એક્ટર ફરાઝ ખાનનું નિધન, સલમાને ચૂકવ્યા હતા હોસ્પિટલના બિલ પણ બીમારી સામે હાર્યો

મહેંદી ફિલ્મમાં કામ કરનારા અભિનેતા ફરાઝ ખાનનું આજે નિધન થયું છે. 46 વર્ષની ઉંમરે ફરાઝ ખાનનું બેંગ્લોરની હોસ્પિટલમાં નિધન થયું હતું. તે લાંબા સમયથી બિમાર હતા. પૂજા ભટ્ટે સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ આપ્યા હતા અને તેણે ટ્વીટ કરીને ફરાઝ ખાન પ્રત્યે દુખ વ્યક્ત કર્યું હતું. એક્ટર ફરાજ ખાન બેંગ્લોરની એક હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યો હતો, જ્યાં તેની હાલત ખૂબ જ ક્રિટિકલ હતી. ફરાજને બ્રેઈન ઈન્ફેક્શન અને નિમોનિયા થયો હતો. એવામાં એક્ટર સલમાન ખાન ફરાજ ખાનની મદદ માટે આગળ આવ્યો હતો. તેણે ફરાજના મેડિકલ બિલ આપ્યા હતા. એક્ટ્રેસ અને કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે આ અંગે જાણકારી આપી હતી.

કાશ્મીરા શાહે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, તું સાચા અર્થમાં મહાન માણસ છે સલમાન ખાન. ફરાજ ખાનની દેખરેખ કરવા અને તેના મેડિકલ બિલ્સ પે કરવા બદલ થેંક્યૂ. સલમાન ખાન જે રીતે અન્ય લોકોની મદદ કરે છે એ જ રીતે તે ક્રિટિકલ કંડીશન સામે ઝઝૂમી રહેલા એક્ટર ફરાજ ખાનની સાથે સલમાન ખાન ઊભો છે અને તેની મદદ કરી રહ્યો છે. હું છું અને હંમેશાં તેની સાચી પ્રશંસક રહીશ. જો લોકોને આ પોસ્ટ પસંદ ના આવે તો મને તેની ચિંતા નથી. તમારી પાસે મને અનફોલો કરવાનો ઓપ્શન છે. એવું હું ફીલ કરું છું. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જેટલા પણ લોકોને મળી છું, તેમાં મને લાગે છે કે તે સૌથી સાચો વ્યક્તિ છે.

આ અગાઉ પૂજા ભટ્ટે ફરાજ ખાનની હાલતને લઈને લખ્યું હતું, પ્લીઝ જેટલું બની શકે શેર કરો અને કોન્ટ્રિબ્યૂટ કરો. હું પણ કરી રહી છું. હું ખૂબ જ આભારી રહીશ જો તમારામાંથી પણ કોઈ મદદ કરી શકે તો. ફરાજ સાથે સંકળાયેલી બાકી જાણકારીઓ પૂજા દ્વારા શેર કરવામાં આવેલા ફંડરેજરમાં શેર કરવામાં આવી છે. આ ફંડ રેજર ફરાજના પરિવાર દ્વારા જ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે, ફરાજ આશરે એક વર્ષથી છાતીમાં કફ અને સંક્રમણ સામે લડી રહ્યો છે. હાલમાં જ જ્યારે હાલત વધુ બગડી ગઈ તો ડૉક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું.

કોણ છે ફરાજ ખાન?

ફરાજ, બોલિવુડના દિગ્ગજ અભિનેતા યૂસુફ ખાનનો દીકરો છે. 90ના દાયકામાં ફરાજે કેટલીક કમાલની ફિલ્મોમાં કામ કર્યુ હતું. ફરાજની ફિલ્મોની વાત કરીએ તો તે ‘ફરેબ’, ‘પૃથ્વી’, ‘લવ સ્ટોરી 98’, ‘મહેંદી’, ‘દુલ્હન બનું મેં તેરી’, ‘દિલને ફિર યાદ કિયા’ અને ‘ચાંદ બુજ ગયા’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.

Related Posts

Top News

ED રાહુલ-સોનિયા ગાંધીની પાછળ પડી ગયું

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધે તેવા સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ...
National 
ED રાહુલ-સોનિયા ગાંધીની પાછળ પડી ગયું

દિલ્હીના લોકોએ હવે ઘરના કચરા માટે ચાર્જ ચૂકવવો પડશે

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોના ઘરો અને કોર્મશિયલ પ્રોપર્ટીમાંથી કચરો ભેગો કરવા પર ચાર્જ વસુલવાનું નક્કી કર્યું છે. આ ચાર્જ મિલકત...
National 
દિલ્હીના લોકોએ હવે ઘરના કચરા માટે ચાર્જ ચૂકવવો પડશે

ઓમ બિરલાએ 6 વર્ષ જૂનું વચન પૂરું કર્યું, CRPF જવાનની પુત્રીના લગ્નમાં હાજરી આપી

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષો પહેલા સાંગોદ/કોટા ખાતે સ્વર્ગસ્થ CRPF જવાન હેમરાજ મીણા અને બહાદુર મધુબાલાના લગ્ન સમારોહમાં હાજરી આપી...
National 
ઓમ બિરલાએ 6 વર્ષ જૂનું વચન પૂરું કર્યું, CRPF જવાનની પુત્રીના લગ્નમાં હાજરી આપી

સોનાનો ભાવ વધશે નહીં, નીચે જશે! નિષ્ણાતોના મતે 6 મહિનામાં સોનું 75,000 થશે, જાણો આવું કેમ કહ્યું?

દેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ 95000 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. જેમણે સોનામાં રોકાણ કર્યું છે તેઓ ભાવ ઘટવાની...
Business 
સોનાનો ભાવ વધશે નહીં, નીચે જશે! નિષ્ણાતોના મતે 6 મહિનામાં સોનું 75,000 થશે, જાણો આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.