કોઈએ ઘર ખરીદ્યું, કોઈએ ટ્રેક્ટર- કોઈએ ખરીદી કાર, ટામેટાએ ખેડૂતોને અમીર બનાવ્યા

PC: india.postsen.com

ભલે આ દિવસોમાં ટામેટાના ભાવ લોકોને રડાવી રહ્યો હોય, પરંતુ ઘણા ખેડૂતો એવા છે કે, જેમણે માત્ર ટામેટાના પાકના આધારે લાખો રૂપિયાની કમાણી કરી છે. ઘણા ખેડૂતોની કમાણી કરોડોમાં પહોંચી ગઈ છે. તેમણે પોતાનું ઘર ખરીદ્યું અથવા ટ્રેક્ટર અને કાર લઇ લીધી. આ વર્ષે જે ખેડૂતોને ઘણો ફાયદો થયો છે, તેઓ વર્ષ 2023ને ક્યારેય ભૂલી શકશે નહીં. તેલંગાણાના પુલમામિદીના રહેવાસી K. અનંત રેડ્ડીએ ટામેટાં વેચીને એક નવું ટ્રેક્ટર અને હ્યુન્ડાઈ વેન્યુ કાર ખરીદી લીધી. આ વર્ષે તેને પ્રતિ એકર 20 લાખ રૂપિયાનો નફો થયો છે.

કર્ણાટકના ટાલાબીગાપલ્લીના રહેવાસી 35 વર્ષીય અરવિંદે તેની પાંચ એકર જમીનમાં ટામેટાના પાકનું વાવેતર કર્યું હતું. આ વર્ષે તેણે 1.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેણે તેની માતા માટે એક આલીશાન ઘર ખરીદ્યું છે. તેની માતા એક આંગણવાડી કાર્યકર છે, જ્યારે, આંધ્રપ્રદેશના કારાકામાંડા ગામના રહેવાસી ચંદ્રમૌલી અને મુરલીએ આ વર્ષે ટામેટાં વેચીને 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ટામેટાંનો પાક મોટાભાગે ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થાય છે. ટામેટાંનો પાક વરસાદ કે ધોમધખતા તડકાને કારણે બરબાદ થવા લાગે છે. આ વર્ષે પણ આવું થયું, પણ જેમનો પાક બચી ગયો તેઓ સમૃદ્ધ થઈ ગયા. અરપાતિ નરસિમ્હા રેડ્ડી કહે છે કે, પહેલા એક કેરેટ ટામેટા 40 કે 50 રૂપિયામાં વેચાતા હતા. આ હિસાબે પ્રતિ કિલો માત્ર બે રૂપિયા જ મળતા હતા. ઘણી વખત તે ટામેટાના પાકને ગટરમાં ફેંકી દેતો હતો. પરંતુ આ વર્ષે એક કેરેટ રૂ.2000 થી રૂ.2500માં વેચાઇ રહ્યો છે.

જ્યારે નરસિમ્હાએ આ વખતે 10 એકરમાં ટામેટાંનું વાવેતર કર્યું ત્યારે તેણે કલ્પના પણ નહોતી કરી કે, તે માલામાલ બની જશે. ક્યારેક ક્યારેક તો એક કેરેટ રૂ.4000માં વેચાતી હતી. તેમણે કહ્યું, મારા ગામના 150 ખેડૂતોએ બેથી ત્રણ કરોડ રૂપિયા કમાયા છે. કર્ણાટકના પાલ્યા ગામના રહેવાસી સીતારામ રેડ્ડીએ છેલ્લા દોઢ મહિનામાં 50 લાખ રૂપિયાની કમાણી કરી છે. પાછલા વર્ષોમાં જ્યાં તેને ટામેટાંના કારણે દેવું કરવું પડતું હતું, ત્યારે આ વખતે તે પોતે જ વ્યાજે પૈસા આપવા તૈયાર છે. લોકો તેની પાસે લોન લેવા માટે આંટા ફેરા મારી રહ્યા છે.

આ વર્ષે ઘણા ખેડૂતોએ ટામેટાને કોલ્ડ સ્ટોરમાં મુકાવી દીધા હતા. હવે તેઓ તેનાથી સારી કમાણી પણ કરી રહ્યા છે. પસાલાપ્પાગારી ભાઈઓએ આ વખતે ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અહીં તમને જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશમાં ટામેટાંનું ઘણું ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે અહીંના ખેડૂતોને નુકસાન જ થયું છે. અહીં તમને જાણ થાય કે, રાજધાની દિલ્હીમાં પણ આ દિવસોમાં ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટામેટાંના ભાવ 300 રૂપિયા સુધી પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp