- National
- આ રીતે તો જજોનું જીવવાનું મુશ્કેલ થઈ જશે, CJIએ આખરે કઇ વાત પર વ્યક્ત કરી ચિંતા?
આ રીતે તો જજોનું જીવવાનું મુશ્કેલ થઈ જશે, CJIએ આખરે કઇ વાત પર વ્યક્ત કરી ચિંતા?

રિટાયર્ડ જિલ્લા જજોને પેન્શનમાં મળતી રકમે સુપ્રીમ કોર્ટે પણ ચિંતામાં નાખી દીધી છે. કોર્ટે આ અંગે એટર્ની જનરલ આર. વેંકટરમણીને ન્યાયસંગત સમાધાન લાવવાની મદદ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડે એ પણ બતાવ્યું કે, હાઇ કોર્ટના કેટલાક જજોના પગારની ચૂકવણી ન થવા પર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે કેમ કે તેમને જિલ્લા કોર્ટ તરફથી પ્રમોશન બાદ નવા GPF ખાતા આપવામાં આવ્યા નથી.
અખિલ ભારતીય ન્યાયાધીશ સંઘની એક અરજી પર સુનાવણી કરતા CJI ડી.વાઇ. ચંદ્રચૂડે સવાલ કર્યો કે, રિટાયર્ડ જિલ્લા જજોને 19 હજારથી 20 હજાર પેન્શન મળી રહી છે. લાંબી સેવા બાદ તેઓ આખરે કેવી રીતે જિંદગી ચલાવશે? જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડે તેની સાથે જ કહ્યું કે, આ એ પ્રકારની ઓફિસ છે, જ્યાં તમે પૂરી રીતે અક્ષમ થઈ જાવ છો. તમે અચાનક પ્રેક્ટિસમાં નહીં આવી શકો અને 61-62 વર્ષની ઉંમરમાં હાઇ કોર્ટમાં નહીં જઇ શકો.
તેની સાથે જ તેમણે કહ્યું કે, અમે તેનું ઉચિત સમાધાન ઇચ્છીએ છીએ. તમે જાણો છો કે જિલ્લા ન્યાયાધીશ વાસ્તવમાં પીડિત છે.' તો આ મામલે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા એટર્ની જનરલે કહ્યું કે, તેઓ આ મુદ્દાને જોશે. આ અગાઉ કોર્ટે બીજા રાષ્ટ્રીય ન્યાયિક વેતન આયોજની ભલામણોના આધાર પર જજોના પગાર અને સેવા શરતો બાબતે નિર્દેશ જાહેર કર્યા હતા. તેમાં રાજ્યોને બાકી ચૂકવવા અને હાઇકોર્ટનુ ઉચિત કાર્યન્વય સુનિશ્ચિત કરવા માટે સમિતિઓ બનાવવા કહ્યું હતું.
આ મામલે નિમણૂક કરવામાં આવેલા ન્યાય મિત્ર અને વરિષ્ઠ એડવોકેટ કે. પરમેશ્વરે પીઠને જણાવ્યું હતું કે, કેટલાક રાજ્યો તરફથી એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. રાજ્યોનું કહેવું છે કે આ આદેશનું પાલન કરવાથી ભારે નાણાકીય બોજ પડશે. તેમણે પીઠને કહ્યું કે, આ મામલે કેન્દ્રનું કહેવું છે કે આ એક મોટો રાજકોષીય મામલો છે, આપણે પેન્શનનો ભાર ઓછો કરવો જોઈએ. આ કેસની આગામી સુનાવણી 4 માર્ચે થશે.
Related Posts
Top News
ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ
ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ
Opinion
