પ્રખ્યાત ખગોળ વિજ્ઞાની ડૉ. પંકજ જોશી સાર્વજનિક યુનિવર્સિટીના પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ

21મી ફેબ્રુઆરીએ પદવીદાન સમારોહના આયોજન પહેલા 19 અને 20મી કલ્ચરલ અને કાર્નિવલનું આયોજન

સુરત: દક્ષિણ ગુજરાતની અગ્રણી સાર્વજનિક યુનિવર્સિટીના આગામી પદવીદાન સમારોહમાં દેશના ખ્યાતનામ ખગોળ ભૌતિકશાસ્ત્રી અને કોસ્મોલોજિસ્ટ ડૉ. પંકજ જોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.  આ પદવીદાન સમારોહ તા. 21 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 5.30 કલાકથી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાશે. આ પહેલા 19 અને 20 મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભરત શાહ  જણાવ્યા મુજબ આ વર્ષના પદવીદાન સમારોહમાં જુદા જુદા 37 અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સિસના કુલ 1318 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.  

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે બિનપરંપરાગત એનર્જીના ક્ષેત્રમાં દેશની ખ્યાતનામ કે.પી. ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારૂક પટેલ  અને જાણીતા દાતા અને એમ્પ્રાઇઝ વોયેજર રાજેન શાહ ઉપસ્થિત રહશે 

આ પહેલા 19 અને 20મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન આઠ જેટલી કોલેજોના 8000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ SUMUN એક્ટિવિટી છે. જેમાં વિધાર્થીઓ મોડલ યુનાઈટેડ નેશન રજૂ કરશે એટલે કે પેન ઈન્ડિયામાંથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ વિવિધ વૈશ્વિક વિષયો પર ડીબેટ કરશે અને સોલ્યુશન પણ રજૂ કરશે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 29-03-2025દિવસ: શનિવાર  મેષ: આજનો દિવસ તમારા સન્માનમાં વધારો કરવાનો રહેશે. તમે બિઝનેસ ટ્રિપ પર જવાની પણ યોજના બનાવશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાહુલ હોય કે, CM મમતા બેનર્જી... વિદેશથી વિવાદો લઈને કેમ પાછા ફરે છે?

ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં ભાષણ દરમિયાન CM મમતા બેનર્જીને વિરોધ પ્રદર્શનો અને 'ગો અવે' જેવા નારાઓનો સામનો કરવો...
National 
રાહુલ હોય કે, CM મમતા બેનર્જી... વિદેશથી વિવાદો લઈને કેમ પાછા ફરે છે?

'આ જ કારણસર મેં લખનૌની ઓફર સ્વીકારી', 4 વિકેટ લેનારા ઠાકુરે કર્યો મોટો ખુલાસો

લાખો ચાહકો ગયા વર્ષે આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જ્યારે શાર્દુલ ઠાકુર પર કોઈ ફ્રેન્ચાઇઝીએ બોલી લગાવી નહોતી, પરંતુ જ્યારે નસીબમાં...
Sports 
'આ જ કારણસર મેં લખનૌની ઓફર સ્વીકારી', 4 વિકેટ લેનારા ઠાકુરે કર્યો મોટો ખુલાસો

અંબાણીને 1 લાખ કરોડનું નુકસાન છતા નંબર 1 ધનિક, અદાણીને 1 લાખ કરોડનો ફાયદો છતા...

ગયા વર્ષે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં, મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. મીડિયા...
Business 
અંબાણીને 1 લાખ કરોડનું નુકસાન છતા નંબર 1 ધનિક, અદાણીને 1 લાખ કરોડનો ફાયદો છતા...

Opinion

બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965),  છતાં તેમણે...
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.