વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર એક પછી એક ઝટકા મળી રહ્યા છે, ચૂંટણીમાં ભારે ન પડી જાય

એવું લાગી રહ્યું છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીએ વક્ફ સંશોધન બિલને સમર્થન આપીને ભૂલ કરી દીધી છે. મોહમ્મદ કાસિમ અન્સારી બાદ હવે JDUના નેતા મોહમ્મદ શાહનવાઝ મલિકે પણ રાજીનામું આપી દીધું છે. તેઓ જમુઈના જિલ્લા અધ્યક્ષ અને લઘુમતી સેલના રાજ્ય સચિવ પણ હતા. JDUએ વક્ફ સંશોધન બિલને સમર્થન કર્યું છે અને રાજીનામા પાછળનું કારણ આજ છે.

Mohammed-Qasim
x.com/ANI

 

શાહનવાઝ મલિકે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આ રાજીનામું લખ્યુ છે. તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ અને અન્ય જવાબદારીઓમાંથી રાજીનામું આપ્યું છે. શાહનવાઝ મલિકે તેની જાણકારી (કોપીની નકલ) JDUના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાને પણ આપી છે. પાર્ટીના લઘુમતી પ્રદેશ અધ્યક્ષ મોહમ્મદ અશરફ અંસારીને પણ તેની બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી છે.

મલિકે શું લખ્યું છે પત્રમાં?

રાજીનામાનો પત્ર ગુરુવાર (03 એપ્રિલ, 2025)ની તારીખનો છે. JDU નેતા અને વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર રહેલા મોહમ્મદ કાસિમે પોતાના રાજીનામામાં જે વાત લખી હતી, એજ વાત શાહનવાઝ મલિકે પણ લખી છે. આમ કહીએ તો, આખી લાઇન એજ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે મલિકે રાજીનામામાં લખ્યું છે કે, ‘અમારા જેવા લાખો અને કરોડો ભારતીય મુસ્લિમોનો અતૂટ વિશ્વાસ હતો કે તમે વિશુદ્ધ રૂપે સેક્યૂલર વિચારધારાના ધ્વજવાહક છો, પરંતુ હવે આ વિશ્વાસ તૂટી ગયો છે.

Mohammad-Shahnawaz-Malik1
indiatvnews.com

 

શાહનવાઝ મલિકે કહ્યું કે, નીતિશ કુમારે વક્ફને સમર્થન આપ્યું છે તે ખૂબ જ અફસોસની વાત છે. જેના કારણે આજે હું રાજીનામું આપી રહ્યો છું. જે પ્રકારે લલન સિંહે તેવર સાથે પોતાની વાત રાખી તે અમારા માટે ખૂબ જ દુઃખદ છે. ખૂબ રાહ જોયા બાદ, ઘણી આશાઓ બાદ, બધી વાત સામે આવ્યા બાદ, અમારા મુસ્લિમોનું દિલ તૂટી ગયું છે. JDU અને નીતિશ કુમાર બંનેને અલવિદા કહું છું.

Top News

સુરતની વરાછાની સરકારી સાયન્સ કોલેજ માટે પાલિકાએ સરકારને જમીન આપી

ગુજરાત સરકારે વર્ષ 2021માં સુરતના વરાછા વિસ્તારમાં સરકારી સાયન્સ કોલેજને મંજૂરી આપી હતી. વર્ષ 2022થી સીમાડા વિસ્તારમાં આવેલી સુરત મહાનગર...
Education 
સુરતની વરાછાની સરકારી સાયન્સ કોલેજ માટે પાલિકાએ સરકારને જમીન આપી

અશ્વિન YouTube ચેનલને લઈ મુશ્કેલીમાં, વિવાદ વધતા CSKનું કવરેજ નહીં કરવાનો નિર્ણય લીધો

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નથી. ટીમે 4 મેચ રમી છે...
Sports 
અશ્વિન YouTube ચેનલને લઈ મુશ્કેલીમાં, વિવાદ વધતા CSKનું કવરેજ નહીં કરવાનો નિર્ણય લીધો

હીટવેવથી બાળકોને બચાવવા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આ સૂચના આપી

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આકરી ગરમી પડી રહી  છે, હીટવેવની સ્થિતિ છે. ભયંકર ગરમી અને લૂથી લોકો પરેશાન છે....
Education 
હીટવેવથી બાળકોને બચાવવા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આ સૂચના આપી

બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો

અસામાજિક તત્વાનો ઘરો પર બુલડોઝર ફેરવીને પરિવારોને બેઘર કરી દેવાની નીતિ સામે ગુજરાત ભાજપના જ એક દિગ્ગજ નેતાએ સવાલ ઉઠાવ્યો...
Gujarat 
બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.