ગુજરાત સરકારનો મોટો નિર્ણય, RTE હેઠળ આવક મર્યાદા વધારીને આટલા લાખ રૂપિયા કરી

ગુજરાત સરકારે RTE એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.  અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં RTE પ્રવેશ માટેની આવક મર્યાદા  રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારોમાં રૂ. 1.50 લાખ હતી.  હવે તેને વધારીને 6 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આનો અર્થ એ થયો કે હવે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા માતા-પિતા તેમના બાળકો માટે અરજી કરી શકશે. 

RTE-Admission1
ourvadodara.com

ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ નિર્ણય ગરીબ મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી રાહત હશે.  RTE પ્રવેશ પ્રક્રિયા હજુ ચાલુ છે ત્યારે સરકારે આવક મર્યાદા વધારવાના નિર્ણય સાથે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પણ લંબાવી છે.  વાલીઓ હવે 15મી એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

RTE-Admission
shiksha.com

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ 93 હજારથી વધુ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે.  અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 સીટો પર પ્રવેશ આપવામાં આવશે.  સુરત શહેરની 994 શાળાઓમાં 15,229 સીટો અને ગ્રામ્ય વિસ્તારની 388 શાળાઓમાં 3,913 સીટો ઉપલબ્ધ થશે. 

ગત વર્ષે સુરત શહેરમાં 12,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 4,000થી વધુ સીટો હતી.  વડોદરામાં RTE હેઠળ કુલ 333 શાળાઓમાં 4,800 સીટો પર પ્રવેશ આપવામાં આવશે.  ગયા વર્ષની સરખામણીમાં 1500 સીટોનો વધારો થયો છે.  વર્ષ 2025માં રાજકોટ શહેર અને જિલ્લાની 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકશે.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-04-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. તમે તમારા અટકેલા કામને સંભાળી લેશો અને તેને જ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

લગ્ન પછી દુલ્હન રસગુલ્લા ખાઈને હાથ ધોવાના બહાને પ્રેમી સાથે ભાગી ગઈ

બિહારના મુંગેર જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક પુત્રી લોક લાજ છોડીને તેના લગ્નના દિવસે જ તેના...
National 
લગ્ન પછી દુલ્હન રસગુલ્લા ખાઈને હાથ ધોવાના બહાને પ્રેમી સાથે ભાગી ગઈ

ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી દીધું, પાકિસ્તાન કેમ રાતા પાણીએ રડશે?

પહેલગામની ઘટના પછી ભારત સરકારે સિંધુ જળ સંધિનિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કે ભારતે પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક...
National 
ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી દીધું, પાકિસ્તાન કેમ રાતા પાણીએ રડશે?

રિચ ડેડ પુઅર ડેડના લેખકે જણાવ્યો અમીર બનવાનો નવો ફોર્મ્યૂલા, કહ્યું- મંદીમાં જઈ રહ્યું છે અમેરિકા

પર્સનલ ફાઇનાન્સનું પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ વાંચ્યું જ હશે. વાંચ્યું નહીં હોય, તો નામ તો સાંભળ્યું...
Business 
રિચ ડેડ પુઅર ડેડના લેખકે જણાવ્યો અમીર બનવાનો નવો ફોર્મ્યૂલા, કહ્યું- મંદીમાં જઈ રહ્યું છે અમેરિકા
Copyright (c) Khabarchhe All Rights Reserved.