હાથરસઃ કોર્ટે ADGને કહ્યુ-શું તમારી છોકરી હોત તો જોયા વગર અગ્નિ સંસ્કાર કરી દેત?

On

હાથરસ કેસ અંગે અલાહબાદ હાઈકોર્ટની લખનૌ બેંચ દ્વારા સોમવારે સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે સરકાર પ્રત્યે પોતાની નારાજગી જતાવી હતી. કોર્ટે ADG(લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારને કહ્યું હતું કે, જો પીડિતાને બદલે તમારી છોકરી હોતે તો તો શું તમે તેને છેલ્લી વખત જોયા વગર જ તેના અગ્નિ સંસ્કાર કરી દેતે. ADG(લો એન્ડ ઓર્ડર) કોર્ટના આ સવાલ સામે ચૂપ થઈ ગયા હતા. તેમની પાસે આ સવાલનો કોઈ જવાબ ન હતો. હાઈકોર્ટમાં સુનાવણી પછી કોર્ટની બહાર આવેલા પીડિતાના પરિવારજનોની વકીલ સીમા કુશવાહાએ આ જાણકારી આપી હતી. તેણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ADG પ્રશાંત કુમાર બોલી રહ્યા હતા કે FSLના રિપોર્ટમાં સીમન આવ્યું ન હતું. ADGને લોની ડેફિનેશન વાંચવી જોઈએ.

પીડિતાના પરિવારજનોની આ વકીલે ADGને રેપની પરિભાષા વાંચવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે મારી પાસે બધા રિપોર્ટ આવી ગયા છે. કોર્ટમાં જજે જ્યારે ક્રોસ સવાલ પૂછ્યા ત્યારે તેમની પાસે એક પણ સવાલના જવાબ ન હતા. પીડિતાના પરિવારજનોની વકીલે પોઝીટીવ આશા રાખતા કહ્યું હતું કે, જે રીતે બેંચની અને જજના સવાલો હતા, તેના પરથી લાગતું હતું કે એક સારો સંદેશો સમાજને પહોંચશે. ADGને લઈને પીડિતાની ભાભીએ કોર્ટને કહ્યું હતું કે તેમણે અમારા પરિવારને કહ્યું હતું કે જો તમારી પુત્રી કોરોનાથી મરી જતો તો તમને આટલું મોટું વળતર નહીં મળતે.

વકીલના કહેવા પ્રમાણે, જજે આ અંગે ADGને સવાલ પૂછ્યો હતો કે, જો કોઈ પૈસાવાળાની છોકરી હોતે તો શું તમે હિંમત કરતે તેના આ રીતે અગ્નિ સંસ્કાર કરવાની. જે રીતે મોટા ધંધાવાળા લોકોને એક મત આપવાનો અધિકાર છે, તે રીતે જ દલિત અને અન્ય લોકોને પણ એક મત આપવાનો અધિકાર છે. સીમા કુશવાહાએ વધુમાં કહ્યું હતું કે, અંતિમ સંસ્કારમાં ગંગાજળ હોય છે. ગંગા માતાનું પવિત્ર જળ છાંટવામાં આવે છે, જ્યારે તમે કેરોસિન નાખીને તે છોકરીને સળગાવી રહ્યા હતા. આ માનવઅધિકારનું ઉલ્લંઘન છે. જ્યારે તમે લોકોએ અંતિમ સંસ્કાર કરી દીધા પછી સંદેશો મોકલ્યો અને પછી કેટલાંક લોકોએ ત્યાં પહોંચીને તેનો વીડિયો બનાવ્યો.

સીમાએ 2 નવેમ્બરની આગામી સુનાવણી પહેલા કોર્ટમાં સોગંદનામુ દાખલ કરવાની વાત કહી અને કહ્યું કે આ સોંગદનામામાં તે કેસની તમામ વાતો જણાવશે પરંતુ મીડિયાને તે અંગે કોઈ વાત કરશે નહીં. પીડિતાના પરિવારનો આગ્રહ હતો કે કેસને ટ્રાન્સફર કરવામાં આવે પરંતુ જયા્ં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી કેસ ટ્રાન્સફર થઈ શકશે નહીં.

Top News

દિલ્હીમાં ગરીબો સસ્તું અને પૌષ્ટિક ભોજન આપવા 100 અટલ કેન્ટીન શરૂ કરાશે

દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે, જેમાં તેમણે 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટનો મુખ્ય...
National 
દિલ્હીમાં ગરીબો સસ્તું અને પૌષ્ટિક ભોજન આપવા 100 અટલ કેન્ટીન શરૂ કરાશે

સંસદમાં થશે 'છાવા' નું સ્ક્રિનિંગ , પીએમ મોદીએ સિનેમા અને ફિલ્મની કરી પ્રશંસા

સંસદ ભવનના પુસ્તકાલય ભવનમાં બાલયોગી ઓડિટોરિયમમાં ગુરુવારે મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજ પર આધારિત હિન્દી ફિલ્મ 'છાવા'નું સ્ક્રિનિંગ કરવામાં આવશે....
Entertainment 
સંસદમાં થશે 'છાવા' નું સ્ક્રિનિંગ , પીએમ મોદીએ સિનેમા અને ફિલ્મની કરી પ્રશંસા

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા

(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
Opinion 
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા

લાલૂની ઇફ્તાર પાર્ટી એકલા એકલા! ન કોંગ્રેસી પહોંચ્યા અને ન મુકેશ સહની, મહાગઠબંધનમાં બધું બરાબર તો છે ને?

ચૂંટણી રાજ્ય બિહારમાં નેતાઓની દરેક ગતિવિધિ ચર્ચાના કેન્દ્રમાં છે. રમઝાનના અવસર પર આ દિવસોમાં ત્યાં ઇફ્તાર પાર્ટીઓનો દૌર છે. નીતિશ...
National  Politics 
લાલૂની ઇફ્તાર પાર્ટી એકલા એકલા! ન કોંગ્રેસી પહોંચ્યા અને ન મુકેશ સહની, મહાગઠબંધનમાં બધું બરાબર તો છે ને?

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.