RTOમાં થતી ગેરરીતિને લઇને વાહન વ્યવહાર મંત્રીને કોંગ્રેસ નેતાની રજૂઆત

વાહન વ્યવહાર મંત્રી, હર્ષ સંઘવી,  અધિક મુખ્ય સચિવ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ અને વાહનવ્યવહાર કમિશ્નરને દર્શનકુમાર એ. નાયક, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક રજૂઆત કરતા જણાવ્યું છે કે, સુરત શહે૨ અને જિલ્લામાં દિવસે–દિવસે ભારે વાહનો તેમજ લાઈટ વાહનો દ્વારા થઈ ૨હેલ ગંભીર અકસ્માતો તેમજ હિટ એન્ડ રનના કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહેલ છે, જે ઘણો ચિંતાનો વિષય છે. પોલીસ વિભાગ દ્વારા તેમજ આર.ટી.ઓ. દ્વારા રોડ સેફટીના ભાગ રૂપે અકસ્માતો ઓછા થાય તેમજ અકસ્માત અટકાવી શકાય તે માટે જનજાગૃતિના કાર્યક્રમો ક૨વામાં આવતા હોય છે તેમજ ગુજરાત રાજયમાં સ૨કા૨ ઘ્વારા પણ જાહેર જનતાની સુખાકારી માટે અનેક પગલા ભ૨વામાં આવે છે.

આવોજ એક નિર્ણય સ૨કા૨ ઘ્વારા  જાહેર જનતાના હિતમાં લેવામાં આવેલ હતો તા.૧૩-૦૨ - ૨૦૨૦ના રોજ નં. એમવીએ / લાયસન્સીંગ ઓર્થોરીટી /ઓન/૧૨૭૫થી વાહનવ્યવહા૨ કમિશ્નરની કચેરી ગાંધીનગર ગુજરાત રાજય ઘ્વારા લર્નીંગ લાયસન્સ માટે અ૨જદા૨ રાજયની કોઈપણ લાયસન્સીંગ ઓથોરીટીમા અરજી કરી શકે છે તે બાબતનો પત્ર સહાયક/પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની તમામ કચેરીઓને પાઠવવામાં આવેલ હતો.

surat
Khabarchhe.com

જે પત્ર જાહે૨ જનતાને પડતી અગવડતાઓ દુર થાય એવા હેતુથી ક૨વામાં આવેલ હતો. જે વ્યકિત પોતાના મુળવતન સિવાય અન્ય શહેર કે ગામમાં ૨હી નોકરી/અભ્યાસ ક૨તા હોય અને ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવું હોય તેવા કિસ્સાઓમાં સ૨નામા પુરાવા તેમજ અન્ય દસ્તાવેજો મુળ વતનના હોય તેવા કિસ્સામા ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવામા પડતી અગવડતાઓ દુ૨ થાય અને રાજયના કોઈ પણ આરટીઓ/એ.આ૨.ટીઓમાંથી સહેલાઈથી લાયસન્સ મેળવી શકે.

સ૨કા૨ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઘણા વચેટીયા એજન્ટો તેમજ અધિકારીઓ ઘ્વારા નાણાં કમાવવાનો રસ્તો બનાવી દેવામાં આવેલ હોય એવું ફલિત થઈ રહ્યુ છે. સુરતમાં વસવાટ કરતી વ્યકિતઓ નવસારી/વ્યારા બારડોલી ડાંગ એ.આર.ટી.ઓ. કચેરીમાંથી લાયસન્સ મેળવવા માટે અ૨જી કરી લાયસન્સ મેળવતા હોય છે. જે સ્વયં શંકાનો વિષય છે. આવી તમામ આર.ટી.ઓ. કચેરીઓમાં જરૂરી ટેસ્ટ લેવામાં આવે છે કે કેમ? આ તમામ આરટીઓ કચેરીઓમાં લાયસન્સ મેળવવા માટે કયા કા૨ણો સ૨ આવી અ૨જી ક૨વામાં આવે છે? આ પ્રકારના તમામ પાસાઓની તપાસ કોઈ સ્વતંત્ર એજન્સી પાસે કરાવવામાં આવે તો ધણાં તથ્યો બહાર આવે તેમ છે.

આ અગાઉ પણ લોકલ દૈનીક છાપાઓમાં આ બધી બાબતોને લઈ ધણી વખત સમાચારો પ્રસિધ્ધ ક૨વામાં આવેલ હતા. તેમ છતાં થોડા સમય માટે કામગીરી ધીમી થતી હોય છે. પરંતુ પછી થોડા સમયમાં દલાલો / વચેટીયાઓ દ્વારા ફરી દુકાન પુરજોશમાં શરૂ ક૨વામાં આવે છે. જે માટે લાયસન્સ મેળવના૨ અ૨જદારોને ઉલટ તપાસ ક૨વામા આવે તો ધણાં તથ્યો બહા૨ આવે એમ છે.

surat
Khabarchhe.com

તા. ૧૨-૦૪-૨૦૨૨ ના રોજ લાયસન્સમાં પાસ ક૨વાના વહીવટ પેટે નાણાં માંગણી કરવાના આક્ષેપ સર બારડોલી એ.આર.ટી.ઓ. માં એ.સી.બી. દ્વારા છટકુ ગોઠવી અધિકારી તેમજ મળતીયા દલાલની લાંચના છટકામાં ઝડપી પાડેલ હતા, જે સ્વયં સિધ્ધ થાય છે કે તમામ આરટીઓ એ.આર.ટી.ઓ. કચેરીઓ ઘ્વારા  કેવી કામગીરી ક૨વામાં આવે છે.તા. ૦૬–૦૫–૨૦૨૩ ના રોજ હમોએ આરટીઓ કચેરી સુરતમાં બી.એમ. મોટર ડ્રાઈવીંગ ટ્રેનીંગ સ્કુલ ઘ્વારા હેવી લાયસન્સોની ટ્રેનીંગ વગ૨ ફોર્મ ૫ અને ફોર્મ ૫–એ વેચવાનો વેપલો ચાલતો હોવાથી અ૨જી આપવામાં આવેલ હતી. ત્યારબાદ આરટીઓની સ્વયં તપાસમાં સાબીત થયેલ કે મોટર ડ્રાઈવીંગ સ્કુલ દ્વારા કોઈ પણ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવતી ન હતી અને સુરત આર.ટી.ઓ. દ્વારા તેની માન્યતા રદ ક૨વામાં આવેલ હતી.

હાલમાં રજૂઆત કરવામાં આવેલ છે કે નવસારી / બારડોલી ડાંગ / વ્યારા / વલસાડ / વડોદ૨/ છોટાઉદેપુ૨ / ભાવનગ૨ / રાજકોટ / મો૨બીની મોટ૨ ડ્રાઈવીંગ ટ્રેનીંગ સ્કુલોના ફોર્મ ૫ તેમજ ફોર્મ ૫ – એ કોઈપણ જાતની તાલીમ આપ્યા વગર સર્ટીફીકેટ વેચવામાં આવી રહયા છે અને આ સર્ટીફીકેટો આર.ટી.ઓ.સુરત, નવસારી, બારડોલી, વ્યારા, ડાંગ ખાતે ૨જુ ક૨વામાં આવે છે.  જો બાબતની પણ તટસ્થ તપાસ ક૨વામાં આવે તો ઘણા તથ્યો બહાર આવે તેમ છે અને સરકાર નો ખરો હેતુ સિદ્ધ થઈ શકે તેમ છે.

Related Posts

Top News

અંબાલાલની આગાહી, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે

આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે એવી આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. પટેલે કહ્યું કે, મે મહિનો...
Gujarat 
અંબાલાલની આગાહી, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે

નિફ્ટી 27590 સુધી પહોંચી શકે છે, નિષ્ણાતોના મતે આ શેર ખૂબ કમાણી કરાવી આપશે!

ગયા અઠવાડિયે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી.   દરમિયાન, બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધર (PL કેપિટલ) એ આગાહી કરી છે...
Business 
નિફ્ટી 27590 સુધી પહોંચી શકે છે, નિષ્ણાતોના મતે આ શેર ખૂબ કમાણી કરાવી આપશે!

બાઇક પર બાળકોને પાંજરામાં લઈ જનારને જોઈને કદાચ તમને હસવું આવી રહ્યું હોય, પરંતુ..

ભારતને આમ જ 'જુગાડુઓનો દેશ' કહેવામાં આવતો નથી. અહીં દરેક સમસ્યાનું કોઈક ને કોઈક અનોખું સમાધાન શોધી કાઢનારા...
Offbeat 
બાઇક પર બાળકોને પાંજરામાં લઈ જનારને જોઈને કદાચ તમને હસવું આવી રહ્યું હોય, પરંતુ..

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 27-04-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે, જે લોકો નોકરીમાં છે, તેમને તેમના અધિકારીઓનો સહયોગ મળશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.