ગુજરાત CMOના સંયુક્ત સચિવને પાણીચું, પત્રિકા કાંડમાં ભૂમિકા હોવાની શંકા

On

ગુજરાતમાં  સરકારી અધિકારીઓમાં મોટું માથું ગણાતા એક સચિવને નોકરીમાંથી પાણીચું આપી દેવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. પ્રધાનમંત્રી કાર્યાલયની એક સુચનાથી આ અધિકારીને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં લાંબો સમયથી ફરજ બજાવી રહેલા સંયુક્ત સચિવ પરિમલ શાહની હકાલપટ્ટી કરવામાં આવી છે. પત્રિકા કાંડની આખા સ્કિપ્ટ પરિમાલ શાહના કાર્યાલયમાં જ લખાઇ હોવાની આશંકાએ ગુજરાત સરકારે આકરુ પગલું લીધું છે. જો કે, જાણવા મળેલી વિગત મુજબ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સચિવ સ્તરેથી પરિમાલ શાહને રવાના કરવાની સુચના પછી ગુજરાત સરકારે નિર્ણય લીધો હોવાનું જાણકારોનું કહેવું છે. પરિમાલ શાહના છેડા આણંદના વિવાદાસ્પદ એડિશનલ કલેકટર કેતકી વ્યાસ સાથે હોવાનું પણ સામે આવ્યું હતું.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી પત્રિકા કાંડે આખા ગુજરાતના રાજકારણને અને ખાસ કરીને ભાજપને હચમચાવી નાંખ્યું છે. જાણવા મળેલી વિગત મુજબ પત્રિકા કાંડમાં જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે હવે પત્રિકા કાંડની તપાસ પુરી થઇ છે. પરંતુ એ પછી ચોંકાવનારી એ વાત સામે આવી કે મુખ્યમંત્રી કાર્યાલયના સંયુક્ત સચિવ પરિમલ શાહની ઓફિસમાં જ પત્રિકા કાંડની સ્કિપ્ટ લખવામાં આવી હતી. આવી શંકા અત્યારે વ્યકત કરવામાં આવી રહી છે.

ઉપરાંત તાજેતરમાં આણંદના કલેકટર ડી. એસ. ગઢવીનું સ્ટીંગ ઓપરેશન કરનારા મહિલા એડિશનલ કલેકટર કેતકી વ્યાસના છેડા પણ પરિમલ શાહ સાથે જોડાયેલા છે. પરિમલ શાહને બહારના રસ્તો બતાડ્યા પછી હવે તેમના સ્થાન પર મુખ્યમંત્રી કાર્યાલયમાં  OSD તરીકે ફરજ બજાવતા એ.બી પંચાલને સંયુક્ત સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. પરિમાલ શાહના મુદ્દે એક પણ સરકારી અધિકારી અત્યારે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

(એ.બી.પંચાલ)

પરિમલ શાહની જગ્યાએ આવેલા એ બી પંચાલ માટે એવું કહેવાય છે કે તેઓ બાહોશ અધિકારી છે. મોરબીમાં પુલ તુટવાની ઘટના હોય, કચ્છમાં ભૂંકપ હોનારત હોય કે કોરોના મહામારીના સમયે ઓક્સિજનનની વ્યવસ્થા ગોઠવવાની હોય તો મુખ્યમંત્રી કે નેતાઓના મોંઢે પહેલું નામ એ. બી. પંચાલનું જ આવે.

અરવલ્લીના ઇટડી ગામમાં જન્મેલા એ.બી. પંચાલ તેમના ગામની શાળામાં 7 ધોરણ સુધી ભણ્યા હતા. એ પછી તેમણે આગળનું શિક્ષણ મોડાસા હાઇસ્કુલમાં મેળવ્યુ હતું. એ પછી અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાંથી તેમણે મિકેનિકલ એન્જિનિયરમાં ડિગ્રી મેળવી હતી. એ પછી પંચાલ સરકારી નોકરીમાં જોડાયા હતા.

Related Posts

Top News

ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ

અમેરિકન લેખક અને પત્રકાર ડૉ. નાઓમી વોલ્ફે એક મીડિયા ચેનલના સમારોહમાં તેમના પુસ્તક 'ફાઇઝર પેપર્સ'માંથી તારણો રજૂ...
Science 
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ

ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે, દાયકાઓ અગાઉ ભારત સરકારે 'લુક ઇસ્ટ'ની નીતિ રજૂ કરી...
National 
ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ

ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ

ચૈત્રી નવરાત્રિ એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના માટે સમર્પિત છે. વર્ષ 2025માં...
Astro and Religion 
ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-03-2025 દિવસ: શનિવાર મેષ:  તમારે મની ટ્રાન્સફરની લેવડદેવડ સાવધાનીથી કરવી પડશે.  તમને કોઈપણ સરકારી યોજનામાં રોકાણ કરવાની તક મળશે....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati