- National
- 14 વર્ષ સુધીની છોકરીઓ માટે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય
14 વર્ષ સુધીની છોકરીઓ માટે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય

મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે આરોગ્યના મોરચે એક મોટું પગલું ઉઠાવતા 0-14 વર્ષની છોકરીઓને મફતમાં કેન્સરની વેક્સીન આપવાની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રકાશ આબિટકરે શનિવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે, બદલાતી જીવનશૈલીને કારણે કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે, અને હવે આ બીમારી દરેક ઉંમરના લોકોને પોતાની ઝપેટમાં લઇ રહી છે.
આબિટકરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ ગંભીર સમસ્યાને નિપટવા માટે મફત કેન્સર વેક્સીનેશન પ્રોગ્રામ લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ, અબિટકરે જણાવ્યું હતું કે, અમે નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી અજીત પવારને 0-14 વર્ષની વયની છોકરીઓને મફત કેન્સરની વેક્સીન આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે તેને મંજૂરી આપી દીધી છે અને જલદી જ સરકાર તેનો લાગૂ કરશે.
કહેવામાં આવી રહ્યું છે કે, કેન્સરના કેસોમાં વધારો થવા માટે માત્ર ધૂમ્રપાન અથવા અન્ય નશાની લત જ જવાબદાર નથી, પરંતુ ખાન-પાન અને બદલાતી જીવનશૈલી પણ મુખ્ય કારણ બની રહી છે. ખાસ કરીને બાળકોમાં કેન્સરના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ યોજના મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ દરમિયાન, રાજ્ય સરકારે પણ વિદર્ભમાં બર્ડ ફ્લૂના જોખમને લઈને કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. ત્યાં કાગડાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા (બર્ડ ફ્લૂ)ની પુષ્ટિ થઈ છે, જો કે માનુષ્યોમાં તેના સંક્રમણની કોઈ પુષ્ટિ થઈ નથી. અબિટકરે જણાવ્યું કે, શંકાસ્પદ દર્દીના સેમ્પલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. સાવધાનીના ભાગ રૂપે, અમે અસરગ્રસ્ત વિસ્તારોમાં ચિકનની દુકાનો અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે, જેથી સંક્રમણને ફેલાતું રોકી શકાય.
આ અગાઉ, પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS)ના કેસ નોંધાયા બાદ, નાયબ મુખ્યમંત્રી અજીત પવારે લોકોને ઓછું રાંધેલું ચિકન ખાવાનું ટાળવાની અપીલ કરી હતી. જોકે આ બીમારી અને ચિકન વચ્ચે કોઈ સ્પષ્ટ સંબંધની પુષ્ટિ થઈ નથી, પરંતુ સરકારે સાવચેતી રાખવાની સલાહ આપી છે.
Related Posts
Top News
કોંગ્રેસે અધિવેશનમાં ગુજરાત આવનારા મહેમાનો માટે 16 હોટલો બુક કરી દીધી
આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Opinion
-copy.jpg)