- Business
- બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા ઉપાડો છો. તો આ તમારા માટે ઉપયોગી સમાચાર બનશે. ખરેખર, હવે ATMમાંથી પૈસા ઉપાડતી વખતે, તમારા ખાતામાંથી ચાર્જ વસુલવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પૈસા ઉપાડતી વખતે વસૂલવામાં આવતા ચાર્જ અંગે મંજૂરી આપી દીધી છે. આ વધારવામાં આવેલો ચાર્જ 1 મેથી લાગુ થવા જઈ રહ્યો છે.

એવી જાણકારી પ્રાપ્ત થઇ રહી છે કે, 1 મે, 2025થી બદલવામાં આવેલા નિયમો અનુસાર, જો તમે તમારા હોમ બેંક નેટવર્કના કોઈપણ ATMમાંથી રોકડ ઉપાડો છો, તો તેના પર કોઈ ચાર્જ વસુલ કરવામાં આવશે નહીં. આ સિવાય, જો તમે કોઈપણ અન્ય બીજી બેંકના ATMમાંથી રોકડ ઉપાડવાનો કે અન્ય કોઈ વ્યવહાર કરો છો અથવા બેલેન્સ ચેક કરો છો, તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.
આજે પણ RBI ગ્રાહકો પાસેથી ATM ફી વસૂલ કરે છે. જોકે, હાલમાં, અન્ય બેંકોમાંથી રોકડ ઉપાડવા માટે, દરેક વ્યવહાર માટે 17 રૂપિયા ચૂકવવા પડે છે, જે 1 મેથી વધીને 19 રૂપિયા થશે. આ ઉપરાંત, બીજી બેંકના ATMમાંથી બેલેન્સ ચેક કરવા માટે પહેલા 6 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. જે વધારીને રૂ. 7 કરવામાં આવશે.

અહીં તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે, આ ચાર્જ ગ્રાહક પર ત્યારે લાગુ પડે છે જ્યારે તે દર મહિને આપવામાં આવેલી મફત વ્યવહાર મર્યાદા પછી પૈસા ઉપાડે છે. આ માટે, RBIના નિયમો મુજબ, મેટ્રો શહેરોમાં, હોમ બેંક સિવાય, તમે બીજી બેંકના ATMમાંથી ત્રણ મફત વ્યવહારો કરી શકો છો. જ્યારે નોન-મેટ્રો શહેરોમાં, તમે પાંચ મફત વ્યવહારો કરી શકો છો.
ઘણા સમયથી ATMમાંથી પૈસા ઉપાડવા પરના ચાર્જમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. આ માંગ વ્હાઇટ-ટેબલ ATM ઓપરેટરો દ્વારા કરવામાં આવી રહી હતી. આ અંગે તેમણે કહ્યું હતું કે, અન્ય બેંકના ATMમાંથી રોકડ ઉપાડતી વખતે થતો ખર્ચ વધી રહ્યો છે. જેના માટે જૂની ફી ઓછી છે.

આ દરખાસ્તને મંજૂરી મળ્યા પછી નાની બેંકો પર દબાણ વધુ વધવાની શક્યતા છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, મર્યાદિત સંસાધનો હોવા છતાં તેઓ અન્ય બેંકોના ATM પર વધુ નિર્ભર છે. આવી સ્થિતિમાં, જ્યારે ટ્રાન્ઝેક્શન ચાર્જ વધે છે, ત્યારે ગ્રાહકો પર તેની અસર થશે.
Top News
રાજકારણમાં સારાની કિંમત નથી અને ખોટો ફાવી જાય છે
દિલ્હી CM રેખા ગુપ્તાએ પોલીસકર્મીઓને 'ઠુલ્લા' કહ્યા; કેજરીવાલ પર કેસ થયો હતો, હવે BJP શું કરશે
લાડકી બહેનોના મનમાં શિંદે અત્યારે પણ મુખ્યમંત્રી છે, શિવસેનાના નેતાના નિવેદનથી મચ્યો હાહાકાર
Opinion
