દ્વારકામાં ડિમોલિશન થતું હતું કે, અચાનક સાક્ષાત હનુમાનજીએ આપી દીધા દર્શન, પોલીસે..

દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં વર્ષો જૂનું હનમાનજીનું મંદિર આવેલું છે અને ગેર કાયદેસર દબાણોના કારણે આ મંદિર અંદરની તરફ ઢંકાઈ ગયું હતું, જેને કારણે લોકો ભગવાનની પૂજા કરી શકતા નહોતા. ગુજરાત પોલીસને આ વાતની જાણ થઇ તો તેમણે મંદિરના તમામ અડચણો દૂર કરીને હનુમાન જયંતિના શુભ અવસર પર મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃ સ્થાપિત કરી હતી અને તેનું બાલા હનુમાન નામ આપી નામકરણ કર્યું હતું.

કૃષ્ણ નગરી દ્વારકામાં હનુમાન દાદાનું મંદિર મળ્યા બાદ તેનો જીર્ણોદ્ધાર થતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વસ્તી વિષયક ફેરફારો અને ગેરકાયદેસર દબાણને કારણે મંદિરને ત્યજી દેવામાં આવ્યું હતું. સદભાગ્યે, ગુજરાત પોલીસે મંદિરના સંરક્ષણ અને પુનઃસ્થાપના માટે પહેલ કરી હતી. હનુમાન જયંતિના શુભ અવસર પર, મંદિરને લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું, જેનાથી સ્થાનિક વારસો અને આધ્યાત્મિકતાનો એક ભાગ જીવંત થયો હતો.

Tample1
x.com/sanghaviharsh

મળતી મહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી, આ દરમિયાન બાવળના જંગલમાં એક પૌરાણિક મંદિર ખંડેર હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિકો અન ભાવિકોની પૂછપરછ દરમિયાન આ મંદિર 100-125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું જાણવા મળ્યું હતું. આ મંદિર લગભગ 40-50 વર્ષ અગાઉ ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાવાને કારણે અને સામાજિક તત્વોની ગતિવિધિને કારણે અહીં ભક્તો-દર્શનાર્થીઓનીએ આવવાનું ઓછું કરી દીધું હતું. પરંતુ આ મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખી ત્યાંના ભાવિકોએ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને બીજી જગ્યાએ ખસેડી દીધી હતી. આ વાતની જાણ થતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવીને હનુમાન જયંતિના શુભ અવસર પર મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃ સ્થાપિત કરી હતી અને તેનું બાલા હનુમાન નામથી નામકરણ કર્યું હતું.


તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર આ માહિતી આપી છે. તેમણે તસવીરો સાથે ટ્વીટ કરતા લખ્યું કે, દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં તાજેતરમાં એક મેગા ગેરકાયદેસર ડિમોલિશન ઝુંબેશ દરમિયાન, ઘાસના મેદાનોમાં છુપાયેલું એક નાનું, ભૂલાઈ ગયેલું હનુમાન મંદિર મળી આવ્યું.

Top News

PM મોદીએ આ મુદ્દા પર કરી એલન મસ્ક સાથે વાત, બંનેની થશે મુલાકાત

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક સાથે વાત કરી. PM મોદીએ કહ્યું કે, આ વર્ષની...
National 
PM મોદીએ આ મુદ્દા પર કરી એલન મસ્ક સાથે વાત, બંનેની થશે મુલાકાત

પ્રેમાનંદ મહારાજની તબિયત બગડતા રાત્રિ પદયાત્રા સ્થગિત

સંત પ્રેમાનંદ ત્રણ દિવસથી રાત્રિના પ્રવાસ પર બહાર નીકળ્યા ન હતા. આવી સ્થિતિમાં, દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા ભક્તો નિરાશ થયા....
National 
પ્રેમાનંદ મહારાજની તબિયત બગડતા રાત્રિ પદયાત્રા સ્થગિત

ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નવા નેતૃત્વની રાહમાં છે

ગુજરાતનું રાજકીય પટલ ફરી એકવાર નવા ફેરફારોની તૈયારીમાં છે. ગુજરાતના બે મુખ્ય રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ભારતીય...
Politics 
ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નવા નેતૃત્વની રાહમાં છે

400 કરોડના એક ડાયમંડની હરાજી થવાની છે, એવું શું છે આમાં ખાસ

એક સમયે ઇંદોર અને વડોદરાના રાજ ઘરાનામાં જોવા મળતો 24 કેરેટનો ધ ગોલકોન્ડા બ્લુ ડાયમંડની 14 મે 2025ના દિવસે હરાજી...
Business 
400 કરોડના એક ડાયમંડની હરાજી થવાની છે, એવું શું છે આમાં ખાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.