- Business
- ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથોરાઇઝેશન સ્કીમને મંજૂરી, ઉદ્યોગને શું ફાયદો થશે?
ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથોરાઇઝેશન સ્કીમને મંજૂરી, ઉદ્યોગને શું ફાયદો થશે?

છેલ્લાં 2 વર્ષથી મંદીનો માર ખાઇ રહેલા ડાયમંડ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર મળ્યા છે. મોડે મોડે આખરે કેન્દ્ર સરકારે ઉદ્યોગની લોકોની માંગણી સ્વીકારી છે.
કેન્દ્ર સરકારે ડાયમંડ ઇમપ્રેસ્ટ ઓથોરાઇઝેશન સ્કીમને મંજૂરી આપી છે, જેનો 1 એપ્રિલ 2025થી અમલ થશે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC)ના ચેરમેન વિપુલ શાહે કહ્યું કે, આ યોજના આમ તો વર્ષ 2010 વખતે હતી, પરંતુ તેને રદ કરી દેવામાં આવી હતી. અમે સરકાર પાસે વારંવાર માંગણી કરી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેને કારણે ડાયમંડ ઉદ્યોગને મોટો ફાયદો થશે.
GJEPCના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકીયાએ કહ્યું કે, અત્યાર સુધી એવું હતું કે, કોઇ ડાયમંડ ઉદ્યોગકારે પોલિશ્ડ ડાયમંડની નિકાસ કરી હોય અને તેમાં જો કેટલાંક ડાયમંડ રિજેક્ટ થયા હોય અને તે પાછા ભારત આવે તો આયાત ડ્યુટી લાગતી હતી. હવે સરકારે કહ્યું છે કે, 15 મિલિયન ડોલરની ઉપર જેમની નિકાસ હોય તેમને આવા ડાયમંડ પાછા મંગાવવા માટે 5 ટકા સુધી આયાત ડ્યુટી નહી લાગશે.
Related Posts
Top News
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો
Opinion
