- National
- રાજકીય પાર્ટીઓને કોણે કેટલું દાન આપ્યું તે SBI બતાવી શકે છે પરંતુ બહાના કરે છે!
રાજકીય પાર્ટીઓને કોણે કેટલું દાન આપ્યું તે SBI બતાવી શકે છે પરંતુ બહાના કરે છે!

સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોલ્ડ સ્કીમને રદ્દ કરી દીધી છે. સાથે જ તેણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને 6 માર્ચ સુધી બોન્ડ ખરીદનાર અને કઇ પાર્ટી માટે ખરીદ્યા, તેના ડેટા સોંપવા કહ્યું હતું, જેથી ચૂંટણી પંચ તેને સાર્વજનિક કરી શકે. જો કે, SBIએ 3 મહિનાનો સમય માગ્યો છે. પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે ગુરુવારે કહ્યું કે, કોણે, ક્યારે અને કેટલા ચૂંટણી બોન્ડ ખરીદ્યા અને કઇ પાર્ટીએ ઇલેક્ટોરલ બોલ્ડ જમા કર્યા, તારીખ અને રકમ સાથે તેનું વિવરણ SBI પાસે ઉપલબ્ધ છે, પરંતુ દરેક ઇલેક્ટોરલ બોલ્ડનો તેના પ્રાપ્તકર્તા સાથે મેળાપ કરવામાં આવી રહ્યો છે.
સુભાષ ચંદ્ર ગર્ગ આર્થિક મામલાના સચિવ હતા, જ્યારે વર્ષ 2017માં ઇલેક્ટોરલ બોન્ડ યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. તેમણે એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે ડેટા પ્રદાન કરવા માટે 3 મહિનાનો સમય વધુ માગવા માટે સોમવારે સુપ્રીમ કોર્ટમાં SBIએ કરેલી અરજી એક બહાનું છે. સુપ્રીમ કોર્ટે SBI પાસે ખરીદેલા બોન્ડ, તારીખ અને રકમનું વિવરણ માગ્યું હતું, જ્યારે SBIએ અરજીમાં કહ્યું છે કે, તેને દાન કર્તાઓના દાનનો મેળાપ કરવા માટે 30 જૂન સુધીનો સમય લાગશે કેમ કે ડેટા અલગ અલગ જગ્યા પર રાખવામાં આવ્યા છે.
સુભાષ ગર્ગે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે એ માગ્યા નહોતા. તેમણે કહ્યું કે, બેંક કોર્ટને અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. ભલે કોઈ એ વાત પર ધ્યાન આપે કે ન આપે. તેમણે રકમ અલગથી નોંધી ન હોય, પરંતુ કોણે કઇ તારીખે, કેટલા ચૂંટણી બોન્ડ ખરીદ્યા, તેની જાણકારી કમ્પ્યુટર પર ઉપલબ્ધ છે. એ પ્રકારે બોન્ડ રકમ કોણે, કેટલા અને કઇ તારીખે જમા કર્યા છે, એ પણ કમ્પ્યુટર પર ઉપલબ્ધ છે કેમ કે એ તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે બસ એટલું માગ્યું છે.
સુભાષ ગર્ગે કહ્યું કે, ડોનરના નામ, ખરીદવામાં આવેલી રકમ માટે ઉપલબ્ધ છે. જો કે, બધા બોન્ડ SBI પાસે પરત આવી ગયા છે, ભલે તેમને કોઈ બોન્ડની જાણકરી મળી જાય, પરંતુ તમે એ નિશ્ચિત નહીં કરી શકો કે આ બોન્ડ કોણે ખરીદ્યા હતા અને કોને જમા કર્યા હતા. તો SBI જે કહી રહી છે, તે એ છે કે અમને એ કનેક્શન જોડવા માટે એટલો સમય જોઈશે. આ એક કાલ્પનિક બહાનું છે.
Related Posts
Top News
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ
Opinion
