરીદી અને પિતમપરા વિસ્તારમાં પોતાની વડા પાની દુકાન પણ શરૂ કરી.
Related Posts
Top News
ગુજરાતમાં યુવાનો હવે ચાલતી ગાડીમાં જ ડ્રગ્સ અને દારૂની મહેફિલો માણે છે
અઠવાડિયામાં 80-90 કલાક કામ કરવું પડશે, નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંત
'જાતિ ખબર ન પડે તે માટે યુનિફોર્મ પર અટક ન લખો', SPએ આ આદેશ કેમ આપ્યો?
Opinion
27.jpg)