ગુજરાતના 5 ગામના ખેડૂતો અચોક્કસ મુદતની હડતાળ પર,કહ્યું- નહીં તો હીજરત કરવી પડશે

ઉત્તર ગુજરાતના પાટણના સાંતલપુર તાલુકાના 5 ગામના ખેડુતોએ પાણીના મુદ્દે અચોક્કસ મુદતની ભુખ હડતાળ શરૂ કરી છે. ખેડુતોએ કેનાલમાં સિંચાઇના પાણીની માંગ સાથે વારાહી મામલતદાર કચેરી પર ધરણાં શરૂ કર્યા છે. ખેડુતોનું કહેવું છે કે જો અમારી માંગ સ્વીકારમાં નહીં આવશે તો અમારે હિજરત કરવી પડશે.

5 ગામના ખેડુતોએ અચોક્કસ મુદત માટે ભુખ હડતાળ શરૂ કરી છે. ખેડુતોનું કહેવું છે કે આ વિસ્તારમાં કેનાલ બનાવી ત્યારથી લઇને આજ સુધી ખેડુતોને પાણી મળતું નથી, જેને કારણે ખેડુતોની હાલત કફોડી બની ગઇ છે.

જાણવા મળેલી વિગત મુજબ ખેડુતો આર્થિક રીતે સદ્ધર બને તેના માટે સરકારે છેવાડાના ખેડુતો માટે નર્મદાની કેનાલો બનાવી હતી. જેને કારણે દરેક સિઝનમાં ખેડુતોને સિંચાઇ માટે સમયસર પાણી મળી રહે. ખેડુતોને પાણી સમયયર મળે તો તેઓ વર્ષમાં બેથી ત્રણ વખત અલગ પાકની ઉપજ મેળવીને આર્થિક રીતે સદ્ધર બની શકે.

ખેડુતોનું કહેવું છે કે સરકારે તો યોજના બનાવી, પરંતુ સિંચાઇ વિભાગના અણઘડ વહીવટને કારણે પાટણ જિલ્લાની કેનાલોની અનેક યોજનાઓ માત્ર કાગળ પર જ રહી ગઇ છે. પાણી નહીં મળવાને કારણે ખેડુતોની આશાઓ પર પાણી ફરી રહ્યું છે.

આ વાતથી પરેશાન સાંતલપુર તાલુકાના દહીંગામડા, પરશુંદ, છાણસરા, સીધાડાના ખેડુતોએ વારાહી મામલતદારની ઓફિસે ભુખ હડતાળ શરૂ કરી છે.

ખેડુતોએ કહ્યુ કે પરસુંદ ડિસ્ટ્રીક કેનાલ બની ગઇ છે, પરંતુ ખેડુતોએ આજ દિવસ સુધી આ કેનાલમાં પાણી જોયું નથી. ખેડુતોની હાલત દયનીય એટલા માટે બનવા પામી છે કે, પાણીનો બીજો કોઇ પાણીનો સ્ત્રોત નથી. મતલબ કે ખેડુતોએ માત્ર ચોમાસા જ પર આધાર રાખવો પડે છે. જો વરસાદ સારો થયો તો ઠીક, નહીં તો ખેતરો વાવેતર કર્યા વગર વેરાન પડી રહે છે.

ખેડુતોએ કહ્યુ કે, હવે ગળે આવી ગયા છીએ. અમારી પાસે હવે હિજરત કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. અમે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરીને સરકાર પાસે માગં કરી રહ્યા છે કે અમારી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે, નહીં તો અમારે ગામ છોડવા પડશે.

ગુજરાત ભલે સમૃદ્ધ રાજ્ય હોવા છતા ખેડુતોના આંદોલન વખતોવખત ચાલતા જ રહે. જગતના તાતની મુશ્કેલીનો અંત જ આવતો નથી.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.