- Entertainment
- સૈફ અલી ખાન પર હુમલાના આરોપી શરીફુલે કોર્ટમાં કર્યો મોટો દાવો- 'ધરપકડના સમયે મને...'
સૈફ અલી ખાન પર હુમલાના આરોપી શરીફુલે કોર્ટમાં કર્યો મોટો દાવો- 'ધરપકડના સમયે મને...'

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પર તેના ઘરે થયેલા ચોરીનો નિષ્ફળ પ્રયાસ અને જીવલેણ હુમલાના કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં, મુંબઈ પોલીસે આરોપી શરીફુલ ઇસ્લામની જામીન અરજી ફરી એક વખત કોર્ટમાં સખત વિરોધ કર્યો હતો. જામીન અરજી પર સુનાવણી હવે 17 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદે મુંબઈ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે, જેના પર બુધવારે (9 એપ્રિલ) બીજી વખત સુનાવણી થઈ હતી. મુંબઈ પોલીસે કહ્યું હતું કે, જે છરીથી સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો, તેના ત્રણેય ટુકડા ફોરેન્સિક તપાસમાં મેળ ખાતા જોવા મળ્યા છે. પોલીસે કોર્ટમાં દાવો કર્યો હતો કે, આરોપી વિરુદ્ધ આ એક મહત્ત્વનો પુરાવો છે.

મુંબઈ પોલીસે શરીફુલના જામીનનો કેમ વિરોધ કર્યો?
આ સાથે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, આરોપી શરીફુલ બાંગ્લાદેશી નાગરિક છે અને ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. જો તેને જામીન મળી જાય તો તે બાંગ્લાદેશ ભાગી જાય તેવી શક્યતા છે. આ જ કારણે મુંબઈ પોલીસે જામીન અરજીનો વિરોધ કર્યો છે.
તો, આરોપીએ પોતાની જામીન અરજીમાં દાવો કર્યો છે કે, તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદનું કહેવું છે કે, પોલીસે ધરપકડના સમયે તેને કારણ બતાવ્યુ નહોતું અને તેના મૌલિક અધિકારોનું હનન થયું છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસે 1000 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.

શરીફુલના વકીલનું કહેવું છે કે, પોલીસ પાસે કોઈ મજબૂત પુરાવા નથી અને FIRમાં ઘણી ખામીઓ છે. એક્ટરના ઘરે હુમલાની ઘટના 16 જાન્યુઆરીના રોજ સવારે લગભગ 2:00 વાગ્યાની છે, જ્યારે આરોપીએ કથિત રીતે ઘરમાં ઘૂસીને ઘરેલુ સહાયક પર હુમલો કર્યો હતો અને પછી જ્યારે સૈફ અલી ખાને વચ્ચે બચાવ કરવાનો પ્રયાસ કર્યો તો તેના પર પણ છરીથી હુમલો કરી દેવામાં આવ્યો હતો.
Top News
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
પહલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું શું થયેલું
આ રાજ્યમાં શાળાના બાળકોને નહીં વેચી શકાય એનર્જી ડ્રિંક અને સ્ટિંગ, આ છે કારણ
Opinion
-copy48.jpg)