- Gujarat
- હેમંત કુમાર હસમુખ લાલ વકીલના પરિવાર દ્વારા પ્રસ્તૂત નાટક ગમન નો ગોટાળો
હેમંત કુમાર હસમુખ લાલ વકીલના પરિવાર દ્વારા પ્રસ્તૂત નાટક ગમન નો ગોટાળો

આ એક સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક હાસ્ય નાટિકા છે. ગમન નાના મોટા વ્યાજ વટાવના ધંધાથી ગમે તે રીતે લોકોની જમીન દાગીના વગેરે પચાવી પાડી અમીર બને છે. તેને સતત યેન કેન પ્રકારે કરોડપતિ બનવાના કોડ છે. મગન ગભરુ અને સામાન્ય બેન્કમાં નોકરી કરતો તેનો ખાસ મિત્ર છે. અને સતત તેની ચિંતા સેવતો ગભરાયા કરે છે. અને વિવિધ ગોટાળા કરતો ગમન અચાનક પોતે ગોટાળે ચડે છે તેની હાસ્ય પ્રસ્તુતિ અહીં વેધક રીતે રજૂ થઈ લોક જાગૃતિનું માધ્યમ બની સંદેશો આપે છે. આ નાટકનું કથાબીજ ડૉ.સ્નેહલ હેમંત કુમાર વકીલના દ્વારા આપવામાં આવ્યું છે જે આશરે 25 વર્ષથી સાયબર સિક્યુરિટી સાથે સંકળાયેલ છે. અને તમને નેશનલ તથા ઇન્ટરનેશનલ લૉ એન્ફોરસિમેન્ટ એજન્સીસને ટ્રેનિંગ આપી છે અને સાયબર કેસેસ સોલ્વ કરવામાં મદદ કરી છે. નાટકના અંતમાં ડો. વકીલનાના જણાવ્યા મુજબ વિશ્વમાં ૧૦.૫ ટ્રિલિયન USDનું વાર્ષિક નુકસાન સાયબર ક્રાઈમથી થાય છે તથા ખાલી ભારતમાં રોજના ૭૦૦૦ સાયબર ક્રાઇમ કોમ્પલેન નોંધાય છે. ગુજરાતની વાત કરીએ તો ૨૦૨૪ લગભગ રુપિયા ૨૮૫. ૭૨ કરોડ ક્રિમિનલના બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા તથા ૧૦૮.૦૮ કરોડ વિક્ટિમને રિફંડ આપવામાં આવ્યા હતા. તથા સોશિયલ મીડિયામાં આપણે પાસવર્ડમાં હંમેશા એક સ્પેસ એડ કરાવી જોઈએ અને આપણી પાસે બચાવ માટે ૩ ચાવી છે સિક્યુરિટી એટલે મીનીમમ ટુ સ્ટેપ વર્ફીવિકેશન, પ્રાઈવસી જેમાં આપણે ચેક કરી શકીએ કે આપણા એકાઉન્ટમાં કયા ડીવાઈસથી લોગીન કરવામાં આવ્યું છે અને રિપોર્ટિંગ જેમાં અગર કોઈ પ્રોબ્લેમ હોઈ તો આપણે ડેવલપર્સ તથાં બેંકને રીપોર્ટ કરીએ અને ૧૯૩૦ અથવા www.cybercrime.gov.in પર કોમ્પલેન કરીયે.
હેમંત કુમાર હસમુખ લાલ વકીલના પરિવાર દ્વારા પ્રસ્તૂત નાટક ગમન નો ગોટાળો. આ નાટક સુરત પર્ફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિયેશનના થિયેટર કાફે તરફથી 2 માર્ચ 2025ના રોજ ભજવાયું હતું.

કથા બીજ : ડૉ. સ્નેહલ હેમંતકુમાર વકીલના ( ઇન્ટરનેશનલ સાયબર લોયર, ડેટા પ્રોટેક્શન એન્ડ એ આઈ સ્પેશિયલ્સ્ટ)
લેખન દિગ્દર્શન: ભાવનાબેન હેમંતકુમાર વકીલના
સહ લેખન : પીયૂષ ભટ્ટ
પાત્રો : ગમન : યશ ઉપાધ્યાય
મગન : પીયૂષ ભટ્ટ_
ચમન : દેવ આઠવલે
રેવાબેન : ભાવના વકીલના
મોંઘીબેન : શ્વેતા ચૌહાણ
મહિમા મારફતિયા : ડૉ. પ્રિયલ શુક્લ
ACP : ડૉ. સ્નેહલ વકીલના
Related Posts
Top News
બ્લેક મંડે: કોવિડ પછી બજારમાં સૌથી મોટી તબાહી, સેન્સેક્સ 3914 અને નિફ્ટી 1146 પોઈન્ટ તૂટ્યો
આ ટાપુ દેશ 91 લાખમાં વેચી રહ્યો છે સીટિઝનશીપ, જાણી લો કારણ
PM મોદીના પ્રાઇવેટ સેક્રેટરી બનેલા નિધી કેટલું ભણેલા છે?
Opinion
-copy7.jpg)