તમારા માટે જે સદભાવના રાખે એમના માટે તમારે પણ સદભાવના રાખવી જરૂરી છે

(ઉત્કર્ષ પટેલ)

“તમારા માટે જે સદભાવના રાખે એમના માટે તમારે પણ સદભાવના રાખવી જરૂરી છે.” આ વાક્ય એક સરળ પણ અગત્યના સત્યને છતું કરે છે. સદભાવના એટલે માત્ર શબ્દોનું સુંદર ગઠન નથી પરંતુ એક એવી ભાવના છે જે માનવીય સંબંધોને મજબૂત બનાવે છે, સમાજને એકતાના સૂત્રમાં બાંધે છે અને જીવનને અર્થપૂર્ણ પણ બનાવે છે. જીવન હોય કે રાજકારણ સદભાવના વિના વિશ્વાસનું નિર્માણ શક્ય નથી. પરંતુ આ સદભાવના એકતરફી ન હોય એ પણ એટલું જ મહત્ત્વનું છે. સમજવાનો કરીએ કે સદભાવના કેવી રીતે આપણા સમાજને નવી દિશા આપી શકે છે.

સદભાવના એટલે શું? શું તે માત્ર બીજાને મદદ કરવાની ઈચ્છા છે? કે પછી તે એક એવી ભાવના છે જે વિના શરતે સમર્પિત હોય? સદભાવના એટલે હૃદયની અંતરની ઉદારતા જેમાં સ્વાર્થને કોઈ સ્થાન નથી. તે એવી ઊર્જા છે જે વ્યક્તિને નાનામોટા ભેદભાવથી ઉપર ઉઠાવે છે અને સમાજના દરેક વર્ગને એક સમાન દૃષ્ટિએ જોવાની પ્રેરણા આપે છે. જ્યારે આપણે કોઈ માટે સદભાવના રાખીએ છીએ ત્યારે આપણે તેમના પ્રત્યે આદર, સહાનુભૂતિની ભાવના દર્શાવીએ છીએ. પરંતુ જો આ ભાવના પરસ્પર ન હોય તો તેનું મૂલ્ય અધૂરું રહે છે.

05

આપણા જીવનમાં સદભાવનાનું મહત્ત્વ:

જીવન એક યાત્રા છે જેમાં આપણે અનેક લોકો સાથે જીવીએ છીએ. કુટુંબ, મિત્રો, સમાજ અને સાથીદારો... આ બધા સાથેના સંબંધો સદભાવના પર ટકે છે. જ્યારે આપણે બીજા માટે સારું ઈચ્છીએ છીએ ત્યારે આપણે પોતાની અંદર પણ શાંતિ અને સંતોષનો અનુભવ કરીએ છીએ. એક નાનકડું ઉદાહરણ જોઈએ: જો તમે તમારા પડોશીને મદદ કરો અને તે તમારો આભાર માને અને તમારી વચ્ચે વિશ્વાસનો એક દોર બંધાય છે. પરંતુ જો તેમની પાસેથી માત્ર ઉપેક્ષા જ મળે તો તેમના માટેની તમારી સદભાવના નબળી પડવા લાગે છે. આથી જ સદભાવના દબંને બાજુ હોવી જરૂરી છે. તે એક પુલ છે જે બંને છેડેથી મજબૂત હોવો જોઈએ.

રાજકારણમાં સદભાવનાનું મહત્ત્વ:

રાજકારણમાં સદભાવનાની ભૂમિકા અનેરી છે. આજના સમયમાં જ્યાં રાજકીય પક્ષો વચ્ચે વિવાદ અને ટીકાઓનું વાતાવરણ રહે છે ત્યાં સદભાવનાથી પ્રેરણાદાયી પરિવર્તન લાવી શકાય છે. નેતાઓ જો જનતા પ્રત્યે સાચી સદભાવના રાખે અને જનતા પણ તેમના પર ભરોસો કરે તો સમાજની પ્રગતિ ઝડપી બને છે. ગુજરાતના ઈતિહાસમાં આપણે અનેક ઉદાહરણો જોયા છે જ્યાં નેતાઓએ સદભાવના સાથે કામ કરીને નવી ઊંચાઈઓ સર કરી હોય પરંતુ જો આ સદભાવના માત્ર દેખાડો બની રહે તો તેનો કોઈ અર્થ નથી. રાજકારણમાં સદભાવના એટલે જનતાની સેવા અને તેમની સમસ્યાઓનું સમાધાન અને તેમના હિતને પ્રાથમિકતા આપવી.

02

સમાજમાં સદભાવનાની જરૂરિયાત:

આજના સમાજમાં જાતિ, ધર્મ, ભાષા અને આર્થિક સ્થિતિના ભેદભાવ હજુ પણ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં સદભાવના એક એવો રસ્તો છે જે આ ખાઈને દૂર કરી શકે છે. જ્યારે આપણે બીજાના દુઃખને સમજીએ તેમની સફળતામાં આનંદ મેળવીએ અને તેમની સાથે મળીને આગળ વધવાનો પ્રયાસ કરીએ ત્યારે સમાજમાં એકતા અને સમૃદ્ધિનું નિર્માણ થાય છે. ગુજરાતના ગામડાઓમાં આપણે આનું જીવંત ઉદાહરણ જોઈ શકીએ છીએ જ્યાં લોકો એકબીજાની મદદ માટે હંમેશા તૈયાર હોય છે પછી ભલે તે ખેતીનું કામ હોય કે કોઈ મુશ્કેલીનો સમય.

સદભાવના કેવી રીતે ટકાવવી?

સદભાવના રાખવી સરળ છે પરંતુ તેને ટકાવવી એ એક મહેનત માંગતો વિષય છે. આ માટે સૌથી પહેલાં આપણે પોતાની અંદર સ્વાર્થ અને અહંકારને દૂર કરવો પડે. બીજું કે આપણે બીજાની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ત્રીજું કે સદભાવના એકતરફી ન રહે તે માટે હકારાત્મક વાતચીતની જરૂર છે. જો આપણે બીજા પાસેથી પણ સદભાવનાની અપેક્ષા રાખીએ તો આપણે પોતે પણ તેનું ઉદાહરણ બનવું પડે. નાના પગલાંઓથી શરૂઆત કરી શકાય. એક સ્મિત, એક મદદનો હાથ અથવા એક સકારાત્મક વિચાર આ બધું મળીને મોટું પરિવર્તન લાવી શકે છે.સદભાવના એ માત્ર એક વિચાર નથી પરંતુ તે એક ભગીરથ કાર્ય છે.

01

વાસ્તવિક રીતે સમજીએ અને અનુભવીએ તો...

સદભાવના એ જીવનનો આધાર છે, સમાજની શક્તિ છે અને રાજકારણની સફળતા છે. તે એક એવી ભાવના છે જે આપણને સાચા અર્થમાં માનવ બનાવે છે.

(આ વિચાર લેખકનું વ્યક્તિગત મંતવ્ય છે)

Related Posts

Top News

‘તમારી પત્ની પાકિસ્તાનથી..’, CM સરમાએ કોંગ્રેસના સાંસદને કેમ આપ્યું 10 સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ?

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનનો મુદ્દો ફરી એકવાર ગરમાઈ ગયો છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ટ્વીટથી હોબાળો મચી...
Politics 
‘તમારી પત્ની પાકિસ્તાનથી..’, CM સરમાએ કોંગ્રેસના સાંસદને કેમ આપ્યું 10 સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ?

NCERT પુસ્તકમાંથી દૂર કરાયા મુઘલો અને દિલ્હી સલ્તનત પરના પ્રકરણ, મહાકુંભને મળ્યું સ્થાન

દિલ્હીના NCERT ના નવા પાઠ્યપુસ્તકોમાં, ધોરણ 7 ના પુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે. આ ફેરફારો...
Education 
NCERT પુસ્તકમાંથી દૂર કરાયા મુઘલો અને દિલ્હી સલ્તનત પરના પ્રકરણ, મહાકુંભને મળ્યું સ્થાન

આ કારણે લંડન શિફ્ટ થવા માગે છે અનુષ્કા, માધુરી દિક્ષિતના પતિએ કર્યો ખુલાસો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી છેલ્લા કેટલાક દિવસોથી લંડનમાં રહે છે. એટલું જ નહીં, બંને અહીં પર્મનેન્ટલી સેટલ થવાની...
Entertainment 
આ કારણે લંડન શિફ્ટ થવા માગે છે અનુષ્કા, માધુરી દિક્ષિતના પતિએ કર્યો ખુલાસો

હાઈકોર્ટે જજને 3 મહિનાની તાલીમ માટે મોકલ્યા, કહ્યું- ચુકાદો લખવા માટે યોગ્ય નથી

અલ્હાબાદ હાઈકોર્ટે ન્યાયિક અધિકારી પાસે ચુકાદો લખવાની ક્ષમતા ન હોવાના મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ત્યાર પછી હાઈકોર્ટે કાનપુર નગરના એડિશનલ...
National 
હાઈકોર્ટે જજને 3 મહિનાની તાલીમ માટે મોકલ્યા, કહ્યું- ચુકાદો લખવા માટે યોગ્ય નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.