મનોજ કુમારે ઈન્દિરા ગાંધીની સરકાર પર કેમ કર્યો હતો કેસ, જાણો તેનું શું પરિણામ આવ્યું હતું?

દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું નિધન થઇ ગયું છે. તેમણે પોતાની ફિલ્મો અને એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા. મનોજ કુમાર એવા અભિનેતા રહ્યા છે, જેમણે પોતાની ફિલ્મો દ્વારા દેશભક્તિ અને સામાજિક સંદેશ આપ્યો છે. તેમના નિધનથી હિન્દી સિનેમાના એક દિગ્ગજ જતા રહ્યા, પરંતુ તેમની ફિલ્મોની છાપ હંમેશાં લોકોના દિલમાં રહેશે. મનોજ કુમારના સાહસિક વલણના ઘણા કિસ્સા સાંભળવા મળે આવે છે, પરંતુ એક કહાની એવી છે જે ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલી છે. આ ઘટના એ સમયની છે, જ્યારે મનોજ કુમારે ઈન્દિરા ગાંધીની ઈમરજન્સીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

manoj-kumar
economictimes.indiatimes.com

શરૂઆતના તબક્કામાં ઈન્દિરા ગાંધી અને મનોજ કુમાર વચ્ચે બધુ બરાબર હતું, પરંતુ જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સીની જાહેરાત કરી ત્યારે થોડી જ વારમાં બધું બદલાઈ ગયું. એ સમયે ફિલ્મી કલાકારો ઇમરજન્સીનો વિરોધ કરી રહ્યા હતા, તેમને બેન કરી દેવામાં આવ્યા હતા. આ સ્ટાર્સની ફિલ્મો રીલિઝ થતા જ તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતો હતો, પરંતુ મનોજ કુમાર એવા હિંમતવાન એક્ટર હતા, જેમણે ખુલીને ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. તો તેમની ફિલ્મો પર પણ બેન લાગવાના ચાલૂ થઇ ગયા હતા. મનોજ કુમારની ફિલ્મ 'દસ નંબરી' રીલિઝ થઈ તો તેના પર સૂચના અને પ્રસારણ મંત્રાલયે પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ જ્યારે 'શોર' રીલિઝ થઈ ત્યારે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

manoj-kumar1
moneycontrol.com

'શોર'ના ડિરેક્ટર અને પ્રોડ્યૂસર બંને મનોજ કુમાર હતા. એવામાં, સિનેમાઘરોમાં પ્રતિબંધ બાદ, તે સમયે ફિલ્મને તરત જ દૂરદર્શન પર રીલિઝ કરી દેવામાં આવી હતી. આ કારણે, કમાણી બિલકુલ ન થઈ અને રીલિઝ બાદ તેમને ભારે નુકસાન થયું હતું. હવે મનોજ કુમાર પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને ઘણા અઠવાડિયાઓ સુધી કોર્ટના ચક્કર લગાવ્યા. જો કે મનોજ કુમારને તેનો ફાયદો થયો અને નિર્ણય તેમના પક્ષમાં આવ્યો. એટલે, તેમના માટે એમ પણ કહેવામાં આવે છે કે તેઓ દેશમાં એકમાત્ર એવા એક્ટર છે જેમણે સરકાર સામે કેસ જીત્યો છે. જો કે મનોજ કુમારને પાછળથી સરકારે ઈમરજન્સી પર ફિલ્મ બનાવવા કહ્યું હતું, પરંતુ તેમણે તે ઓફર ફગાવી દીધી હતી.

manoj-kumar4
hindustantimes.com

આટલું જ નહીં, જ્યારે મનોજ કુમારને માહિતી અને પ્રસારણ તરફથી ફોન આવ્યો કે, શું તેઓ ઈમરજન્સી પર બની રહેલી ડોક્યૂમેન્ટ્રીનું નિર્દેશન કરશે, તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે તેમને ખબર પડી કે, તેની સ્ક્રિપ્ટ કોઇ બીજું નહીં, પરંતુ તે સમયના પ્રખ્યાત લેખિકા અમૃતા પ્રીતમ લખી રહ્યા છે, ત્યારે તેમણે ગુસ્સામાં અમૃતા પ્રિતમને ફોન કરી દીધો. એને તેમણે અમૃતા પ્રીતમને સીધું જ પૂછી લીધું કે, શું તેઓ વેંચાઈ ચૂક્યા છે? મનોજ કુમારના મોઢેથી આવી વાતો સાંભળીને અમૃતા પણ ઉદાસ થઈ ગયા અને કહેવાય છે કે મનોજ કુમારે તેમને એમ પણ કહ્યું હતું કે, તેમણે આ ડોક્યૂમેન્ટ્રીની સ્ક્રિપ્ટ ફાડી દેવી જોઈએ.

Top News

વિનેશ ફોગાટને સરકારે આપેલા 3 વિકલ્પ- સરકારી નોકરી અથવા 4 કરોડ રૂપિયા અથવા પ્લોટ, તેણે પસંદ કર્યું...

પેરિસ ઓલિમ્પિક 2024ના સમયે ચર્ચામાં આવેલા ભારતીય પહેલવાન  વિનેશ ફોગાટને લઇને એક મોટો ખુલાસો થયો છે. ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વાલિફિકેશન વિવાદ...
National  Politics 
વિનેશ ફોગાટને સરકારે આપેલા 3 વિકલ્પ- સરકારી નોકરી અથવા 4 કરોડ રૂપિયા અથવા પ્લોટ, તેણે પસંદ કર્યું...

Citroenએ 3 ખાસ કારના નવા ડાર્ક એડિશન લોન્ચ કર્યા, ધોનીએ પણ લીધી આ કારની ડિલિવરી

ફ્રેન્ચ કાર ઉત્પાદક સિટ્રોએને આજે ભારતીય બજારમાં તેના વાહન પોર્ટફોલિયોને અપડેટ કર્યું છે અને એકસાથે 3 કારનું નવું ડાર્ક એડિશન...
Tech & Auto 
Citroenએ 3 ખાસ કારના નવા ડાર્ક એડિશન લોન્ચ કર્યા, ધોનીએ પણ લીધી આ કારની ડિલિવરી

સોનાના ભાવ 55000 સુધી જવાના અહેવાલોને કારણે લોકો ગોલ્ડ વેચવા દોડ્યા

દેશના બુલિયન માર્કેટમાં અત્યારે ખળભળાટ મચેલો છે, સોનાના ભાવ 90,000થી 55,000 સુધી પહોંચી જવાના મીડિયા અહેવાલોને કારણે લોકોમાં ફફડાટ પેસી...
Business 
સોનાના ભાવ 55000 સુધી જવાના અહેવાલોને કારણે લોકો ગોલ્ડ વેચવા દોડ્યા

સૈફ અલી ખાન પર હુમલાના આરોપી શરીફુલે કોર્ટમાં કર્યો મોટો દાવો- 'ધરપકડના સમયે મને...'

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પર તેના ઘરે થયેલા ચોરીનો નિષ્ફળ પ્રયાસ અને જીવલેણ હુમલાના કેસમાં એક મોટું અપડેટ સામે...
National  Entertainment 
સૈફ અલી ખાન પર હુમલાના આરોપી શરીફુલે કોર્ટમાં કર્યો મોટો દાવો- 'ધરપકડના સમયે મને...'

Opinion

ગુજરાત કોંગ્રેસ પાસે નથી નેતૃત્વ કે નથી મજબૂત સંગઠન છતા તક છે કંઈક કરી બતાવવાની ગુજરાત કોંગ્રેસ પાસે નથી નેતૃત્વ કે નથી મજબૂત સંગઠન છતા તક છે કંઈક કરી બતાવવાની
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ ઘણા સમયથી ચર્ચાનો વિષય રહી છે. એક સમયે રાજ્યમાં મજબૂત પકડ ધરાવતી આ પાર્ટી આજે નેતૃત્વના...
કરુણતા... સુરત સૌરાષ્ટ્રના યુવાનો અભ્યાસ સાથે ફી ભરવા પોતે નોકરીએ લાગ્યા!
કોંગ્રેસનું અમદાવાદ અધિવેશન: ગુજરાતમાં અપરાજિત ભાજપને હરાવવા રાહુલ ગાંધી અને કોંગ્રેસ કમર તો કસે છે પણ......
જે ઉદ્યોગપતિ પ્રત્યક્ષ રાજકારણમાં જોડાય એમનો વેપારઉદ્યોગ સંકટમાં કે ખોટમાં સપડાય છે
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.