- Gujarat
- આકાશને આંબતી છોટાઉદેપુરની દીકરી શીતલ રાઠવા!
આકાશને આંબતી છોટાઉદેપુરની દીકરી શીતલ રાઠવા!

ગુજરાતના છોટાઉદેપુરની દીકરી શીતલ રાઠવા. હા નામ આ નામ આજે દરેક ગુજરાતીના હૃદયમાં પ્રેરણાનું પ્રતીક બની ગયું છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના દૂરના અને અતિ આંતરિયાળ ગામ કેલદરામાં જન્મેલી શીતલ રાઠવાએ એ સાબિત કરી દીધું છે કે જો હિંમત અને સપનાઓ મોટા હોય તો કોઈ પણ અડચણ તમને રોકી શકે નહીં.
આ યુવતીએ નાનપણથી જ આકાશમાં ઉડવાનું સપનું જોયું હતું અને આજે તે પોતાની મહેનત અને દ્રઢ નિશ્ચયથી પાયલોટ બનીને દેશવિદેશમાં ગુજરાતનું નામ રોશન કરી રહી છે.
શીતલની સફર કોઈ સામાન્ય નહોતી. તેણે પોતાનું શિક્ષણ કેલદરા ગામની જવાહર નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 12 સુધી પૂરું કર્યું. ગામડાની આ છોકરીએ નાની ઉંમરે જ મોટું સપનું જોયું પાયલોટ બનવાનું. આ સપનું પૂરું કરવામાં તેના માતાપિતાએ તેનો સાથ આપ્યો. ખાસ કરીને તેના પિતાએ પોતાની દીકરીના સપનાને પાંખો આપવા માટે 50 લાખ રૂપિયાનો ખર્ચ કરીને તેને સાઉથ આફ્રિકા મોકલી. ત્યાં શીતલે પાયલોટની તાલીમ લઈને પોતાની યોગ્યતા સાબિત કરી. આ ઘટના દરેક માટે પ્રેરણાદાયી છે કે આર્થિક મુશ્કેલીઓ કે ભૌગોલિક અડચણો પણ મનની દ્રઢતા સામે ઝાંખી પડી જાય છે.
https://www.instagram.com/royal_adivasi_official/reel/DHIo2VbzoyS/
શીતલ રાઠવા આજે ફક્ત એક વ્યક્તિત્વ નથી પણ એક પ્રેરણાસ્ત્રોત છે. તે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજની પહેલી પાયલોટ બની છે અને આ સિદ્ધિ સાથે તેણે પોતાના સમાજનું અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેની આ સફળતા દરેક યુવાને એ શીખવે છે કે સપના જોવા માટે હિંમત જોઈએ અને તેને પૂરા કરવા માટે મહેનત અને સમર્પણ જોઈએ.
શીતલની આ સફળતા દરેક ગુજરાતીને ગર્વ કરાવે એવી છે. જે બતાવે છે કે ગામડાની ધૂળમાંથી પણ હીરા ચમકી શકે છે બસ તેમને તક અને સાથની જરૂર હોય છે. આ દીકરીએ સાબિત કર્યું કે આકાશની કોઈ સીમા નથી અને જો તમારી ઈચ્છાશક્તિ મજબૂત હોય તો તમે પણ તેને સ્પર્શી શકો છો. શીતલની આ ઉડાન દરેક ગુજરાતી યુવા માટે એક સંદેશ છે “સપના જુઓ, મહેનત કરો અને આકાશને પણ પોતાનું બનાવો!”
Related Posts
Top News
શું દિલ્હીના રાજકારણમાં આવશે વળાંક? CM રેખા ગુપ્તાએ કહ્યું, '...તો હું મંત્રી હોત, પ્રવેશ વર્મા CM!'
TRAIનો મસ્કને ઝટકો, ફક્ત આટલા વર્ષ માટે જ ઉપલબ્ધ રહેશે સ્પેક્ટ્રમ
ત્રણ સગી બહેનો એકસાથે બની પોલીસકર્મી
Opinion
