
એક મહિનાથી પણ ઓછા સમયમાં ગુજરાતમાં કપાસની કિંમતો 2500 રૂપિયા પ્રતિ 20 કિલોગ્રામથી તુટીને 30મી ડિસેમ્બરના રોજ 1600 રૂપિયા સુધી આવી ગઇ છે. ખેડૂતોની ફરિયાદ છે કે, ડિસેમ્બર મહિના અને માર્ચ મહિનામાં જ્યારે તેમને પૈસાની જરૂર હોય છે, તો કિંમતો તુટી જાય છે. હાલની કિંમતો ઉત્પાદનની પડતર પણ કવર નથી કર શકતી. વેપારીઓ અને જાણકારોનું કહેવું છે કે, ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી છે, કોઇ ખરીદદાર નથી, જેનાથી સૂત અને કપડા બનાવનારી કંપનીઓ 50 ટકા ક્ષમતા પર કામ કરી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના એક ખેડૂત રાજુ પટેલે ગુરુવારે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને પોતાના કપાસને સળગાવવાની અનુમતિ માગી છે, કારણ કે, તેઓ કપાસના ઉત્પાદનની પડતર પણ વસૂલ નથી કરી શકતા. એક ઉદાહરણનો હવાલો આપતા પટેલે કહ્યું કે, કપાસની તોડવા માટે તેમને 20 કિલોગ્રામ પર 180 રૂપિયાનો ખર્ચ લાગે છે. ખેડૂતો અનુસાર, તેમણે 20 કિલો માટે ઓછામાં ઓછા 2100 રૂપિયા મળવા જોઇએ જેથી ખર્ચ પૂરો થઇ શકે અને થોડો નફો થાય.
કેન્દ્ર સરકારે મોનસૂન પહેલા 20 કિલો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્યના રૂપમાં 1276 રૂપિયાની ઘોષણા કરી હતી. સરકારનું માનવું છે કે, આ કિંમત પર ખેડૂતોને પ્રતિ 20 કિલો 600 રૂપિયાનો નફો મળશે. પત્રકાર હર્ષદ ગોહેલે તેની ગણતરીને લઇને સવાલ કર્યો છે કે, તેના અનુસાર, સરકાર ઉત્પાદન પડતર વૃદ્ધિની ગણતરી નથી કરી રહી, ભલે એ બીજ હોય, ખાતર હોય, જંતુનાશક હોય, ડીઝલની કિંમત હોય, ટ્રેક્ટરની કિંમત હોય કે પછી લીઝ રેન્ટ હોય, મજૂરોનો ભાવ લગભગ બે ગણો થઇ ગયો છે.
સરકાર ક્યારેય પણ શ્રમ શુલ્ક, ભૂમિ ઉર્વારતા અને પરિવારની રહેવાની પડતરની ગણતરી નથી કરતી. MSPની ગણતરી કરતી વખતે આ દરેકને શામેલ કરવામાં આવે છે, તો આ ખેડૂતોને ખર્ચા પુરા કરવા અને થોડો નફો કમાવા કે, કોમોડિટી એક્સચેન્જ બજારમાં ફ્યુચર ઓપ્શન ટ્રેડિંગની અનુમતિ આપવામાં મદદ કરી શકે છે.
કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સચિવ રિંકૂ પંડ્યાનું માનવું છે કે, કપાસના વિકલ્પ વેપારની અનુમતિ આપવી એ સારો વિચાર નથી, કારણ કે, જે ક્ષણ અનુમતિ મળી જશે, બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના ઉત્પાદનોને બજારમાં ઉતારવાનું શરૂ કરશે, ઘરેલુ બજારની સ્થિતિ બગડશે. પંડ્યાએ કહ્યું કે, કપાસની કિંમતોમાં ઘટાડાનું કારણ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની ઓછી માગ છે.
ત્યાં સુધી કે, સુતરના દોરાની માગ પણ ઓછી છે. સુતરના દોરા અને કપડા નિર્માણ યુનિટ સ્થાપિત ક્ષમતાના 50 ટકા પર કામ કરી રહી છે. એવામાં ખેડૂત સુતર નિર્માતાઓ પાસે ખરીદીની આશા કેમ રાખી શકે. પંડ્યાએ કહ્યું કે, ફક્ત ચીન, બાંગલાદેશ અને પશ્ચિમી દેશોથી ખરીદદારીથી જ ઘરેલુ સ્તર પર સ્થિતિ બદલાઇ શકે છે. કપાસની માગ ફરીથી વધી શકે છે અને કિંમત પણ, જેનાથી ખેડૂતોને થોડી રાહત મળશે, પણ ત્યાર સુધી ખેડૂતોએ 1600 રૂપિયાથી ખુશ રહેવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp