ખેડૂતોને ખેતી કરવા માટે ભાડેથી મશીન મળશે, સરકારે લોન્ચ કરી આ એપ્લીકેશન

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્ત્વ પૂર્ણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનામાં ખેડૂત પોતાના ખેતીના સાધનોથી કમાણી કરી શકશે અને કોઈ પણ મશીનરી ખરીદવાની ઈચ્છા હશે તો પણ સરકારની સહાયતા મળશે. ખેડૂતો માટે બહાર પાડવામાં આવેલી આ સ્કીમનું નામ છે 'કસ્ટમ હાયરિંગ સેન્ટર' સામાન્ય ભાષામાં કહેવામાં આવે તો જેમ લોકો એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે ઓલા અને ઉબર જેવી એપની મદદથી ઓછા ભાડામાં કાર અથવા તો રીક્ષાનો ઉપયોગ કરી શકે છે તેમ આ સ્કીમની મદદથી ખેડૂતો ખેતી કરવા માટે ઉપયોગી એવા સાધનો ઓછા ભાડામાં મેળવી શકે છે.

ખેડૂતો આ સ્કીમનો વધારે લાભ લઇ શકે તે માટે સરકાર દ્વારા 'CHC Farm Machinery' નામની એક મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. આમાં ખેડૂત કોઈ પણ મશીનરી સસ્તા ભાડા પણ મંગાવી શકે છે. આ ઉપરાંત આ એપ્લીકેશનની મદદથી ખેડૂતો પ્રાઈવેટ કસ્ટમર બને છે, તો સરકાર દ્વારા 40% સુધીની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. જેમાં ખેડૂત વધારેમાં વધારે 60 લાખ રૂપિઆ સુધીનો પ્રોજેક્ટ પાસ કરાવી શકે છે એટલે કે, ખેડૂત તેની આસપાસના વિસ્તારના ખેડૂતોને ઉપયોગમાં આવતા એવા 60 લાખ રૂપિયાના સાધનોની ખરીદી શકે છે, જેમાં 24 લાખની સરકારની સહાયતા મળશે.

આ ઉપરાંત 6થી 8 ખેડૂતો એક સાથે મળીને પોતાનું કો-ઓપરેટીવ ગ્રુપ પણ બનાવી શકે છે. કોઈ પણ ખેડૂત પાસે કૃષિને લગતું કોઈ પણ સાધન હોય તો તે ખેડૂત પણ પોતાના સાધનનું રજીસ્ટ્રેશન કરાવી શકશે અને મશીન ભાડે આપી શકશે. કસ્ટમ હાયરિંગ સેન્ટર બનાવવા માટે કૃષિ મંત્રાલય દ્વારા 12 ભાષાઓમાં એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 50,000 ખેડૂતો આ એપ્લીકેશનો ઉપયોગ પણ કરી ચૂક્યા છે.

સરકારનું માનવું એવું છે કે, ખેડૂતો તેને ઉપયોગી કોઈ પણ વસ્તુ ખરીદવાના બદલે ભાડા પર લેશે, તો તેનો ખર્ચ ઓછો થઇ જશે અને આવકમાં વધારો થશે. આ ઉપરાંત ખેડૂત આ એપ્લીકેશનની મદદથી બિજનેશ શરૂ કરશે, તો તેને સરકારની આર્થિક સહાય મળશે.

આ બાબતે મેકનાઈઝેશન એન્ડ ટેક્નૉલોજી ડિવિઝનના એડિશનલ કમિશનર વી.એન કાલેએ જણાવ્યું હતું કે, મશીનનું ભાડું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું નથી. તેમાં હરીફાઈ રાખવામાં આવી છે. આ હરીફાઈના કારણે ખેડૂતોને સસ્તી અને સારી સેવા મળશે.

 

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -06-02-2026 વાર- શુક્રવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

ભારતીય રેલવે પોતાના બોર્ડિંગ નિયમોમાં એક એવો ફેરફાર લાવી રહી છે જેની અસર લાખો મુસાફરો પર પડશે. નવા નિયમો અનુસાર...
National 
આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

બુધવાર, 4 ફેબ્રુઆરી, 2026ના રોજ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (...
Education 
IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

જે હોસ્પિટલોનું કામ જીવ બચાવવાનું છે, તે હોસ્પિટલો પોતે જ એટલી બેહાલ થઈ ગઈ છે કે માનવતા દરરોજ તેમના...
National 
સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.