'ઈન્ડિયા' શબ્દ બદલીને ભારત કે હિન્દુસ્તાન કરવા પર જલદી લે નિર્ણય, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને આપ્યા નિર્દેશ

કેન્દ્રને સંવિધાનમાં સંશોધન કરવા અને ઈન્ડિયા શબ્દને ભારત કે હિન્દુસ્તાન સાથે બદલવાની એક રજૂઆત પર વિચાર કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું ઝડપથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રના વકીલને સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશના તાત્કાલિક અનુપાલન માટે સંબંધિત મંત્રાલયોને યોગ્ય રૂપે અવગત કરાવવું જોઈએ. ન્યાયાધીશ સચિન દત્તાની ખંડપીઠે ઉપરોક્ત નિર્દેશ સાથે અરજીકર્તાને અરજી પાછી લેવાની મંજૂરી આપી હતી. અરજીકર્ત નમહાએ શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેમાં પર સુપ્રીમ કોર્ટે વર્ષ 2020માં નિર્દેશ આપ્યો હતો કે અરજીને પ્રતિનિધિત્વના રૂપમાં લઈને યોગ્ય મંત્રાલયો દ્વારા વિચાર કરી શકાય છે.

Delhi-High-court
indianexpress.com

 

ત્યારબાદ અરજીકર્તા નમહાએ વરિષ્ઠ વકીલ સંજીવ સાગરના માધ્યમથી હાઈકોર્ટમાં અરજી કરીને અધિકારીઓને તેમની અરજી પર નિર્ણય લેવાનો નિર્દેશ આપવા વિનંતી કરી. તેના પર પીઠે મંત્રાલયને વહેલી તકે નિર્ણય લઈને અરજીકર્તાને જાણ કરવાનો નિર્દેશ આપ્યો. અરજીકર્તાએ શરૂઆતમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જેણે 2020માં નિર્દેશ આપ્યો હતો કે અરજીને એક પ્રતિનિધિત્વ તરીકે ગણવામાં આવે, જે યોગ્ય મંત્રાલયો દ્વારા વિચાર કરી શકાય છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજીકર્તા પાસે વર્તમાન અરજીના મધ્યમથી આ કોર્ટનો દરવાજો ખખડાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી કારણ કે અરજીકર્તાની અરજી પર લેવાયેલા કોઈપણ નિર્ણય બાબતે કેન્દ્ર તરફથી કોઈ અપડેટ નથી.

Delhi-High-court1
news18.com

 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે અંગ્રેજી નામ ઈન્ડિયા દેશની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરતું નથી અને તેનું નામ બદલીને 'ભારત' કરવાથી નાગરિકોને ઔપનિવેશક બોજમાંથી મુક્તિ મેળવવામાં મદદ મળશે. એટલે અરજીમાં સંવિધાનના અનુચ્છેદ 1માં સુધારો કરવાની માગ કરવામાં આવી છે, જે સંઘના નામ અને ક્ષેત્ર સાથે સંબંધિત છે. તત્કાલીન ડ્રાફ્ટ બંધારણના અનુચ્છેદ 1 પર 1948ની સંવિધાન સભાની ચર્ચાનો સંદર્ભ આપીને, અરજીમાં કહેવામાં આવ્યું છે કે તે સમયે પણ દેશનું નામ 'ભારત' કે 'હિંદુસ્તાન' રાખવાના પક્ષમાં મજબૂત લહેર હતી. જો કે, હવે સમય આવી ગયો છે કે દેશને તેના મૂળ અને પ્રમાણિક નામ એટલે કે ભારતથી ઓળખવામાં આવે, ખાસ કરીને ત્યારે જ્યારે આપણા શહેરોનું નામ બદલીને ભારતીય લોકાચાર સાથે ઓળખ કરવામાં આવી રહી છે.

Related Posts

Top News

મમતા બેનર્જીની TMC મુસ્લિમ મતો પર કેટલી નિર્ભર? કેમ લાગી રહ્યા છે એક તરફી પોલિટિક્સ કરવાના આરોપ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ ભડકેલી હિંસા બાદ મમતા બેનર્જીની સરકાર સવાલોના ઘેરામાં છે. વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (...
National  Politics 
મમતા બેનર્જીની TMC મુસ્લિમ મતો પર કેટલી નિર્ભર? કેમ લાગી રહ્યા છે એક તરફી પોલિટિક્સ કરવાના આરોપ

CSKના ઓલરાઉન્ડરનો હૃદયસ્પર્શી નિર્ણય, 10 ખેલાડીઓને 70-70 હજાર રૂપિયાની મદદ આપવાની કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર શિવમ દુબેએ મંગળવારે તામિલનાડુના 10 ઉભરતા યુવા ખેલાડીઓને 70...
Sports 
CSKના ઓલરાઉન્ડરનો હૃદયસ્પર્શી નિર્ણય, 10 ખેલાડીઓને 70-70 હજાર રૂપિયાની મદદ આપવાની કરી જાહેરાત

હિન્દીને લઈને બે રાજ્યોના CM સામસામે, CM ફડણવીસની CM સ્ટાલિનને શિખામણ!

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે તેમના તમિલનાડુના સમકક્ષ CM MK સ્ટાલિન પર વળતો પ્રહાર કરતા તેમને પૂછ્યું કે તેઓ '...
National 
હિન્દીને લઈને બે રાજ્યોના CM સામસામે, CM ફડણવીસની CM સ્ટાલિનને શિખામણ!

'શસ્ત્ર' ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – 1 મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!

સુરત: ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ "શસ્ત્ર" 1લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ...
Entertainment 
'શસ્ત્ર' ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – 1 મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.