સાપના ડંખથી મોત થઈ તો પરિવારને 4 લાખ આપશે આ રાજ્ય સરકાર
ખેતી કરતા સમયે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. સાપનો ડંખ પણ તેમાંથી એક છે. ખેતરમાં કામ કરતા સમયે ઘણીવાર ખેડૂતોએ સાપના ડંખને કારણે પોતાનો જીવ ગુમાવવો પડે છે. આવી સ્થિતિમાં ભાજપા શાસિત એક રાજ્ય સરકાર સાપના કરડવાથી મોત થવા પર 4 લાખ રૂપિયા વળતર તરીકે આપી રહી છે. સાપના ડંખને રાષ્ટ્રીય આપદામાં પણ સામેલ કરવામાં આવ્યો છે.
આટલા વર્ષોમાં સાપના ડંખથી આટલી મોત
સાપના ડંખથી 97 ટકા મોતો ગામોમાં થઇ છે. સાપોના કરડવાથી પુરુષોની મોત મહિલાઓ કરતા વધારે છે. તેનું એક કારણ પુરુષ ખેડૂતોનું ખેતરોમાં કામ કરવાનું પણ છે. 2020-21માં 27 મોતો, 2021-22માં 85 મોતો અને 2022-23માં 65 મોતો થઇ છે. તો વળી 2023-24ની શરૂઆતમાં તો 34 મોતો થઇ ચૂકી છે. ઉત્તર પ્રદેશની સરકારે ખેડૂતોને આ વળતર આપવાની જાહેરાત કરી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ જરૂરી
લખનૌના સીએમઓ મનોજ અગ્રવાલ અનુસાર, વળતર લેવા માટે પીડિતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સૌથી જરૂરી છે. તેના આધારે જ પીડિત પરિવારને મદદના રૂપિયા મળે છે. એવામાં જો સાપના કરડવાથી કોઈનું નિધન થાય તો ત્યાર પછી તરત પીડિતના પરિવારે તેમનું પોસ્ટમોર્ટમ કરાવવાનું રહેશે.
વળતર માટે આ પ્રક્રિયા કરવાની રહેશે
વળતરની રકમ મેળવવા માટે પરિવારે માત્ર બે કામ કરવાના હોય છે. ત્યાર પછીની કાર્યવાહી તંત્ર કરે છે. પહેલું કામ એ કે, જો કોઇનું મોત સાપના ડંખથી થાય છે તો તેનો પરિવાર તરત લેખપાલને આની જાણકારી આપે. ત્યાર પછી પીડિતને પોસ્ટમોર્ટમ માટે લઇ જાય અને તેનો રિપોર્ટ જેમાં સાપના ડંખની મોત થયું છે તેની પુષ્ટિ થઇ હોય એ લેખપાલને આપી દે. ત્યાર પછીની પ્રક્રિયાના લેખપાલ, કલેક્ટર અને એડીએમ રિપોર્ટ જિલ્લાધિકારીને આપે છે.
વિપદા રાહત કોષમાંથી વળતરની રકમ અપાશે
જિલ્લાધિકારીને રિપોર્ટ સોંપ્યા પછી લેખપાલ પીડિતના પરિવારનો ખાતા નંબર, આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો ભેગા કરશે. ત્યાર પછી એસડીએમ પાસેથી મંજૂરી મેળવ્યા પછી એડીએમ ફાયનાન્સ પાસે જાય છે અને જિલ્લાના રાહત કોષમાંથી પૈસા તરત પીડિત પરિવારના ખાતામાં મોકલી દેવામાં આવે છે. પીડિત પરિવારના ખાતામાં 4 લાખ રૂપિયા વળતર તરીકે મોકલી દેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp