- National
- મા ICU દાખલ હતી, ભૂખથી તરવરતા નવજાત બાળકને મહિલા પોલીસ અધિકારી સ્તનપાન કરાવ્યું
મા ICU દાખલ હતી, ભૂખથી તરવરતા નવજાત બાળકને મહિલા પોલીસ અધિકારી સ્તનપાન કરાવ્યું

કેરળ પોલીસની એક મહિલા અધિકારી માનવતા અને સંવેદનશીલતાના કારણે ચર્ચામાં આવી ગયા છે. ફરજ બજાવતા પોલીસ અધિકારીએ એક બીમાર મહિલાના 4 મહિનાના ભૂખ્યા બાળકને સ્તનપાન કરાવ્યું. માસૂમની માતા નજીકની હૉસ્પિટલમાં દાખલ હતી. પોલીસના જણાવ્યા મુજબ, બિહારની રાજધાની પટનામાં રહેતો પરિવાર ઘણા સમયથી કેરળમાં રહે છે. પરિવારનો મુખિયા એક કેસને લઈને જેલમાં બંધ છે. આ કારણે મહિલા અને તેના 4 બાળકોની દેખરેખ કરનારું કોઈ નહોતું. સહાયતા માટે પાંચેયને ગુરુવારે કોચ્ચિ સિટી મહિલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.
4 બાળકોની માતા બીમાર હોવાના કારણે એર્નાકુલમ જનરલ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી. તબિયત વધુ ખરાબ થવાના કારણે મહિલાને ICU વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ સ્ટેશનમાં 3 મોટા બાળકો માટે પોલીસકર્મીઓએ ભોજનની વ્યવસ્થા કરી, પરંતુ 9 મહિનાના એક બાળકને ભૂખથી તરવળતું જોઈને પોલીસ અધિકારી એમ.એ. આર્યા પોતાને રોકી ન શકી અને પછી તે પોતાના કર્તવ્યથી વિરુદ્ધ જઈને સૌથી નાના બાળકને સ્તનપાન કરાવવા લાગી.
સિટી પોલીસે આર્યાના આ કામના વખાણ કર્યા છે. પોલીસે એ પળને કેદ કરતા એક તસવીર પણ પોસ્ટ કરી. તસવીરમાં એક માર્મિક ક્ષણ કેદ થઈ, જેમાં મહિલા અધિકારી દૂધપીતા શિશુને પોતાના ખોળામાં ઉઠાવીને નજરે પડી રહી છે. પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 4 બાળકોને બાળ દેખરેખ ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે, જેથી વધુ સારા વાતાવરણમાં તેમની દેખરેખ થઈ શકે. આ અગાઉ વર્ષ 2022માં પણ કેરળમાં એવી જ ઘટના સામે આવી ચૂકી છે, પરંતુ તેની સ્થિતિ અને કહાની થોડી અલગ હતી.
અહી માતા-પિતાના ઝઘડા વચ્ચે ફસાયેલા દૂધપીતા બાળકનો જીવ બચાવવા માટે મહિલા પોલીસકર્મીએ સ્તનપાન કરાવ્યું હતું. ત્યારે મહાનિર્દેશક સહિત કેરળ હાઇકોર્ટના ન્યાયાધીશોએ પણ મહિલા પોલીસકર્મીના વખાણ કર્યા હતા. મહિલા અધિકારીની ઓળખ એમ.આર. રામ્યાના રૂપમાં થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ, માતાએ કોઝિકોડ ચેવયુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનું બાળક ગુમ છે.
વિવાદના કારણે તેનો પતિ બાળકને પોતાની સાથે લઈ ગયો હતો. ફરિયાદ નોંધીને પોલીસ તપાસ અભિયાન ચલાવીને બાળક અને તેના પિતાને શોધી કાઢ્યા. માતાના દૂધની કમી કારણે બાળકની સ્થિતિ નાજૂક થઈ રહી હતી, જેના કારણે તેને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યું. જાણકારી મળ્યા બાદ રામ્યાએ આગળ આવીને સ્તનપાન કરાવીને જીવ બચાવ્યો હતો.
Related Posts
Top News
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો
Opinion
