- National
- ટુ-વ્હીલર ખરીદવા પર હવે બાઇકચાલકને મળશે 2 ISI પ્રમાણિત હેલમેટ, ગડકરીની જાહેરાત
ટુ-વ્હીલર ખરીદવા પર હવે બાઇકચાલકને મળશે 2 ISI પ્રમાણિત હેલમેટ, ગડકરીની જાહેરાત
-copy5.jpg)
ભારતમાં માર્ગ સલામતીને મજબૂત બનાવવાના પ્રયાસમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે, જે મુજબ હવે નવી ટુવ્હીલર ખરીદવા પર ગ્રાહકને 2 નવા ISI પ્રમાણિત હેલમેટ ફ્રી આપવામાં આવશે. તેમણે પ્રસ્તાવ મૂક્યો છે કે તમામ ટુ-વ્હીલર્સને બે ISI પ્રમાણિત હેલમેટ સાથે આપવા જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેને ટુ-વ્હીલર હેલમેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાનો સંપૂર્ણ ટેકો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં માર્ગ અકસ્માતોના આંકડા અત્યંત ચિંતાજનક છે. દર વર્ષે 4.80 લાખથી વધુ માર્ગ અકસ્માતો થાય છે અને 1.88 લાખથી વધુ લોકો જીવ ગુમાવે છે. આમાંથી 66 ટકા મૃતકો 18થી 45 વર્ષની વયના છે. દર વર્ષે 69,000 થી વધુ લોકો મૃત્યુ પામે છે, ખાસ કરીને ટુ-વ્હીલર અકસ્માતોમાં. જેમાંથી 50 ટકા મૃત્યુ હેલમેટ ન પહેરવાને કારણે થાય છે.
ટુ-વ્હીલર હેલમેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (THMA) લાંબા સમયથી ફરજિયાત ISI પ્રમાણિત હેલમેટની માંગ કરી રહ્યું છે. THMA એ ગડકરીના આ સક્રિય નેતૃત્વની પ્રશંસા કરી છે. THMA ના પ્રમુખ રાજીવ કપૂરે જણાવ્યું હતું કે, "આ ફક્ત એક નિયમ નથી પણ રાષ્ટ્રીય જરૂરિયાત છે. હેલમેટ જીવન બચાવે છે, અને દરેક બાઇક ખરીદી સાથે તેને ફરજિયાત બનાવવું એ એક મહત્વપૂર્ણ પગલું છે. માર્ગ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે, આ પગલું આશાનું કિરણ છે કે આવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાય છે." ઉદ્યોગે ભાર મૂક્યો કે ટુ-વ્હીલર ચલાવવું હવે જોખમી ન હોવું જોઈએ. જો બાઇકસવાર અને પાછળ બેઠેલા બંને પાસે ISI પ્રમાણિત હેલમેટ હોય, તો મુસાફરી સલામત અને જવાબદાર બનશે.
હેલમેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને ખાતરી આપી હતી કે તેઓ ગુણવત્તાયુક્ત ISI હેલમેટનું ઉત્પાદન વધારશે અને દેશભરમાં તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. ગડકરીની પહેલને માર્ગ સલામતીમાં એક સીમાચિહ્નરૂપ ગણાવતા તેમણે કહ્યું કે આ પગલું ભારતમાં સલામત અને સમજદાર ટુ-વ્હીલર મુસાફરીના નવા યુગની શરૂઆત કરશે. કારણ કે દરેક હેલમેટ પાછળ એક અમૂલ્ય જીવન છુપાયેલું છે.
About The Author
Related Posts
Top News
નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ
પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો
UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો
Opinion
