છેતરપિંડીના આરોપો પર ECIનો જવાબ, આ કારણે મતદારોને મળે છે એક પ્રકારના EPIC નંબર

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલા, તૃણમૂલ કોંગ્રેસ (TMC)BJP પર મતદાર યાદી સાથે છેડછાડના ગંભીર આરોપો લગાવ્યા છે. પાર્ટીએ કહ્યું છે કે, હરિયાણા અને પશ્ચિમ બંગાળના કેટલાક મતદારો પાસે સમાન EPIC એટલે કે 'ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ' નંબર છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ અનિયમિતતા (ડુપ્લિકેટ EPIC નંબર)માં ચૂંટણી પંચ (ECI)પણ સામેલ છે. હવે આ સમગ્ર મામલે ચૂંટણી પંચનો જવાબ આવ્યો છે.

ECIએ સ્વીકાર્યું છે કે વિવિધ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોના કેટલાક મતદારોને સમાન EPIC નંબરો મળ્યા છે. કમિશને આનું કારણ પણ આપ્યું છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સમાન EPIC નંબર હોવાનો અર્થ એ નથી કે, યાદીમાં નકલી મતદાર છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ પહેલા દરેક રાજ્ય EPIC મેન્યુઅલી બનાવતા હતા. આ ડેટા કેન્દ્રિત નહોતો. તેનો અર્થ એ થયો કે, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારોનો ડેટા એકબીજા સાથે જોડાયેલો ન હતો.

રાજસ્થાનમાં 23 નવેમ્બરે ચૂંટણી ન થવી જોઈએ;શા માટે BJP સાંસદે ECI પાસે કરી માગણી

કેટલાક રાજ્યોએ EPIC નંબર બહાર પાડવા માટે સમાન પેટર્નનો ઉપયોગ કર્યો હતો. આના કારણે, કેટલાક મતદારોને સમાન EPIC નંબર મળવાની શક્યતા રહી. પરંતુ આ મતદારો અલગ અલગ રાજ્યોના છે.

ERONETએ ચૂંટણી પંચનું એક કેન્દ્રિય પ્લેટફોર્મ છે. અહીં દેશભરના તમામ મતદારોનો ડેટા ખસેડવામાં આવે છે. આ પ્લેટફોર્મ પર ડેટા શિફ્ટ કરતા પહેલા આ ભૂલ આવી હતી. ECIએ કહ્યું છે કે તે તેમાં સુધારો કરશે. ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, 'કોઈપણ આશંકા દૂર કરવા માટે, પંચે આવા મતદારોને એક અનોખો EPIC નંબર આપવાનો નિર્ણય લીધો છે. ડુપ્લિકેટ EPIC નંબરના કોઈપણ કિસ્સાઓને સુધારવામાં આવશે. આ માટે, ERONET 2.0 પ્લેટફોર્મ અપડેટ કરવામાં આવશે.'

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ આવા મતદારોને 'ભૂતિયા મતદારો' કહ્યા હતા. TMCએ આરોપ લગાવ્યો હતો કે BJP અને ચૂંટણી પંચ મતદાર યાદી સાથે છેડછાડ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં અન્ય રાજ્યોના મતદારોને મતદાન કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચે પણ આ અંગે સ્પષ્ટતા આપી છે, 'એ સ્પષ્ટ કરવામાં આવે છે કે, કેટલાક મતદારોના EPIC નંબરો સમાન હોઈ શકે છે. પરંતુ વિધાનસભા મતવિસ્તાર અને મતદાન મથક વગેરે જેવી અન્ય વિગતો અલગ છે. સમાન EPIC નંબર હોવા છતાં, કોઈપણ મતદાર ફક્ત તેના/તેણીના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના પોતાના મતવિસ્તારમાં જ મતદાન કરી શકે છે. તેમણે ફક્ત તેમના નિયુક્ત મતદાન મથક પર જ મતદાન કરવાનું રહેશે. તે બીજે ક્યાંય જઈને આ કરી શકતો નથી.'

27 ફેબ્રુઆરીના રોજ, TMC સુપ્રીમો CM મમતા બેનર્જીએ એક પરિષદમાં કહ્યું હતું કે, BJPએ દિલ્હી અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં સમાન ગેરરીતિઓ કરી છે. જોકે, BJPએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. CM બેનર્જીએ પાર્ટી કાર્યકરોને વિવિધ વિસ્તારોમાં જઈને મતદારોના ઓળખપત્રોની ચકાસણી કરવા સૂચના આપી હતી. 1 માર્ચના રોજ, TMC કાર્યકરોએ દક્ષિણ કોલકાતાના ચેતલા વિસ્તાર અને CM બેનર્જીના મતવિસ્તાર ભવાનીપુરમાં ચકાસણી અભિયાન હાથ ધર્યું.

1556018167VOTING-d

CM મમતા બેનર્જીએ ચૂંટણી પંચને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો આ મામલે જરૂરી કાર્યવાહી નહીં થાય તો TMC ચૂંટણી પંચના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરશે. આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી કાર્યાલય (CEO) તરફથી એક નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મતદાર યાદીમાં ફેરફાર કરવાનું કામ રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો (BLO) સાથે મળીને કરવામાં આવે છે.

Related Posts

Top News

આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર

ઘણી વાર એવું બને છે કે તમે એક ક્ષણે ખુશ હોવ છો અને બીજી જ ક્ષણે તમારું મન ઉદાસ થઈ...
Lifestyle 
આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 03-04-2025 દિવસ: ગુરુવાર મેષ: આજે તમારામાં નિર્ભયતાની ભાવના રહેશે. જીવનસાથીને અચાનક કોઈ શારીરિક પીડા થઈ શકે છે, જેના કારણે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

કોકા-કોલાએ સોફ્ટ ડ્રીંકનું વેચાણ ઘટાડીને આ બિઝનેસ પર ફોકસ કર્યું

દુનિયાની સૌથી મોટો બેવરેજીસ કંપની કોકા-કોલાએ છેલ્લાં ઘણા સમયથી સોફ્ટ ડ્રિંકસના બિઝનેસ પર ધ્યાન ઘટાડીને ડેરી પ્રોડક્ટનો બિઝનેસ વધારવા પર...
Business 
કોકા-કોલાએ સોફ્ટ ડ્રીંકનું વેચાણ ઘટાડીને આ બિઝનેસ પર ફોકસ કર્યું

મોદી સરકાર સફળ રહી... વક્ફ સંશોધન બિલ લોકસભામાં મંજૂર

2 એપ્રિલ 2025ના રોજ લોકસભામાં વક્ફ સંશોધન બિલને મંજૂરી મળી છે જે ભારતના રાજકીય અને સામાજિક પરિદૃશ્યમાં એક મહત્ત્વપૂર્ણ...
Governance 
મોદી સરકાર સફળ રહી... વક્ફ સંશોધન બિલ લોકસભામાં મંજૂર
Copyright (c) Khabarchhe All Rights Reserved.