- National
- જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં એફઆઈઆર નોંધવાથી લઈને પાસપોર્ટ રદ કરવાની પ્રક્રિયા સુધીનો સમાવેશ થશે. મેરઠના એસપી સિટી આયુષ વિક્રમ સિંહે જણાવ્યું હતું કે આ વખતે ઈદની નમાઝ દરમિયાન સડકો પર કોઈપણ પ્રકારની અવ્યવસ્થા નહીં થવા દેવામાં આવે. આ માટે પોલીસે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને લોકોને મસ્જિદો કે ઈદગાહમાં નમાઝ પઢવા માટે અપીલ કરી છે.
ગત વર્ષે પણ મેરઠમાં સડક પર નમાઝ પઢવાના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા હતા જેના પર પોલીસે લગભગ 200 લોકો સામે કેસ નોંધ્યા હતા. આ વખતે આવા કિસ્સાઓને રોકવા માટે પોલીસે વધુ સખત પગલાં લેવાની ચેતવણી આપી છે. એસપીએ કહ્યું કે જે લોકો સડક પર નમાઝ પઢશે, તેમના પાસપોર્ટ અને લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ગત વર્ષના મુકદ્દમાઓમાં સામેલ લોકોના પાસપોર્ટ રદ કરવા માટે અહેવાલ પણ મોકલવામાં આવી રહ્યા છે. આ નિર્ણયનો હેતુ શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાનો છે, જેથી ટ્રાફિક અને જનજીવન પર કોઈ અસર ન પડે.
પોલીસે આ માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો છે. શહેરને નવ ઝોન અને 33 સેક્ટરમાં વહેંચીને દરેક જગ્યાએ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન, સીસીટીવી કેમેરા અને લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU) દ્વારા દેખરેખ રાખવામાં આવશે. ઈદના દિવસે રોડ પર ટ્રાફિક બંધ નહીં થાય જેના માટે વધારાના ટ્રાફિક પોલીસકર્મીઓનો બંદોબસ્ત કરવામાં આવશે. આ ઉપરાંત મુસ્લિમ ધર્મગુરુઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠકો કરીને રોડ પર નમાઝ ન પઢવા અંગે સમજાવવામાં આવ્યું છે.
આ પગલાંને લઈને સ્થાનિક લોકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આ નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે જ્યારે કેટલાકે તેનો વિરોધ કર્યો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આનો ઉદ્દેશ્ય કોઈ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી પરંતુ જાહેર સ્થળો પર શાંતિ અને સુરક્ષા જાળવવાનો છે. ઈદ-ઉલ-ફિત્ર ૩૧ માર્ચે મનાવવામાં આવશે અને તે પહેલાં પોલીસે લોકોને સહકાર આપવા અપીલ કરી છે.
Top News
'બ્લુ ડ્રમ' કેસ પછી ડરેલો પતિ ધરણા પર બેઠો, 'મારી પત્નીના 4 બોયફ્રેન્ડ, મને બચાવો'
મેચ હાથમાંથી નીકળી ગયા પછી ધોની 9મા ક્રમે આવ્યો, પૂર્વ ક્રિકેટરોએ ઘણું સંભળાવ્યું
રત્નકલાકારોની હડતાળ: સુરત ડાયમંડ એસો. GJEPC સમર્થન આપતા કેમ ડરે છે
Opinion
