- Entertainment
- આમીર ખાને સ્વીકાર્યું- ગૌરી સ્પ્રેન્ટને કરી રહ્યો છે ડેટ, જાણો તેના વિશે તમામ માહિતી
આમીર ખાને સ્વીકાર્યું- ગૌરી સ્પ્રેન્ટને કરી રહ્યો છે ડેટ, જાણો તેના વિશે તમામ માહિતી

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આમીર ખાન આ અઠવાડિયે 60 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. પોતાના જન્મદિવસની ઉજવણી માટે આયોજિત એક પાર્ટીમાં તેણે કહ્યું કે તે એક રિલેશનશિપમાં છે.
ગુરુવારે આમીર ખાન પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. આ દરમિયાન, તેણે એક પ્રેસ કોન્ફરન્સમાં તેના જીવન અને ફિલ્મ ઉદ્યોગમાં તેની સફર વિશે ચર્ચા કરી.
આ દરમિયાન તેણે મીડિયાને જણાવ્યું કે, તેની નવી ગર્લફ્રેન્ડનું નામ ગૌરી સ્પ્રેન્ટ છે, જેની સાથે તે 18 મહિનાથી રિલેશનશિપમાં છે.
તેણે પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં ઈશારામાં કહ્યું કે, 'સબંધો મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.'
આમીર ખાન પહેલા પણ બે વાર લગ્ન કરી ચૂક્યા છે. તેણે તેની પહેલી પત્ની રીના દત્તા સાથે છૂટાછેડા લીધા પછી કિરણ રાવ સાથે લગ્ન કર્યા. 2021માં તેણે કિરણ રાવથી છૂટાછેડા લીધા.

તે અને રીના દત્તા 2002માં અલગ થઈ ગયા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે.
2005માં, તેણે ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કિરણ રાવ સાથે લગ્ન કર્યા. 2021માં બંને અલગ થઈ ગયા. આ લગ્નથી તેમને એક પુત્ર છે.
જોકે, આમીર કહે છે કે અલગ થયા પછી પણ બંને વચ્ચે સારી મિત્રતા છે અને બંને સાથે મળીને પોતાના દીકરાનો ઉછેર કરી રહ્યા છે.
'લાપતા લેડીઝ' ફિલ્મ માટે બંનેએ સાથે મળીને કામ પણ કર્યું હતું.
પ્રેસ કોન્ફરન્સમાં, આમીર ખાને ગૌરી સ્પ્રેન્ટનો પરિચય કરાવતા પહેલા તેમની જૂની ફિલ્મ 'લગાન' યાદ કરી અને ઈશારામાં કહ્યું કે, 'ભુવનને તેની ગૌરી મળી ગઈ છે.'
2001માં આવેલી ફિલ્મ 'લગાન'માં મુખ્ય ભૂમિકા આમીર ખાન અને ગ્રેસી સિંહે ભજવી હતી. ફિલ્મમાં આમીરના પાત્રનું નામ ભુવન હતું, જ્યારે ગ્રેસીના પાત્રનું નામ ગૌરી હતું.
આમીર ખાને પ્રેસ કોન્ફરન્સમાં 'રાજા કો રાની સે પ્યાર હો ગયા' ગીત પણ ગાયું હતું. આ દરમિયાન તેમણે ગૌરી વિશે વધુ માહિતી શેર કરી.
જોકે, આ દરમિયાન તેમણે મીડિયાને તેમના ફોટા ન લેવા વિનંતી પણ કરી.

તેમણે મીડિયાકર્મીઓને કહ્યું, 'મને લાગે છે કે તમે તેને એક સારા અવસર પર મળશો, અને પછી અમે પણ આ વાત ગુપ્ત રાખવા માંગતા નથી. મેં સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે તેમની મુલાકાત કરાવી છે.'
આમીર ખાનના જન્મદિવસ નિમિત્તે સલમાન ખાન અને શાહરૂખ ખાન તેમના ઘરે પહોંચ્યા હતા.
પોતાની ગર્લફ્રેન્ડ વિશે વધુ માહિતી આપતા આમીર ખાને કહ્યું, 'તે બેંગ્લોરની છે. આમ જોવા જઈએ તો, અમે બંને એકબીજાને 25 વર્ષથી જાણીએ છીએ. પરંતુ અમે ફક્ત દોઢ વર્ષ પહેલાં જ મળ્યા હતા.'
'તે કોઈ કામ માટે મુંબઈમાં હતી અને અમે અચાનક મળ્યા. ત્યારથી, અમે એકબીજાના સંપર્કમાં રહ્યા અને બધું જેમ થતું હોય તેમ થવા લાગ્યું.'
એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ગૌરી રીટા સ્પ્રેન્ટની પુત્રી છે અને તેની માતા બેંગલુરુમાં એક સલૂન ધરાવે છે. તેમણે પોતાનું આખું જીવન શહેરમાં જ વિતાવ્યું છે.
આમીર ખાને કહ્યું, 'હું ભાગ્યશાળી છું કે મારા સંબંધો મજબૂત રહ્યા છે. રીના સાથેનો મારો સંબંધ લગભગ 16 વર્ષ સુધી ચાલ્યો. આ પછી, મેં કિરણ સાથે 16 વર્ષ વિતાવ્યા અને એક રીતે અમે હજુ પણ સાથે જ છીએ. મેં જીવનમાં ઘણું શીખ્યું છે. મને ગૌરી સાથે શાંતિનો અનુભવ થાય છે.'

ગૌરી વિશે વધુ માહિતી આપતાં તેમણે કહ્યું કે. તેનો છ વર્ષનો દીકરો છે, જે બુદ્ધિશાળી છે અને તેને મળીને ખૂબ ખુશ છે.
મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, ગૌરીએ મીડિયાને જણાવ્યું હતું કે, આમીર ખાનના પરિવારે 'ખુલ્લા મને તેનું સ્વાગત કર્યું અને તેની સાથે દરેકનું વર્તન સારું હતું.
આમીરે કહ્યું, 'ગૌરી હવે મારા પ્રોડક્શન હાઉસમાં કામ કરે છે.'
લગ્નના પ્રશ્ન પર આમીર ખાને કહ્યું, 'મને ખબર નથી કે સાઠ વર્ષની ઉંમરે લગ્ન મને અનુકૂળ આવે છે કે નહીં. પરંતુ મારા બાળકો ખુશ છે અને હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મારી ભૂતપૂર્વ પત્નીઓ સાથે મારા સંબંધો સારા છે.'
Top News
હર્ષ સંઘવી: એક યુવાનના માથે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છતા અડીખમ
આ યોજનાએ મહારાષ્ટ્રનું બજેટ ખોરવી નાખ્યું, લોકોને માંગ ઓછી કરવાનું કહેવાયું
IPLની શરૂઆત પહેલા KKRને લાગ્યો આંચકો! ઉમરાન મલિક ટીમમાંથી થયો બહાર
Opinion
31.jpg)