નીતિન ગડકરી કેમ કહ્યું- મુસ્લિમોએ IAS-IPS બનવું જોઈએ, આપણે મસ્જિદમાં...

દેશમાં હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુસ્લિમ સમુદાયમાં શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂકતા જાતિના રાજકારણ પર કટાક્ષ કર્યો છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે વધુને વધુ મુસ્લિમ લોકો IPS અને IAS બને. નાગપુરમાં સેન્ટ્રલ ઇન્ડિયા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યું કે, સમાજમાં મુસ્લિમ સમુદાયને સૌથી વધુ શિક્ષણની જરૂર છે. તેમનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

Nitin-Gadkari2
navbharatlive.com

હકીકતમાં, ગડકરીએ કહ્યું કે મુસ્લિમ સમુદાયમાં ચાની દુકાન, પાનની દુકાન, કચરો વેચવા (કબાડ)નો વ્યવસાય, ટ્રક ડ્રાઇવિંગ અને સાફ સફાઈ જેવા થોડા જ વ્યવસાયોમાં પ્રબળ છે. તેમણે કહ્યું કે જો સમાજના લોકો એન્જિનિયર, ડોક્ટર, IAS અને IPS બને તો જ સાચી પ્રગતિ થશે. તેમણે આગ્રહ કર્યો કે, આપણે મસ્જિદમાં સો વાર નમાઝ અદા કરી શકીએ છીએ. પણ જો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવી નહીં લઈએ તો આપણું ભવિષ્ય શું હશે?

Nitin-Gadkari1
navbharatlive.com

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું ઉદાહરણ આપતા ગડકરીએ કહ્યું કે, મહાનતા જાતિ, ધર્મ, ભાષા કે લિંગથી નહીં, પરંતુ ગુણોથી આવે છે. તેમણે કહ્યું કે ડૉ. કલામે વિજ્ઞાનમાં યોગદાન આપ્યું અને તેઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા. તેથી શિક્ષણને પ્રાથમિકતા આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જાતિગત રાજકારણ પર કટાક્ષ કરતા ગડકરીએ કહ્યું કે, તેઓ મત માટે જાતિગત નેતાઓને ખુશ કરવામાં માનતા નથી. એક જાહેર સભાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેમણે 50,000 લોકોની સામે કહ્યું હતું કે, જો કોઈ જાતિ વિશે વાત કરશે તો તેઓ તેને જોરથી લાત મારશે. તે સમયે પણ જાતિવાદ પરનું તેમનું નિવેદન ખુબ વાયરલ થયું હતું.

Nitin-Gadkari3
navbharatlive.com

એટલું જ નહીં, ગડકરીએ કહ્યું કે, શિક્ષણ માત્ર એક વ્યક્તિ અને પરિવારનો વિકાસ જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશનો પણ વિકાસ કરે છે. તેમણે લોકોને જ્ઞાનને પોતાની શક્તિ બનાવવા અને જાતિ અને ધર્મના રાજકારણથી ઉપર ઉઠીને આગળ વધવા વિનંતી કરી. તેમના આ નિવેદનથી એવા સમયે ચર્ચા શરૂ થઈ છે, જ્યારે રાજકીય રીતે આપણને દરરોજ મુસ્લિમો વિશે કંઈક ને કંઈક જોવા અને સાંભળવા મળે છે. ગડકરી જે સરકારમાં મંત્રી છે, તેના ઘણા પ્રતિનિધિઓ પણ મુસ્લિમો પ્રત્યે અસ્વસ્થતા અનુભવે છે.

Top News

લગ્ન પછી દુલ્હન રસગુલ્લા ખાઈને હાથ ધોવાના બહાને પ્રેમી સાથે ભાગી ગઈ

બિહારના મુંગેર જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક પુત્રી લોક લાજ છોડીને તેના લગ્નના દિવસે જ તેના...
National 
લગ્ન પછી દુલ્હન રસગુલ્લા ખાઈને હાથ ધોવાના બહાને પ્રેમી સાથે ભાગી ગઈ

ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી દીધું, પાકિસ્તાન કેમ રાતા પાણીએ રડશે?

પહેલગામની ઘટના પછી ભારત સરકારે સિંધુ જળ સંધિનિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કે ભારતે પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક...
National 
ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી દીધું, પાકિસ્તાન કેમ રાતા પાણીએ રડશે?

રિચ ડેડ પુઅર ડેડના લેખકે જણાવ્યો અમીર બનવાનો નવો ફોર્મ્યૂલા, કહ્યું- મંદીમાં જઈ રહ્યું છે અમેરિકા

પર્સનલ ફાઇનાન્સનું પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ વાંચ્યું જ હશે. વાંચ્યું નહીં હોય, તો નામ તો સાંભળ્યું...
Business 
રિચ ડેડ પુઅર ડેડના લેખકે જણાવ્યો અમીર બનવાનો નવો ફોર્મ્યૂલા, કહ્યું- મંદીમાં જઈ રહ્યું છે અમેરિકા

Realmeએ લોન્ચ કર્યો 7200mAh બેટરી વાળો શાનદાર 5G ફોન, પણ કિંમત છે અધધધ

Realme એ વધુ એક શાનદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Realme નો આ ફોન 7,200mAh ની શક્તિશાળી બેટરી સાથે આવે છે....
Tech & Auto 
Realmeએ લોન્ચ કર્યો 7200mAh બેટરી વાળો શાનદાર 5G ફોન, પણ કિંમત છે અધધધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.