IITan બાબાને ઝટકો, જૂના અખાડાએ લગાવ્યો પ્રતિબંધ, બાબાએ કહ્યું- છેવટે...

On

મહાકુંભના બહુચર્ચિત IITan બાબાને ઝટકો મળ્યો છે. IITan બાબાથી ફેમસ થનારા અભય સિંહને જૂના અખાડા કેમ્પથી બેન કરી દેવામાં આવ્યા છે. જૂના અખાડાએ IITan બાબાને 'ભણેલા-ગણેલા પાગલ' કહ્યા હતા અને પોતાના ગુરુને ગાળ આપવાનો પણ અખાડાએ આરોપ લગાવ્યો હતો. જૂના અખાડાના પ્રવક્તાએ IITan  બાબાના કૃત્યને ગુરુ-શિષ્ય પરંપરા અને સંન્યાસ વિરુદ્ધ ગણાવ્યું હતું.

આ અંગે જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા શ્રીમહંત નારાયણ ગીરીએ કહ્યું હતું કે, અભય સિંહ સાધુ નથી બન્યા, તે લખનૌથી એમ જ અહિયા આવી ગયા અને સ્વયંભુ સાધુ બનીને ફરી રહ્યા છે. તે એક ભણેલા-ગણેલા પાગલ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ગુરુ મહંત સોમેશ્વર પુરી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, એટલે અખાડાના શિબિર અને તેની આસપાસ આવવા પર તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નારાયણ ગીરીએ વધુમાં કહ્યું હતું કે, અખાડામાં અનુશાસન સર્વોપરિ છે અને જે ગુરુ પ્રત્યે સન્માન નથી રાખતા. તે સનાતન ધર્મ પ્રત્યે પણ સન્માન નથી રાખી શકતા.

આ અંગે IITan બાબા અભય સિંહની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આનો જવાબ આપતા કહ્યું હતું કે, મેં અખાડા ત્યારે છોડ્યો, જ્યારે ત્યાંના સભ્યોએ મને ત્યાં રહેવા માટે ના પાડી દેવામાં આવી. મારું આયોજન અખાડામાં 4-5 દિવસ રોકાઈ અને ત્યાંના કામકાજને જોવાનું હતું, પરંતુ પ્રસિદ્ધિ મળ્યા બાદ બધુ ખોટું થઈ ગયું.

પોતાના પર પ્રતિબંધ મૂકાયા વિશે અભય સિંહને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે,જ્યારે અખાડાએ મને આવવા માટે ના પાડી દીધી, તો હું ત્યાંથી ચાલ્યો ગયો. છેવટે એ તેમની સંપત્તિ છે. પોતાના ગુરુ વિશે પૂછવામાં આવતા IITan  બાબાએ કહ્યું કે, હું જેને પણ મળું છું, તેનાથી શીખું છું. ત્યાં સુધી કે અખાડામાં પણ શિવ ભગવાને જ મને ધ્યાન કરવાનું શીખવાડ્યું છે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati