- Sports
- ન વિરાટ કે ન રોહિત... રવિ શાસ્ત્રીના મતે ફાઇનલમાં ભારતનો મેચ વિજેતા ખેલાડી હશે આ સ્ટાર
ન વિરાટ કે ન રોહિત... રવિ શાસ્ત્રીના મતે ફાઇનલમાં ભારતનો મેચ વિજેતા ખેલાડી હશે આ સ્ટાર

ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ રવિવારે ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને ફેવરિટ ગણાવ્યું છે, પરંતુ કહ્યું છે કે, ફાયદો વધારે નહીં હોય, કારણ કે ન્યુઝીલેન્ડ પણ ખૂબ જ મજબૂત ટીમ છે. ભારતીય ટીમે તેની બધી મેચ દુબઈમાં રમી હતી અને બધી જીતીને ફાઇનલમાં પહોંચી હતી. ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમ ગ્રુપ Aમાં ભારત પછી બીજા સ્થાને રહી, જેને ભારતે લીગ સ્ટેજમાં 44 રનથી હરાવ્યું. લાહોરમાં રમાયેલી સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું.

રવિ શાસ્ત્રીએ એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'જો કોઈ ટીમ ભારતને હરાવી શકે છે તો તે ન્યુઝીલેન્ડ છે. ભારત એક મજબૂત દાવેદાર છે પણ તેને બહુ ફાયદો નથી. ભારત અને ન્યુઝીલેન્ડ 2000 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પણ એકબીજાનો સામનો કર્યો હતો, જેમાં ન્યુઝીલેન્ડનો ચાર વિકેટથી વિજય થયો હતો.' રવિ શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે, 'રવિવારે રમાનારી ફાઇનલ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' એક ઓલરાઉન્ડર હશે. રવિ શાસ્ત્રીએ કહ્યું, 'પ્લેયર ઓફ ધ મેચ' ભારત તરફથી અક્ષર પટેલ અથવા રવિન્દ્ર જાડેજા અને ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સ હોઈ શકે છે.'

62 વર્ષીય શાસ્ત્રીએ ન્યુઝીલેન્ડના ચાર ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો, જે ફાઇનલમાં મેચને પલટી શકે છે. રવિ શાસ્ત્રીએ રચિન રવિન્દ્રને 'અત્યંત પ્રતિભાશાળી' ખેલાડી ગણાવ્યો, જ્યારે કેન વિલિયમસનની 'સુસંગતતા અને સંત જેવો શાંત સ્વભાવ'ની પ્રશંસા કરી. રવિ શાસ્ત્રીએ કેપ્ટન મિશેલ સેન્ટનરને એક બુદ્ધિશાળી કેપ્ટન અને ગ્લેન ફિલિપ્સને ટીમનો 'એક્સ ફેક્ટર' ગણાવ્યો. રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીના વર્તમાન ફોર્મને 'ગેમ ચેન્જર' ગણાવ્યું, સાથે જ મહત્વપૂર્ણ ક્ષણોમાં સારા પ્રદર્શન માટે કેન વિલિયમસનની પ્રશંસા પણ કરી.

રવિ શાસ્ત્રીએ કહ્યું, 'વિરાટ કોહલીના વર્તમાન ફોર્મ વિશે વાત કરીએ તો, જો આવા ખેલાડીઓ શરૂઆતમાં દસ રન બનાવી લે તો તેઓ લાંબા સમય સુધી રમે છે. પછી ભલે તે વિલિયમસન હોય કે કોહલી. ન્યુઝીલેન્ડ માટે હું કહીશ કે વિલિયમસન. અમુક હદ સુધી રવિન્દ્ર પણ, જે એક તેજસ્વી યુવા ખેલાડી છે. 25 વર્ષીય રવિન્દ્રે ICC ODI ટુર્નામેન્ટમાં પાંચ સદી ફટકારી છે અને તે આવું કરનાર સૌથી યુવા ખેલાડી છે.' રવિ શાસ્ત્રીએ કહ્યું, 'મને તે ક્રીઝમાં જે રીતે મુવમેન્ટ કરે છે તે ગમે છે. તે સરળતાથી બેટિંગ કરે છે અને તેની પાસે વિવિધ પ્રકારના સ્ટ્રોક છે. મોટી ટુર્નામેન્ટમાં કંઈ એમ જ સદીઓ નથી ફટકારવામાં આવતી. તે ખૂબ જ પ્રતિભાશાળી છે.'
કેન વિલિયમસન વિશે રવિ શાસ્ત્રીએ કહ્યું, 'તે ખૂબ જ સ્થિર અને શાંત છે. તે પોતાના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર છે. તે સંત જેવો છે જાણે કે તે ધ્યાનમાં હોય. લોકો મોટા શોટ મારવામાં માને છે, પરંતુ તે પ્રવાહ સાથે ઇનિંગ્સને આગળ લઈ જાય છે. જો રૂટ, કેન વિલિયમસન, વિરાટ કોહલી, આ બધાનું ફૂટવર્ક અદ્ભુત છે.' સેન્ટનરની પ્રશંસા કરતા શાસ્ત્રીએ કહ્યું, 'તે ખૂબ જ સ્માર્ટ છે અને તેને કેપ્ટનશીપનો આનંદ આવી રહ્યો છે. આનાથી તેને બેટ્સમેન, બોલર અને ક્રિકેટર તરીકે ફાયદો થઈ રહ્યો છે.'
Related Posts
Top News
ચીન આટલું મીઠું કેમ બની રહ્યું છે, 85 હજાર ભારતીયોને વીઝા આપ્યા
ટ્રેનમાં રોકડની જરૂર પડી ગઈ છે? નો ટેન્શન, રેલવેએ ટ્રેનમાં ATM મશીન જ મૂકી દીધું
રાહુલે ગુજરાતમાં કહ્યું- કોંગ્રેસમાં ત્રીજા પ્રકારના ઘોડા પણ છે
Opinion
