- National
- કુંભ ન જવા મામલે રાજ ઠાકરેએ કહ્યું- હું ગંગાના ગંદા પાણીમાં સ્નાન નહીં કરું, અંધશ્રદ્ધા યોગ્ય નથી......
કુંભ ન જવા મામલે રાજ ઠાકરેએ કહ્યું- હું ગંગાના ગંદા પાણીમાં સ્નાન નહીં કરું, અંધશ્રદ્ધા યોગ્ય નથી...

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ગંગા નદી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ ગંગાનું પાણી નહીં પીવે જેમાં કરોડો લોકોએ સ્નાન કર્યું છે. લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ. તેમણે કહ્યું કે, દેશમાં એક પણ નદી સ્વચ્છ નથી. આ દેશમાં નદીને માતા માનવામાં આવે છે. વિદેશમાં ચિત્ર અલગ છે. ત્યાંની નદીઓ સ્વચ્છ છે.
રાજ ઠાકરે તેમની પાર્ટી મનસેના 19મા સ્થાપના દિવસ નિમિત્તે પિંપરી ચિંચવાડમાં કાર્યકરોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, તાજેતરમાં મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી. આમાં કેટલાક અધિકારીઓ અને કામદારો ગેરહાજર રહ્યા. કારણ પૂછવામાં આવ્યું ત્યારે બધાએ અલગ અલગ કારણો આપ્યા. તેમણે આગળ કહ્યું, 'કેટલાક લોકોએ કહ્યું કે તેઓ કુંભમાં ગયા હતા. મેં કહ્યું કે તમે પાપ કરો છો જ કેમ? બાલા નંદગાંવકર મારા માટે કમંડલમાં ગંગાજળ લાવ્યા. મેં ઘણા વીડિયો જોયા જેમાં સ્ત્રીઓ અને પુરુષો પોતાના શરીરને ઘસતા જોવા મળ્યા (રાજ ઠાકરેએ એક્શન કરતાં કરતાં કહ્યું). બાલા નંદગાંવકર કહી રહ્યા હતા, આ ગંગાજળ પી લો. મેં કહ્યું કે હું નહાવાનો નથી. અને ગંગાજળ કેમ પીવું જોઈએ? એ પાણી કોણ પીશે?...કોવિડ હજુ હમણાં જ ગયો છે. બે વર્ષથી ચહેરા પર માસ્ક લગાવીને ફર્યા હતા. હવે ત્યાં જઈને સ્નાન કરી રહ્યા છે. કોણ જઈને એ ગંગામાં કૂદકો મારશે? ભક્તિનો પણ કોઈ અર્થ હોવો જોઈએ.'
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો, 'જો લોકો પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે પ્રયાગરાજમાં ગંગા સ્નાન કરવા જાય છે, તો શું તેઓ ખરેખર પોતાના પાપોથી મુક્ત થઈ શકે છે?' આ દરમિયાન રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે, જો આટલા બધા લોકોએ ગંગાના પાણીમાં સ્નાન કર્યું હોય તો આ પાણી સ્વચ્છ ન હોઈ શકે. આ મુદ્દાને ગંગાની સફાઈ સાથે જોડતા રાજ ઠાકરેએ કહ્યું કે, આ મુદ્દો નદીના પાણીની સફાઈનો છે. તેમણે કહ્યું કે હવે તમને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત સમજાયો હશે.
રાજ ઠાકરેએ કાર્યકરોને કહ્યું કે, દેશની એક પણ નદી સ્વચ્છ નથી. કેટલાક લોકો તેમાં સ્નાન કરી રહ્યા છે અને કેટલાક કપડાં ધોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, રાજીવ ગાંધીના સમયથી હું સાંભળતો આવ્યો છું કે, ગંગા સાફ થશે પણ એવું થઈ રહ્યું નથી. ઠાકરેએ લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા અપીલ કરી. રાજ ઠાકરેએ કહ્યું કે દેશમાં એક પણ નદી સ્વચ્છ નથી, પરંતુ આપણે તેને માતા કહીએ છીએ. વિદેશમાં લોકો નદીઓને માતા નથી કહેતા, પણ ત્યાંની નદીઓ સ્વચ્છ હોય છે.
આ સમાચાર લખાય છે ત્યાં સુધી, રાજ ઠાકરેના નિવેદન અંગે મહારાષ્ટ્રના કોઈપણ મોટા નેતા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
Related Posts
Top News
હર્ષ સંઘવી: એક યુવાનના માથે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છતા અડીખમ
આ યોજનાએ મહારાષ્ટ્રનું બજેટ ખોરવી નાખ્યું, લોકોને માંગ ઓછી કરવાનું કહેવાયું
IPLની શરૂઆત પહેલા KKRને લાગ્યો આંચકો! ઉમરાન મલિક ટીમમાંથી થયો બહાર
Opinion
31.jpg)