- National
- વિદ્યાર્થીને શિક્ષકની દીકરી સાથે થઈ ગયો પ્રેમ, મંદિરમાં લગ્ન કરી લીધા તો મચી ગયો હોબાળો
વિદ્યાર્થીને શિક્ષકની દીકરી સાથે થઈ ગયો પ્રેમ, મંદિરમાં લગ્ન કરી લીધા તો મચી ગયો હોબાળો

બિહારના જમુઈમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થીને ટ્યૂશન જવા દરમિયાન પોતાના જ શિક્ષકની દીકરી સાથે પ્રેમ થઈ ગયો, ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા અને હવે તેઓ સુરક્ષા માટે અનુરોધ કરી રહ્યા છે. હકીકતમાં, અલીગંજ વિસ્તારમાં ટ્યૂશન દરમિયાન શરૂ થયેલી આ પ્રેમ કહાની 8 વર્ષ બાદ લગ્નના પડાવ સુધી પહોંચી ગઈ, પરંતુ હવે આ પ્રેમી યુગલ પોતાના પરિવારથી જ જીવનું જોખમ અનુભવી રહ્યું છે અને પોલીસ પાસેથી સુરક્ષાની માગ કરી રહ્યું છે. મામલાની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી, જ્યારે અલીગંજ બજારમાં ચા વેચનાર અનિલ રામનો પુત્ર રાજીવ કુમાર ટ્યૂશન માટે શિક્ષક જિતેન્દ્ર કુમાર પાંડેના ઘરે જતો હતો. ત્યાં જ, તે તેની પુત્રી ગુડિયા સાથે નજીકતા વધી અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. બંને અલગ-અલગ જાતિના હતા, જેના કારણે ગુડિયાના પરિવારજનો આ સંબંધ વિરુદ્ધ હતા. તેમણે ગુડિયા પર નજર રાખવાનું શરૂ કરી દીધું અને તેના પર જાત જાતના પ્રતિબંધો લગાવવાના ચાલું કરી દીધા હતા. તેને અત્યાચારિત પણ કરવામાં આવતી હતી.

ગુડિયાના જણાવ્યા મુજબ, તેને ખાવાનું પણ આપવામાં આવતું નહોતું અને ઘરમાં કેદ રાખવામાં આવતી હતી. તેણે કહ્યું કે, રાજીવ તેના અભ્યાસનો બધો ખર્ચ ઉઠાવતો હતો અને તેનો પૂરો ખ્યાલ રાખતો હતો. અત્યાચારથી કંટાળીને બંનેએ 17 માર્ચ 2025ના રોજ દેવઘર મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ, જેના કારણે મામલો ગરમાયો. ત્યારબાદ, ગુડિયાના પરિવારજનોએ પ્રેમી રાજીવના પિતા અનિલ રામ વિરુદ્ધ ખોટો કેસ દાખલ કર્યો. રાજીવનો આરોપ છે કે, પોલીસે તેના પિતાને કસ્ટડીમાં લઈને છોડવા માટે 10,000 રૂપિયાની માગણી કરી હતી, જેને ચૂકવ્યા બાદ છોડવામાં આવ્યો હતો.

લગ્ન બાદ, બંનેને જીવથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી, જેના કારણે તેઓ છેલ્લા ઘણા દિવસોથી છુપાઈને રહેતા હતા. આખરે બંનેએ જમુઈના SP મદન કુમાર આનંદને મળીને સુરક્ષા અને ન્યાયની માગ કરી હતી. SPના નિર્દેશ પર, કલમ 164 હેઠળ ગુડિયાનું નિવેદન નોંધવામાં આવ્યું અને કોર્ટના આદેશ પર, તેને રાજીવના પરિવારને સોંપી દેવામાં આવી. પ્રેમી યુગલ હવે પ્રશાસન પાસેથી રક્ષણની માગ કરી રહ્યું છે.
Related Posts
Top News
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Opinion
-copy48.jpg)