- National
- CMએ મિયાંવાલાનું નામ બદલી રામજીવાલા કરી દીધું, રાજપૂત સમાજે કેમ કર્યો વિરોધ
CMએ મિયાંવાલાનું નામ બદલી રામજીવાલા કરી દીધું, રાજપૂત સમાજે કેમ કર્યો વિરોધ

ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારે તાજેતરમાં રાજ્યભરમાં રસ્તાઓ સહિત 17 જગ્યાઓના નામ બદલવાનો આદેશ આપ્યો હતો. ધામી સરકારના આ પગલાનું સત્તાપક્ષે સ્વાગત કર્યું, તો વિપક્ષે કહ્યું હતું કે, સરકાર લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે. હવે સ્થાનિક લોકોએ દેહરાદૂનના મિયાંવાલાનું નામ બદલીને રામજીવાલા કરવાનો વિરોધ શરૂ કરી દીધો છે. લોકોનું કહેવું છે કે, ‘મિયાંવાલા’ શબ્દ ‘મિયાં’માંથી કાઢ્યો છે, જે રાજપૂત ઉપાધિ છે અને તેનો મુસ્લિમ સમુદાય સાથે કોઈ સંબંધ નથી. સ્થાનિક લોકો દ્વારા લખવામાં આવેલા પત્રમાં દલીલ આપવામાં આવી હતી કે, મિયાંવાલા દેહરાદૂનની સ્થાપના અગાઉ પણ અસ્તિત્વમાં હતું. તે મૂળ ગઢવાલના રાજા ફતેહ શાહના પૌત્ર પ્રદીપ શાહ દ્વારા વર્ષ 1717 અને વર્ષ 1772 વચ્ચે પોતાના શાસન દરમિયાન ગુરુ રામ રાયને પ્રદાન કરવામાં આવ્યું હતું. આ ક્ષેત્રનું ઐતિહાસિક મહત્ત્વ વિવિધ સ્ત્રોતોમાં નોંધાયેલું છે, જેમાં જ્યોર્જ વિલિયમ્સના વર્ષ 1874ના પુસ્તક મેમોઇર્સ ઓફ દેહરાદૂન અને એચ.જી. વોલ્ટનનું વર્ષ 1990નું પ્રકાશન દેહરાદૂન ગેઝેટિયરનો સમાવેશ થાય છે. આ રેકોર્ડ બતાવે છે કે મિયાંવાલા ગુરુ રામ રાયને ભેટમાં આપવામાં આવેલી જમીનોમાંથી એક હતી.

મિયાંવાલાના લોકો દ્વારા જિલ્લા અધિકારીને લખેલા પત્રમાં લોકોએ કહ્યું કે, તમારા ધ્યાન પર લાવવા માગીશું કે, દેહરાદૂનના અસ્તિત્વ અગાઉનું છે. રાંગડ રાજપૂતોનું 'મિયાંવાલા'. રાજા ફતેહશાહના પૌત્ર પ્રદીપ શાહે સત્તામાં આવ્યા બાદ ગુરુ રામ રાયને વધુ 4 ગામો ભેટમાં આપ્યા હતા. તેમાથી એક મિયાંવાલા પણ હતું. પ્રદીપ શાહનો શાસનકાળ વર્ષ 1717 થી વર્ષ 1772ની વચ્ચે હતો. વર્ષ 1815માં અંગ્રેજોએ દૂન પર કબજો કર્યો. દૂનના સુપરિન્ટેન્ડેન્ટ રહેલા GRC વિલિયમ્સ દ્વારા વર્ષ 1874માં લખવામાં આવેલું પુસ્તક 'મેમોયર ઓફ દેહરાદૂન' અને એચ.જી. વોલ્ટનનું વર્ષ 1990નું પુસ્તક 'દેહરાદૂન ગેઝેટિયર' સહિત દૂન બાબતે માહિતી આપતા અંગ્રેજી લેખકોના પુસ્તકોમાં મિયાંવાલાનો ઉલ્લેખ મળે છે. મિયાંવાલાની આસપાસ ચારેય તરફ સ્થિત ગામો શરૂઆતથી જ પહાડી અને ગોરખાલી બહુધા વસ્તીવાળા રહ્યા છે.
પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, મિયાંવાલા એક ઐતિહાસિક નામ અને ધરોહર છે, જેના કારણે અમારા વડીલો અને પૂર્વજોનું માન-સન્માન છે, અમારી ઓળખ જ મિયાંવાલા સાથે છે અને રહેશે. પરંતુ કેટલાક રાજનીતિ કરનારા અમારા મિયાંવાલાનું નામ બદલીને અમારા સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોએ અંતમાં DM પાસે માગણી કરી છે કે, અમારા વિસ્તારનું નામ બદલવામાં ન આવે અને તેને મિયાંવાલા જ રહેવા દેવામાં આવે.

ક્યાં ક્યાં બદલાયા નામ?
ઇસ્લામિક નામો ધરાવતા કેટલાક વિસ્તારો હવે હિન્દુ દેવતાઓના નામ પર રાખવામાં આવ્યા છે. દેહરાદૂનના મિયાંવાલા ક્ષેત્રનું નામ બદલીને રામજીવાલા કરી દેવામાં આવ્યું છે. એજ રીતે રૂડકીના ભગવાનપુર બ્લોકમાં આવેલા ઔરંગઝેબ નગરનું નામ બદલીને શિવાજી નગર કરી દેવામાં આવ્યું છે. રૂડકીના ખાનપુર ગામનું નામ બદલીને શ્રી કૃષ્ણ નગર કરી દેવામાં આવ્યું છે. હલ્દ્વાનીમાં નવાબી રોડનું નામ બદલીને અટલ માર્ગ કરવામાં આવી રહ્યું છે. પંનચક્કી-ITI માર્ગનું નામ બદલીને ગુરુ ગોલવલકર માર્ગ કરવામાં આવ્યું છે.
Top News
વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી
વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ
નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ
Opinion
-copy7.jpg)