વકફ બિલ પર અમિત શાહનું જોરદાર ભાષણ- આ સંસદનો કાયદો, દરેકે માનવો પડશે

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં વકફ (સંશોધન) બિલ 2025 પર ચર્ચા દરમિયાન એક જોરદાર ભાષણ આપ્યું. આ બિલના મહત્વ પર પ્રકાશ પાડતાં તેમણે વિપક્ષના આક્ષેપોનો સણસણતો જવાબ આપ્યો અને સ્પષ્ટ કર્યું કે આ કાયદો દેશના હિતમાં છે જે દરેકે સ્વીકારવો પડશે.

તેમણે ભાષણમાં જણાવ્યું કે "એક સભ્યે કહ્યું કે લઘુમતીઓ આ કાયદો નહીં સ્વીકારે. ધમકાવવા કોને માગો છો? આ સંસદનો કાયદો છે, ભારત સરકારનો કાયદો છે, અને તે દરેક માટે બંધનકર્તા રહેશે." તેમણે વિપક્ષ પર આક્ષેપ લગાવ્યો કે તેઓ રાજકીય કારણોસર દેશભરમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. "આ બિલનો હેતુ વકફ સંપત્તિઓનું સંરક્ષણ અને પારદર્શિતા લાવવાનો છે, પરંતુ વિપક્ષ તેને ખોટી રીતે રજૂ કરી રહ્યો છે," એમ તેમણે ઉમેર્યું.

amit-shah-2
indiatoday.in

ગૃહમંત્રીએ બિલના હેતુ પર ભાર મૂકતાં કહ્યું કે આ સંશોધન વકફ સંપત્તિઓના સંચાલનમાં સુધારા લાવવા અને તેનો દુરુપયોગ રોકવા માટે લાવવામાં આવ્યું છે. "આ બિલથી કોઈ સમુદાયને નુકસાન નહીં થાય પરંતુ તે દેશના હિતમાં કામ કરશે" એમ તેમણે સ્પષ્ટ કર્યું.

વિપક્ષને સીધી ચેલેન્જ આપતાં અમિતભાઈએ કહ્યું "જે લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે, તેઓએ તેમના તર્કને સ્પષ્ટ કરવા જોઈએ. જેઓ કહે છે કે અમે આ કાયદો નહીં માનીએ તેઓએ સંસદની ગરિમાને સમજવું જોઈએ." તેમણે વકફ કાયદાના ઇતિહાસ પર પણ પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે પહેલાના કાયદાઓમાં ઘણી ખામીઓ હતી જેને આ સંશોધન દ્વારા દૂર કરવામાં આવશે. આ ભાષણ દરમિયાન લોકસભામાં ગરમાગરમ ચર્ચા જોવા મળી.

Related Posts

Top News

વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ

વકફ સંશોધન બિલના સમર્થનને લઈને NDAના સહયોગી JDUમાં મચેલી નાસભાગ બાદ બીજેડી પણ આ મુદ્દે ફાટી ગઈ છે.રાજ્યસભામાં આ બિલને...
National 
વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ

નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના પાટીદાર સમાજમાં નરેશભાઈ પટેલ એક એવું નામ છે જે સ્વાર્થ અને અપેક્ષાઓથી પર રહીને સમાજની સેવા...
Opinion 
નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ

બ્લેક મંડે: કોવિડ પછી બજારમાં સૌથી મોટી તબાહી, સેન્સેક્સ 3914 અને નિફ્ટી 1146 પોઈન્ટ તૂટ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ પોલિસીના અમલ બાદ વિશ્વભરના શેરબજારોમાં તબાહીનો માહોલ છે. ભારતીય શેરબજાર પણ હવે સંપૂર્ણપણે તેની...
Business 
બ્લેક મંડે: કોવિડ પછી બજારમાં સૌથી મોટી તબાહી, સેન્સેક્સ 3914 અને નિફ્ટી 1146 પોઈન્ટ તૂટ્યો

આ ટાપુ દેશ 91 લાખમાં વેચી રહ્યો છે સીટિઝનશીપ, જાણી લો કારણ

તમને જો દરિયાકાંઠે રહેવાનું પસંદ હોય તો આ દેશે ટાપુ પર સિટીઝનશીપ ઓફર કરી છે. પપુઆ ન્યુ ગિનીના દરિયાકાંઠે, ...
World 
આ ટાપુ દેશ 91 લાખમાં વેચી રહ્યો છે સીટિઝનશીપ, જાણી લો કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.