4 બાળકોની માતા પર આવ્યું 3 બાળકોના પિતાનું દિલ, ગ્રામજનોએ બૂટ-ચપ્પલની વરમાળા પહેરાવી અને પછી...

On

મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં 4 બાળકોની માતા પર, 3 બાળકોનો પિતાનું દિલ આવી ગયું. ત્યારબાદ લોક-લાજની શરમ કર્યા વિના બંને સાથે લિવ-ઇનમાં રહેવા લાગ્યા. ગ્રામજનોને બંને સાથે રહેતા હતાએ ન ગમ્યું અને તેમણે સમાજની પંચાયત બોલાવી. પંચાયતમાં બંનેને સમજાવવામાં આવ્યા કે, તમે લોકો પહેલાથી જ પરિણીત છો. પરંતુ બંને સાથે રહેવાની વાત પર અડગ રહ્યા. ત્યારબાદ ગ્રામજનોએ દંપતીને ગામની બહાર કાઢી મૂકવાનો નિર્ણય લીધો. ગ્રામજનોએ મહિલા અને પુરુષને એકબીજાના ગળામાં બૂટ અને ચપ્પલના વરમાળા પહેરાવડાવી અને જૂલુસ કાઢ્યું. ગ્રામજનોએ જણાવ્યું કે, મહિલા પુરુષ બંને જ ગામની બહાર જતા રહ્યા. આ ઘટનાક્રમ 16 માર્ચ, રવિવારના રોજ બન્યો હતો.

Extra-Marrital-affair3
bhaskar.com

 

કહેવામાં આવી રહ્યું છે કે નયા કાજરીમાં રહેનારા મહિલા અને પુરુષ પહેલાથી જ પરિણીત છે. મહિલાને 4 બાળકો છે. એક પુત્ર અને પુત્રીની ઉંમર લગભગ 16 અને 17 વર્ષની છે. આ પુરુષના પણ 2 પુત્ર અને એક પુત્રી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, મહિલા અને પુરુષ બંને સાથે રહેતા હતા. ગ્રામજનોને તેમના પ્રેમની જાણકારી મળી. ગ્રામજનોએ 4-5 આદિવાસી સમાજના ગામ અને પરિવારના સભ્યોને ભેગા કર્યા. સમાજની પંચાયતે મહિલા અને પુરુષને સમજાવ્યા કે તમે પહેલાથી જ પરિણીત છો. એટલે, તમે બંને એકબીજાને ભૂલીને પોતપોતાના ઘરમાં રહો. પરંતુ બંનેએ પંચાયતની વાત ન માની. ત્યારબાદ પંચાયતે બંનેને ગામમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો. આરોપ છે કે, ગ્રામજનોએ દંપતીનું અપમાન કરતા એક-બીજાને બૂટ અને ચપ્પલના હાર પહેરાવવા મજબૂર કર્યું અને જૂલુસ પણ કાઢ્યું.

Kiran-Pandya
khabarchhe.com

 

એક ગ્રામીણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, પંચાયતે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું કે, મહિલા અને પુરુષ બંને ગામની બહાર રહેશે. આસપાસના આદિવાસી સમાજના લોકો તેમને મદદ નહીં કરે. જો કોઈ મદદ કરશે તો તેને પણ પંચાયતના નિર્ણય વિરુદ્ધ ગણવામાં આવશે. તો વીડિયો વાયરલ થયા બાદ નાયબ મામલતદાર અને સેમરી હરચંદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગામમાં પહોંચ્યા હતા. ઘટનાના સંબંધમાં ગ્રામજનો સાથે વાત કરી હતી. તેમજ ઉપરોક્ત વ્યક્તિના ભાઈ અને મહિલાના સાસરિયા તેમજ પતિ સાથે પણ વાત કરી હતી.

Top News

બેંગ્લોરના ડોગ પ્રેમીએ ખરીદ્યો વરુ જેવા ચહેરાવાળો 50 કરોડનો સૌથી મોંઘો કૂતરો

બેંગ્લોરના એક માણસને કૂતરાઓ પાળવાનું એટલું બધું ગમતું હતું કે, તેણે 50 કરોડ રૂપિયામાં દુનિયાનો સૌથી મોંઘો કૂતરો ખરીદ્યો....
Offbeat 
બેંગ્લોરના ડોગ પ્રેમીએ ખરીદ્યો વરુ જેવા ચહેરાવાળો 50 કરોડનો સૌથી મોંઘો કૂતરો

શેરબજારમાં તોફાની તેજીના 5 કારણો, શું સારા દિવસો પાછા આવી ગયા?

ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. માત્ર 4 દિવસમાં, સેન્સેક્સ 2.97 ટકા અથવા 2190 પોઈન્ટ...
Business 
શેરબજારમાં તોફાની તેજીના 5 કારણો, શું સારા દિવસો પાછા આવી ગયા?

નીતા અંબાણી નહીં, હવે આ છે ભારતના સૌથી ધનિક મહિલા, જાણી લો સંપત્તિ વિશે

જ્યારે પણ આપણે ભારતની સૌથી ધનિક મહિલાઓ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણા મનમાં સૌથી પહેલા નીતા અંબાણીનું નામ આવે...
Business 
નીતા અંબાણી નહીં, હવે આ છે ભારતના સૌથી ધનિક મહિલા, જાણી લો સંપત્તિ વિશે

ગૂગલે લોન્ચ કર્યો સસ્તો ફોન, iPhone 16eને ટક્કર આપવા આવ્યો છે Pixel 9a

ગૂગલે પોતાનો નવો સ્માર્ટફોન Pixel 9a લોન્ચ કર્યો છે.  આ બ્રાન્ડનો લેટેસ્ટ સ્માર્ટફોન છે, જે પાવરફુલ ફીચર્સ સાથે આવે છે....
Tech & Auto 
ગૂગલે લોન્ચ કર્યો સસ્તો ફોન, iPhone 16eને ટક્કર આપવા આવ્યો છે Pixel 9a
Copyright (c) Khabarchhe All Rights Reserved.