હાજી અલી દરગાહ પર દુનિયાનો સૌથી ઉંચો પોલ બનશે અને તેના પર ફરકશે તિરંગો

મુંબઈની પ્રખ્યાત હાજી અલી દરગાહ પર વિશ્વનો સૌથી ઉંચો ધ્વજ પોલ ઉભો કરીને તેના પર તિરંગો ધ્વજ ફરકાવવાની યોજના છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના  અહેવાલ અનુસાર, દરગાહમાં હાલમાં સમારકામ ચાલી રહ્યું છે અને દરગાહ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્ધાટન માટે આમંત્રણ મોકલવામાં આવશે. દરગાહના ટ્રસ્ટી સોહેલ ખંડવાનીએ જણાવ્યું કે થાંભલાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

વર્તમાનમાં વિશ્વનો સૌથી ઊંચો ધ્વજ ફરકાવવાનો  થાંભલો ઇજિપ્તના કૈરોમાં છે, જેની લંબાઈ 201.952 મીટર છે. વર્ષ 2021 સુધીમાં, સાઉદી અરેબિયાના જેદ્દાહમાં વિશ્વનો સૌથી લાંબો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેની લંબાઈ 171 મીટર હતી.

ખંડવાનીએ કહ્યું કે મેં આ અંગે દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી હતી જ્યારે તેઓ 2014-19 દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેઓ હાજી અલી દરગાહના પરિસરમાં વિશ્વના સૌથી ઊંચા સ્તંભ પર તિરંગો ધ્વજ ફરકાવવાના વિચાર સાથે સંમત થયા હતા. બુધવારે, મેં તેમને ફરીથી આ વિશે યાદ કરાવ્યું અને તેમણે અમને તેની મંજૂરી આપી દીધી છે.

ખંડવાનીએ કહ્યું કે આ માટે ઘણી બધી એજન્સીઓની મદદ લેવામાં આવશે અને ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલી આ દરગાહના પરિસરમાં વિશ્વનો સૌથી ઉંચો ધ્વજ પોલ સ્થાપિત કરવા માટે મોટા પાયે સ્ટાફ અને સહયોગની જરૂર પડશે.

મુંબઈના વરલી કિનારે એક નાનકડા ટાપુ પર આવેલી આ વિશ્વ પ્રસિદ્ધ દરગાહ ન માત્ર આસ્થાનું કેન્દ્ર છે પણ એક પ્રવાસન સ્થળ પણ છે. અહીં દર વર્ષે હજારો લાખો લોકો આવે છે અને સૈયદ પીર હાજી અલી શાહ બુખારીને ચાદર ચઢાવે છે.

દુનિયાનો સૌથી ઉંચો થાંભલો જયાં બનવાનો છે તે હાજી અલીની દરગાહ વિશે જાણી લઇએ.

હાજી અલીની દરગાહ એ એક મસ્જિદ અને દરગાહ છે જે મુંબઈના વરલી કિનારે એક નાના ટાપુ પર આવેલી છે. તે સૈયદ પીર હાજી અલી શાહ બુખારીની યાદમાં વર્ષ 1431માં બનાવવામાં આવી હતી. આ દરગાહ મુસ્લિમ અને હિન્દુ સમુદાયો માટે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. તે મુંબઈનું એક મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રવાસન સ્થળ પણ છે.

હાજી અલી ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, હાજી અલી સમગ્ર વિશ્વમાં ફરતા ઉઝબેકિસ્તાનના બુખારા પ્રાંતથી ભારત પહોંચ્યા હતા.  એવું કહેવાય છે કે હાજી અલી ખૂબ જ સમૃદ્ધ પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા પરંતુ મક્કાની મુલાકાત દરમિયાન તેમણે પોતાની સમગ્ર સંપત્તિ ઉમદા હેતુ માટે દાનમાં આપી દીધી હતી. તે જ પ્રવાસ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. એવું માનવામાં આવે છે કે તેમનો મૃતદેહ એક શબપેટીમાં હતો અને તે સમુદ્રમાં વહેતી વખતે મુંબઈ પાછો આવ્યો હતો. અહીં તેમની દરગાહ બનાવવામાં આવી હતી.

Related Posts

Top News

સાયકલ પર દૂધ વેચનારે 500 કરોડની કંપની ઉભી કરી દીધી આજે રોજનું 36 લાખ લીટર મિલ્ક વેચે છે

એક વ્યક્તિએ 20 વર્ષ સાયકલ પર ઘરે ઘરે દુધ વેચ્યું અને તે વખતે રોજનું 60 લીટર દુધ વેચતા આજે એ...
Business 
સાયકલ પર દૂધ વેચનારે 500 કરોડની કંપની ઉભી કરી દીધી આજે રોજનું 36 લાખ લીટર મિલ્ક વેચે છે

અધિકારી દરેક જિલ્લામાં રામાયણ પાઠ કરાવે-રામ નવમી પર માંસની દુકાન ન ખુલે, CM યોગીનો હુકમ

ઉત્તર પ્રદેશ સરકારે રામ નવમી એટલે કે 6 એપ્રિલના રોજ તમામ માંસની દુકાનો બંધ રાખવાના નિર્દેશો આપ્યા છે. આ ઉપરાંત...
National 
અધિકારી દરેક જિલ્લામાં રામાયણ પાઠ કરાવે-રામ નવમી પર માંસની દુકાન ન ખુલે, CM યોગીનો હુકમ

રત્નકલાકારો અચાનક સરકારની સાથે અને શેઠોની વિરુદ્ધમાં કેમ થઇ ગયા?

સુરતમાં 30 માર્ચ રવિવારે સવારે કતારગામ દરવાજાથી કાપોદ્રા સુધી રત્નકલાકારોની એક રેલી નિકળી અને શાંતિપૂર્ણ રીતે કોઇ પણ જાતની બબાલ...
Gujarat 
રત્નકલાકારો અચાનક સરકારની સાથે અને શેઠોની વિરુદ્ધમાં કેમ થઇ ગયા?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 31-03-2025 દિવસ: સોમવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.