વિપક્ષના આરોપો પર ગુસ્સે CM ફડણવીસ; કહ્યું- હું ઉદ્ધવ ઠાકરે નથી કે ચાલુ...

મહારાષ્ટ્રમાં મહાયુતિમાં આંતરિક ઝઘડાના અહેવાલોને ફગાવી દેતા, CM દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું કે, તેઓ ઉદ્ધવ ઠાકરે નથી કે, ચાલી રહેલા પ્રોજેક્ટ્સને અટકાવી દે. મહાયુતિમાં સંકલનના મુદ્દાઓને ઉશ્કેરવા માટે મીડિયા અને વિપક્ષને દોષી ઠેરવતા તેમણે કહ્યું કે, શાસક ગઠબંધન, જે પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યું છે, તે તેની જવાબદારીઓ જાણે છે અને સંપૂર્ણ સંકલનમાં કામ કરી રહ્યું છે.

મહારાષ્ટ્રના CM ફડણવીસે કહ્યું કે, હું ઉદ્ધવ ઠાકરે નથી કે ચાલુ પ્રોજેક્ટ્સ બંધ કરી દઉં. જ્યારે (એકનાથ) DyCM શિંદે સાહેબ CM હતા, ત્યારે તેઓ એકલા નિર્ણયો લેતા નહોતા અને હું અને DyCM અજિત પવાર બંને તેનો ભાગ હતા. આજે પણ અમે બધા સામૂહિક રીતે જ નિર્ણયો લઈએ છીએ. કમનસીબે, વિપક્ષ દ્વારા સમાચાર અને ટીકાનું સ્તર નીચે ઉતરી ગયું છે.

CM Devendra Fadnavis
jagran.com

CM ફડણવીસે કહ્યું કે, જો કોઈ વિભાગીય કમિશનર કોઈ યોજના અથવા પ્રોજેક્ટને અટકાવી દેવાનો નિર્ણય એટલા માટે લે છે, કારણકે તે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને પૂર્ણ નથી કરતો, તો તેને મારા તરફથી જાણીજોઈને એક પ્રોજેક્ટસ ને રોકવાનો પ્રયાસ માનવામાં આવશે, જે ગઠબંધન પક્ષોના નેતાઓના નેતૃત્વ હેઠળના વિભાગની સાથે સબંધિત હશે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ PC રાધાકૃષ્ણન દ્વારા રજૂ કરાયેલા આભાર પ્રસ્તાવનો જવાબ આપતી વખતે CM ફડણવીસ રાજ્ય વિધાનસભાને સંબોધિત કરી રહ્યા હતા. મહાયુતિમાં ચાલી રહેલા મતભેદોની ચર્ચાઓને નકારી કાઢવાથી લઈને વીજળી, સિંચાઈ અને માળખાગત સુવિધાઓ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સાહસિક સુધારાઓ સુધી, CM ફડણવીસે તેમની સરકારની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની યોજનાઓની રૂપરેખા આપી.

CM Devendra Fadnavis
timesnowhindi.com

CM ફડણવીસે જાહેરાત કરી કે, સરકાર 45 લાખ ખેડૂતોને મફત વીજળી આપવાના પોતાના વચનથી પાછળ નહીં હટે. જેના માટે રાજ્ય પર 14,000 કરોડ રૂપિયાનો બોજ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય કેન્દ્રની PM સૂર્ય ઘર યોજનાની જેમ પોતાની યોજના પણ અમલમાં મૂકવાની યોજના બનાવી રહ્યું છે, જે અમલમાં મુકાશે ત્યારે 1.5 કરોડ લોકોને વીજળીના બિલમાં મુક્તિ મળશે.

તેમણે મુખ્યમંત્રી કૃષિ વાહિની યોજના (MMKVY) વિશે પણ વાત કરી, જ્યાં તેમણે કહ્યું કે, સરકાર સમગ્ર કૃષિ ઉર્જાને સૌર ઉર્જામાંથી ઉત્પાદિત ઉર્જામાં રૂપાંતરિત કરી રહી છે. તેમણે કહ્યું કે 16,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાના કુલ લક્ષ્યાંકમાંથી 2,000 મેગાવોટનું કામ પહેલા જ પૂર્ણ થઈ ગયું છે. બાકીનું કામ 2026 સુધીમાં પૂર્ણ થશે. આના કારણે વીજળીનો દર 8 રૂપિયાથી ઘટીને 3 રૂપિયા પ્રતિ યુનિટ થશે અને ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજળી મળશે. આનાથી ક્રોસ-સબસિડી ફાળવણી ઘટાડીને રૂ. 10,000 કરોડથી રૂ. 15,000 કરોડ કરવામાં મદદ મળશે.

Uddhav Thackeray
amarujala.com

તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર 2030 સુધીમાં 52 ટકા નવીનીકરણીય ઉર્જા અપનાવનાર પ્રથમ રાજ્ય બનશે. મરાઠવાડા અને વિદર્ભને દુષ્કાળમુક્ત બનાવવા અને ઉત્તર મહારાષ્ટ્ર-વિદર્ભ અને મરાઠવાડા પ્રાદેશિક વિવાદોનું નિરાકરણ લાવવાની તેમની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા, CM ફડણવીસે કહ્યું કે, વેનગાના-નલગંગા, નાર-પાર-ગિરના અને તાપી-નર્મદા નદી-જોડાણ પ્રોજેક્ટ્સની મદદથી, અમે આ મિશન પ્રાપ્ત કરીશું.

વેનગંગા-નલગોના પ્રોજેક્ટ વિદર્ભના સાત જિલ્લાઓમાં 10 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ ક્ષમતામાં વધારો કરશે. આ પ્રોજેક્ટ આગામી સાત વર્ષમાં પૂર્ણ થશે. ખેડૂતોની માંગ પર, તેમને કૃષિ પંપની ફાળવણી 1,000 રૂપિયાથી વધારીને 1,500 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં 14 લાખ હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવી છે.

CMના જણાવ્યા મુજબ, રાજ્યએ PM સૂર્ય ઘર યોજનામાં અગ્રણી ભૂમિકા ભજવી છે, જે હેઠળ 100 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરતા પરિવારોને વીજળી બિલમાં છૂટ આપવામાં આવશે અને આનાથી લગભગ 1.5 કરોડ પરિવારોને ફાયદો થશે. તેવી જ રીતે, તેમણે કહ્યું કે કેન્દ્રએ PM આવાસ યોજના હેઠળ રાજ્ય માટે 22 લાખ ઘરોને મંજૂરી આપી છે. રાજ્ય સરકાર તેમને સૌર ઉર્જા પૂરી પાડશે જેથી તેમને વીજળીના ચાર્જમાંથી પણ મુક્તિ મળે.

Related Posts

Top News

નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના વેપાર ભાગીદારો પર આકરા સમાન પ્રકારના ટેરિફને કારણે વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો થયો છે....
Business 
નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ

સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે

(ઉત્કર્ષ પટેલ) સમયની વાત અને સમયને સમજી લઈને ચાલીએને તો વાત અનેરી. સમય અને સફડતાના તાલમેલને સમજવા માટે ઉદાહરણ...
Opinion 
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે

‘હું આવી રહ્યો છું...’ રાહુલ ગાંધીએ યાત્રા અગાઉ વીડિયો સંદેશ જાહેર કર્યો, શરૂ કર્યું આ નવું અભિયાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 7 એપ્રિલના રોજ બેગૂસરાયમાં કોંગ્રેસની 'પલાયન રોકો, નોકરી દો' પદયાત્રામાં સામેલ થશે. કન્હૈયા...
National  Politics 
‘હું આવી રહ્યો છું...’ રાહુલ ગાંધીએ યાત્રા અગાઉ વીડિયો સંદેશ જાહેર કર્યો, શરૂ કર્યું આ નવું અભિયાન

વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 19મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ 7 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો...
Sports 
વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.