- Gujarat
- ગુજરાતમાં રમઝાન દરમિયાન મુસ્લિમ બાળકો માટે શાળાનો સમય અલગ! આદેશથી VHP નારાજ
ગુજરાતમાં રમઝાન દરમિયાન મુસ્લિમ બાળકો માટે શાળાનો સમય અલગ! આદેશથી VHP નારાજ

ગુજરાતના વડોદરા શહેરમાં રમઝાન મહિના અંગેના એક કથિત આદેશને લઈને હોબાળો મચી ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે, વડોદરા પ્રાથમિક શિક્ષણ સમિતિએ રમઝાન દરમિયાન મુસ્લિમ બાળકો માટે અલગ સમયપત્રક જાહેર કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પ્રદર્શન કર્યું અને આ આદેશ પાછો ખેંચવાની માંગ કરી. તેમણે કહ્યું કે, જો આદેશ પાછો ખેંચવામાં નહીં આવે તો શ્રાવણ અને નવરાત્રિ દરમિયાન હિન્દુ વિદ્યાર્થીઓને પણ આવી જ રાહત આપવી જોઈએ.
ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ પ્રવક્તા હિતેન્દ્ર રાજપૂતે ફેસબુક પર લખ્યું, 'CM ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર UCC (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવાની તૈયારી કરી રહી છે, જ્યારે બીજી તરફ વડોદરા શિક્ષણ સમિતિએ શિક્ષણ વિભાગમાં ધર્મ આધારિત તુષ્ટિકરણને પ્રોત્સાહન આપતો પરિપત્ર બહાર પાડ્યો છે. સરકારે એ ન ભૂલવું જોઈએ કે, તુષ્ટિકરણનો વિરોધ તેની શક્તિનું કેન્દ્ર છે.'

આ દરમિયાન, VHPએ તેના સત્તાવાર X હેન્ડલ પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને ટેગ કરીને લખ્યું છે કે, 'કૃપા કરીને આ પરિપત્રની સત્યતા તપાસો અને તેને તાત્કાલિક ધોરણે રદ કરો. જવાબદારો સામે કાર્યવાહી જરૂરી છે. યાદ રાખો, તુષ્ટિકરણના વિરોધને કારણે જ BJPને મજબૂત જાહેર સમર્થન મળ્યું છે. આ ગુજરાત છે, પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં.'

બીજી એક એક્સ-પોસ્ટમાં, VHPએ CM ભૂપેન્દ્ર પટેલના ફોટા સાથે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, એવું લાગે છે કે અધિકારીઓ, મંત્રીઓ સરકારના ઇરાદાઓથી વાકેફ નથી અને જેમ કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકારના નિર્ણયથી જાણે સંપૂર્ણપણે અલગ જ છે.'

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બહાર પડાયેલા જાહેરનામાના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો હોવાથી. જે શાળાઓમાં મુસ્લિમ સમુદાયના બાળકોની સંખ્યા વધુ છે ત્યાં સમય બદલવામાં આવી રહ્યો છે. તેનો અમલ 1 માર્ચ, 2025થી રમઝાન દરમિયાન લાગુ કરવામાં આવશે.
@kuberdindor कृपया इस परिपत्र की सत्यता की जाँच करवाए और तत्काल रद्द करवाए। जिम्मेदारो के सामने कार्यवाही भी जरूरी है। याद रहे, तृष्टीकरण का विरोध ही भाजपा के मजबूत जनाधार का कारण है। यह #गुजरात है, पाकिस्तान या बांग्लादेश नहीं। @CMOGuj @Bhupendrapbjp pic.twitter.com/aCLJ3PH5OH
— VHP Gujarat (@VHPGUJOFFICIAL) March 2, 2025
સવારની પાળીમાં શાળાનો સમય: સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી, રીસેસ-સવારે 9:30થી 10 વાગ્યા સુધી, બપોરની પાળીમાં શાળાનો સમય: 12:30 થી 4:30 વાગ્યા સુધી, રીસેસ-2:00થી 2:30 વાગ્યા સુધી.
Related Posts
Top News
વિધાનસભા પ્રાંગણમાં હોળી રમનારા ધારાસભ્યો પાસે આશા રાખીએ કે મતદારોના જીવનમાં પણ આનંદના રંગો પૂરજો
સુરત મેટ્રોનું કામ હવે આ વર્ષમાં પૂરું થશે, Khabarchheમાં સીરિઝ ચાલી હતી
'જો રોજા છૂટી જાય તેનું શું કરવું...', બરેલીના મૌલાના શહાબુદ્દીને શમીને આપી આ સલાહ
Opinion
