- Business
- અંબાણીને 1 લાખ કરોડનું નુકસાન છતા નંબર 1 ધનિક, અદાણીને 1 લાખ કરોડનો ફાયદો છતા...
અંબાણીને 1 લાખ કરોડનું નુકસાન છતા નંબર 1 ધનિક, અદાણીને 1 લાખ કરોડનો ફાયદો છતા...

ગયા વર્ષે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં, મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, હુરુન ઇન્ડિયાએ ધનિક લોકોની નવી યાદી બહાર પાડી છે. આમાં, અંબાણી વિશ્વના 10 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. તેઓ હવે વિશ્વમાં 18મા ક્રમે છે. જોકે, ભારતમાં અંબાણીનું વર્ચસ્વ અકબંધ છે. અહીં તે ટોચ પર છે.

છેલ્લા એક વર્ષમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ઉર્જા અને છૂટક વ્યવસાયોમાં નબળા પ્રદર્શનનો સામનો કરી રહી છે. હકીકતમાં, વેચાણમાં ધીમી વૃદ્ધિ અને દેવા અંગે રોકાણકારોની ચિંતાઓએ જૂથની સમસ્યાઓમાં વધારો કર્યો છે. હાલમાં, અંબાણી પરિવાર પાસે 8.6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગયા વર્ષની સરખામણીમાં, તેમની સંપત્તિમાં લગભગ 13 ટકા એટલે કે 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
બીજી તરફ, ગૌતમ અદાણી ભારતના સૌથી ધનિક લોકોમાં બીજા ક્રમે છે. અદાણીની સંપત્તિમાં 13 ટકાનો વધારો થયો છે, જેની સાથે તેઓ વિશ્વ રેન્કિંગમાં પણ કૂદકો મારીને 27મા ક્રમે પહોંચી ગયા છે. અદાણી પરિવાર પાસે કુલ 8.4 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

HCLની રોશની નાદર 3.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પ્રથમ વખત યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેમના પિતા શિવ નાદરે ઉત્તરાધિકાર યોજનાના ભાગ રૂપે HCLમાં 47 ટકા હિસ્સો તેમને સોંપ્યો હતો. ભારતના ટોચના 10 ધનિકોમાં તે એકમાત્ર મહિલા છે. દિલીપ સંઘવીની સંપત્તિ 21 ટકા વધીને 2.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. આ સાથે, તેઓ ભારતના અમીર લોકોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયા છે.

વિપ્રોના અઝીઝ પ્રેમજી અને પરિવારની કુલ સંપત્તિ 2.2 લાખ કરોડ રૂપિયા છે. તે અમીર લોકોની યાદીમાં પાંચમા ક્રમે છે. છઠ્ઠા નંબર પર સાયરસ પૂનાવાલા છે, જેમની સંપત્તિ 2 લાખ કરોડ રૂપિયા છે. 1.6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે નીરજ બજાજ 8મા સ્થાને છે. RJ કોર્પના રવિ જયપુરિયાની સંપત્તિમાં 7 ટકાનો વધારો થયો છે. તેઓ 1.4 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે નવમા ક્રમે છે.

આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વૈશ્વિક સ્તરે અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં ભારત ત્રીજા સ્થાને આવી ગયું છે. અહીં અબજોપતિઓની સંખ્યા 2023માં 165 હતી જે 2024માં વધીને 191 થઈ ગઈ છે. અમેરિકામાં અબજોપતિઓની સૌથી વધુ સંખ્યા, 870 છે. અહીં નવી યાદીમાં 96 નવા લોકોને સામેલ કરવામાં આવ્યા છે. સતત બીજા વર્ષે, ન્યુ યોર્ક શહેરમાં અબજોપતિઓની સંખ્યા સૌથી વધુ 129 છે. ભારતીય અબજોપતિઓની સંપત્તિ વધીને 950 બિલિયન ડૉલર થઈ ગઈ છે. આ બાબતમાં ભારત ફક્ત અમેરિકા અને ચીનથી પાછળ છે.
About The Author
Top News
આ આપણું ભારત છે, હિન્દુઓની મુસ્લિમો પર ફૂલ વર્ષા
રાજ ઠાકરે બોલ્યા- ‘ઔરંગઝેબ ગુજરાતમાં જન્મ્યો. શિવાજી મહારાજ એક..’
LPG, UPIથી લઈને ટોલ ટેક્સ... 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે આ 10 મોટા ફેરફારો
Opinion
